• ફાઇનલમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો
  • ભૂતપૂર્વ ક્રિકેટરોએ રોહિતની કેપ્ટનશિપની પ્રશંસા કરી
  • ઓસ્ટ્રેલિયાએ 47 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી

વર્લ્ડકપ 2023 દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ રોહિત પર પ્રતિક્રિયા આપી અને તેની કેપ્ટનશિપની પ્રશંસા કરી હતી. પરંતુ રોહિત પોતાની કપ્તાનીમાં ભારત માટે વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યો ન હતો. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. સોશિયલ મીડિયા પર ચાહકોનું માનવું છે કે રોહિતે ફાઈનલ માટે નિર્ણય બદલવો જોઈતો હતો.

ભારતીય ટીમ ઓલઆઉટ

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં સારી શરૂઆત કરી હતી. ભારતને તેની પ્રથમ વિકેટ બીજી ઓવરના પ્રથમ બોલ પર મળી હતી. આ પછી બીજી વિકેટ પાંચમી ઓવરના ત્રીજા બોલ પર પડી. ત્રીજી વિકેટ 7મી ઓવરના છેલ્લા બોલ પર પડી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 47 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલરોએ ભારતને આપી હતી.

રોહિતને ગેમ પ્લાન બદલવાની જરૂર હતી

રોહિતે 10 ઓવર પછી બોલિંગ બદલી અને સ્પિનરોને જવાબદારી સોંપી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા બોલિંગ આક્રમણમાં આવ્યા હતા. આ સમય દરમિયાન ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન બેટિંગ કરી રહ્યા હતા. હેડ સ્પિનરો ખૂબ સારું રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 16 ઓવરમાં 87 રન બનાવ્યા હતા. વિકેટ પડવાના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ દબાણમાં હતી. પરંતુ સ્પિનરોના કારણે દબાણ ઓછું થયું. અહીં રોહિતને ગેમ પ્લાન બદલાવની જરૂર હતી.

ભારતની કારમી હાર

ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ઓપનર શુભમન ગિલ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત અને વિરાટ કોહલીએ કેટલાક રન ઉમેર્યા હતા. રોહિત 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ પછી શ્રેયસ અય્યરની વિકેટ પડી. તે 4 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 54 રનની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા 9 રન બનાવીને આઉટ થયા હતા અને સૂર્યકુમાર યાદવ 18 રન બનાવીને આઉટ થયા હતા. કેએલ રાહુલે 107 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ રીતે આખી ટીમ વિખેરાઈ ગઈ હતી. ફાઇનલમાં ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: