• ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝ
  • 3 વનડે મેચની સીરિઝ રમાશે
  • ભારત માટે વનડેમાં નંબર વન બનવાની શ્રેષ્ઠ તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમને 5 વિકેટે જીત થઈ છે. આ જીત સાથે ભારતે 3 વનડે મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી છે. ભારત માટે સૌથી વધુ 74 રન શુભમન ગિલે કર્યા છે. આ સાથે ઋતુરાજ ગાયકવાડે 71 રન અને સૂર્યકુમાર યાદવે 50 રન કર્યા છે. આ ઉપરાંત કેએલ રાહુલે અણનમ 58 રન કર્યા છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 276 રન પર ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 52 રન ડેવિડ વોર્નરે કર્યા હતા. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 5, બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ લીધી છે.

ભારતની ઈનિંગ

253/4 (45 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતનો કેપ્ટન કેએલ રાહુલ અત્યારે 54 બોલ પર 44 રન અને સૂર્યકુમાર યાદવ 42 બોલ પર 40 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 10 ઓવર નાખી છે. જેમાં કમિન્સે 44 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે માર્કસ સ્ટોઇનિસે 5 ઓવરમાં 40, સીન એબોટે 8 ઓવરમાં 43, કેમરુન ગ્રીને 5 ઓવરમાં 34, મેથ્યૂ શોર્ટે 7 ઓવરમાં 34 અને એડમ ઝામ્પાએ 10 ઓવરમાં 57 રન આપીને 2 વિકેટ લીધી છે.


223/4 (40 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડે મેચ રોમાંચક બની છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 60 બોલ પર 54 રનની જરૂર છે. અત્યારે ભારત માટે કેએલ રાહુલ 37 બોલ પર 29 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 29 બોલ પર 25 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝામ્પાએ 2 અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી છે. 

196/4 (35 ઓવર)- ભારતીય ટીમને 31થી 35 ઓવરની વચ્ચે વધુ એક ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 26 બોલમાં 18 રન કરનારા ઈશાન કિશનને આઉટ કર્યો છે. જેથી હવે ભારતીય ટીમ માટે કેપ્ટન કેએલ રાહુલ 25 બોલ પર 20 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 11 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, પેટ કમિન્સે 8 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે એડમ ઝામ્પાએ 9 ઓવરમાં 52 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કસ સ્ટોઇનિસે 3 ઓવરમાં 25 રન, સીન એબોટે 5 ઓવરમાં 30 રન, કેમરુન ગ્રીને 5 ઓવરમાં 34, મેથ્યૂ શોર્ટે 5 ઓવરમાં 24 રન આપ્યા છે.

178/3 (30 ઓવર)- ભારતીય ટીમને 26થી 30 ઓવરની વચ્ચે વધુ એક ઝટકો લાગ્યો છે. એડમ ઝામ્પાએ 63 બોલમાં 74 રન કરનારા શુભમન ગિલને આઉટ કર્યો છે. હવે ભારત માટે કેપ્ટન કેએલ રાહુલ 14 બોલ પર 12 રન કરીને અને ઈશાન કિશન 18 બોલ પર 15 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન પેટ કમિન્સને 5 ઓવર નાખી છે. જેમાં કમિન્સને 22 રન આપ્યા છે. સાથે માર્કસ સ્ટોનિસે 3 ઓવરમાં 25 રન આપ્યા છે. આ ઉપરાંત સીન એબોટે 5 ઓવરમાં 30 રન, કેમરુન ગ્રીને 5 ઓવરમાં 34, મેથ્યૂ શોર્ટે 4 ઓવરમાં 19 અને એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ લીધી છે.

151/2 (25 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડે મેચની બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર સુધીમાં ભારતીય ટીમના 2 ખેલાડી આઉટ થયા છે. એડમ ઝામ્પાએ 77 બોલમાં 71 રન કરનારા ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો છે. સાથે 8 બોલમાં 3 રન કરનારો શ્રેયસ અય્યર રનઆઉટ થયો છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ 60 બોલ પર 74 રન કરીને અને ભારતીય ટીમનો કેપ્ટન કેએલ રાહુલ 5 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને 5 ઓવર નાખી છે. જેમાં કમિન્સને 22 રન આપ્યા છે. સાથે માર્કસ સ્ટોનિસે 3 ઓવરમાં 25 રન આપ્યા છે. આ ઉપરાંત સીન એબોટે 5 ઓવરમાં 30 રન, કેમરુન ગ્રીને 5 ઓવરમાં 34, મેથ્યૂ શોર્ટે 2 ઓવરમાં 14 અને એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે.

129/0 (20 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 20 ઓવર બાદ પણ ઓસ્ટ્રેલિયન ટીમ એક પણ વિકેટ લઈ શકી નથી. ભારતના ઓપનર શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ બંનેએ ફિફ્ટી ફટકારી છે. ગિલે 37 બોલમાં ફિફ્ટી પૂર્ણ કરી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 50 રન પૂર્ણ કર્યા છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ 51 બોલ પર 64 રન કરીને અને ઋતુરાજ ગાયકવાડ 69 બોલ પર 63 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 5 ઓવરમાં 22 રન આપ્યા છે. સાથે માર્કસ સ્ટોનિસે 2 ઓવરમાં 18, સીન એબોટે 5 ઓવરમાં 30, કેમરુન ગ્રીને 3 ઓવરમાં 27, મેથ્યૂ શોટે 2 ઓવરમાં 14 અને એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 17 રન આપ્યા છે. 



99/0 (15 ઓવર)- ભારતીય ઓપનર શુભમન ગિલે ફિફ્ટી ફટકારી છે. ગિલે સિક્સ ફટકારીને પોતાના 50 રન પૂર્ણ કર્યા છે. અત્યારે ભારત માટે ગિલ 39 બોલમાં 56 અને ઋતુરાજ ગાયકવાડ 51 બોલમાં 41 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.  

66/0 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વનડે મેચની બીજી ઈનિંગની 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 23 બોલ પર 32 રન કરીને અને ઋતુરાજ ગાયકવાડ 37 બોલ પર 32 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 4 ઓવર નાખી છે. જેમાં કમિન્સે 15 રન આપ્યા છે. સાથે માર્કસ સ્ટોનિસે 2 ઓવરમાં 18 રન આપ્યા છે. આ ઉપરાંત સીન એબોટે 1 મેડન સાથે 3 ઓવર નાખી છે. જેમાં એબોટે 18 રન અને કેમરુન ગ્રીને 1 ઓવરમાં 12 રન આપ્યા છે.

33/0 (5 ઓવર)- ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતીય ટીમના ઓપનર્સે આક્રામક બેટિંગ શરૂ કરી છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 16 બોલ પર 23 રન કરીને અને ઋતુરાજ ગાયકવાડ 14 બોલ પર 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટને 3 ઓવર નાખી છે. જેમાં કમિન્સે 15 રન આપ્યા છે. સાથે માર્કસ સ્ટોનિસે 2 ઓવર નાખી છે. જેમાં સ્ટોનિસે 18 રન આપ્યા છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડે મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ભારતના ઓપનર શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 276 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતને જીત માટે 277 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

276/10 (50 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડેમાં 276 પર ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 277 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 52 રન ડેવિડ વોર્નરે બનાવ્યા છે. આ ઉપરાંત સ્ટિવ સ્મિથે 41, માર્નસ લાબુશેને 39, કેમરુન ગ્રીને 31 અને માર્કસ સ્ટોઇનિસે 29 અને જોશ ઈંગ્લિસે 45 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં શમીએ 51 રન આપીને 5 વિકેટ લીધી છે. સાથે જસપ્રીત બુમરાહે 2 મેડન સાથે 10 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 43 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 10 ઓવરમાં 78 રન આપ્યા છે. સાથે અશ્વિને 10 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ અને જાડેજાએ 10 ઓવરમાં 51 રન આપીને 1 વિકેટ લીધી છે.

230/5 (45 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડે મેચની 45 ઓવરની રમત પૂર્ણ થઈ છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આક્રામક બેટિંગ શરૂ કરી છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે માર્કસ સ્ટોઇનિસ 17 બોલ પર 21 રન કરીને અને જોશ ઈંગ્લિસ 36 બોલ પર 36 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે મોહમ્મદ શમીએ 2, રવિચંદ્રન અશ્વિને 1 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી છે.

187/5 (40 ઓવર)- 36થી 40 ઓવર વચ્ચે વરસાદ આવ્યો હતો. જેથી મેચને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન 52 બોલમાં 31 રન કરનારો કેમરુન ગ્રીન રન આઉટ થયો છે. બુમરાહ અને સૂર્યકુમાર યાદવે ગ્રીનને રનઆઉટ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે જોશ ઈંગ્લિસ 23 બોલ પર 14 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 8 ઓવર નાખી છે. જેમાં શમીએ 31 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે રવિચંદ્રન અશ્વિને 10 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે.
165/4 (35 ઓવર)- ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી કરનારા રવિચંદ્રન અશ્વિને ભારતને સફળતા અપાવી છે. અશ્વિને 49 બોલમાં 39 રન કરનારા માર્નસ લાબુશેનની વિકેટ લીધી છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીન 39 બોલ પર 20 રન કરીને અને જોશ ઈંગ્લિસ 6 બોલ પર 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં શમીએ 22 રન આપવા સાથે 2 વિકેટ લીધી છે. સાથે જસપ્રીત બુમરાહે 2 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 20 રન આપ્યા છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 39 અને રવિચંદ્રન અશ્વિને 9 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે.

151/3 (30 ઓવર)- ઓસ્ટ્રેલિયા પર ભારતીય બોલરનો દબદબો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીન 24 બોલ પર 12 રન કરીને અને માર્નસ લાબુશેન 40 બોલ પર 36 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ભારત માટે મોહમ્મદ શમી, બુમરાહ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ઓવર નાખી છે. શમીએ 6 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી છે, જ્યારે જાડેજાએ 7 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 6 ઓવરમાં 20, શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33 અને રવિચંદ્રન અશ્વિને 7 ઓવરમાં 39 રન આપ્યા છે.

126/3 (25 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડેમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાને 126 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર મિચેલ માર્શ 4 બોલ પર 4 રન કરીને અને ડેવિડ વોર્નર 53 બોલ પર 52 રન કરીને આઉટ થયો છે. સાથે સ્ટિમ સ્મિથ 60 બોલ પર 41 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે માર્નસ લાબુશેન 25 બોલ પર 19 રન કરીને અને કેમરુન ગ્રીન 9 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં શમીએ 22 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે જસપ્રીત બુમરાહે 2 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33, રવિચંદ્રન અશ્વિને 6 ઓવરમાં 36 અને રવિન્દ્ર જાડેજાએ 5 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ લીધી છે.

107/2 (20 ઓવર)- રવિન્દ્ર જાડેજાએ ભારતને બીજી સફળતા અપાવી છે. જાડેજાએ 53 બોલ પર 52 રન કરનારા ડેવિડ વોર્નરને આઉટ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 56 બોલ પર 39 રન કરીને અને માર્નસ લાબુશેન 7 બોલ પર 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે જાડેજા અને મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં શમીએ 16 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જાડેજાએ 2 ઓવરમાં 7 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 2 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 11 રન આપ્યા છે. આ સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33 અને રવિચંદ્રન અશ્વિને 6 ઓવરમાં 36 રન આપ્યા છે.

78/1 (15 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આક્રામક બેટિંગ શરૂ કરી છે. 11થી 15 ઓવરમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ઈનિંગની પ્રથમ સિક્સ ફટકારી છે. સાથે વોર્નર અને સ્મિથ ઓસ્ટ્રેલિયાને સમ્માનજનક સ્કોર અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 36 રન બનાવ્યા છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર 47 બોલ પર 48 રન કરીને અને સ્ટિવ સ્મિથ 39 બોલ પર 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારત માટે મોહમ્મદ શમી એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં શમીએ 16 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જસપ્રીત બુમરાહે 2 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 2.80ની ઈકોનોમી સાથે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 33 રન આપ્યા છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિને 3 ઓવરમાં 14 રન આપ્યા છે.

42/1 (10 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 6થી 10 ઓવરમાં ગેમમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવી નથી. આ 5 ઓવરમાં ભારતની મિસ ફિલ્ડ પણ જોવા મળી છેસ શ્રેયસ અય્યરે 8.5 ઓવરે ડેવિડ વોર્નરનો કેચ ડ્રોપ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર 27 બોલ પર 17 રન કરીને અને સ્ટિવ સ્મિથ 29 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારત માટે મોહમ્મદ શમી એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં શમીએ 16 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જસપ્રીત બુમરાહે 2 મેડન ઓવર સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 2.80ની ઈકોનોમી સાથે 11 રન આપ્યા છે. સાથે શાર્દુલ ઠાકુરે 1 ઓવરમાં 9 રન આપ્યા છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિને 1 ઓવરમાં 2 રન આપ્યા છે.

19/1 (5 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પ્રથમ વનડે મેચમાં ભારતીય બોલર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. મોહમ્મદ શમીએ પોતાની અને ઈનિંગની પ્રથમ ઓવરમાં જ 4 બોલમાં 4 રન કરનારા મિચેલ માર્શને આઉટ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર 8 બોલ પર 1 રન કરીને અને સ્ટિવ સ્મિથ 18 બોલ પર 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે મોહમ્મદ શમી એક મેડન સાથે 3 ઓવર નાખી છે. જેમાં શમીએ 15 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જસપ્રીત બુમરાહે 2 મેડન ઓવર નાખી છે.


ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી 3 વનડે મેચની સીરિઝ રમાશે. આ સીરિઝની પ્રથમ મેચ માટે ટોસ થયો છે. ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ભારતીય ટીમની જીત થશે, તો ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનશે.

એશિયા કપ 2023માં શાનદાર જીત બાદ હવે ભારતીય ટીમ વનડે વર્લ્ડકપ પહેલાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝમાં રમશે. આ સીરિઝની પ્રથમ મેચ આજે મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમવામાં આવશે.

ટીમ ઈન્ડિયામાં ફેરફાર જોવા મળશે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયામાં અમુક ફેરફાર જોવા મળી શકે છે. આ સીરિઝની પ્રથમ 2 મેચમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નૈતૃત્વ કરશે. સાથે વર્લ્ડકપને ધ્યાનમાં રાખી રવિચંદ્રન અશ્વિનને પણ આ સીરિઝમાં તક આપવામાં આવી છે. આ ઉપરાંત રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને પ્રથમ 2 મેચમાં આરામ આપવામાં આવ્યો છે. સાથે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેપ્ટન પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ સહિત મુખ્ય ખેલાડીઓની વાપસી થઈ છે.

ઓસ્ટ્રેલિયાનું ભારત વિરુદ્ધ વનડેમાં પલડું ભારે

બંને ટીમ વચ્ચે અત્યાર સુધી રમવામાં આવેલી વનડે મેચમાં હેડ ટૂ હેડ જોવામાં આવે, તો તેમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 146 વનડે મેચ રમવામાં આવી છે. જેમાં 82 મેચમાં ઓસ્ટ્રેલિયાની અને 54 મેચમાં ભારતની જીત થઈ છે. સાથે ભારતમાં રમવામાં આવેલી 67 વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાની 32 અને ભારતની 30 મેચમાં જીત થઈ છે.

પીચ રિપોર્ટ-

મોહાલીની પીચ પર ફાસ્ટ બોલર્સને નવા બોલથી શરૂઆતમાં મદદ મળે છે. ફાસ્ટ બોલર્સ શરૂઆતી ઓવરમાં બેટ્સમેનોને માટે મુશ્કેલી સર્જી શકે છે. આ પીચ પર જ્યારે બેટ્સમેન સેટ થાય છે અને બોલ જૂનો થાય છે, ત્યારે બેટિંગ કરવી સરળ બને છે. આ પીચ પર સ્પિન બોલરો પણ જૂના બોલથી અસરકારક સાબિત થાય છે.

મોહાલીના મેદાનનો રેકોર્ડ-

આ મેદાન પર અત્યાર સુધી 26 વનડે મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 15 મેચ જીતી છે જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 11 મેચ જીતી છે. આ પીચ પર વનડેમાં પ્રથમ ઈનિંગ સરેરાશ સ્કોર 265 રન છે, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 228 રન છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં કેટલો સ્કોર બને છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

વેધર રિપોર્ટ-

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી મેચમાં વરસાદ વિલન બનશે નહીં. આ મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આઈએસ બિંદ્રા સ્ટેડિયમ પર હળવા વાદળો જોઈ શકાશે,પરંતુ વરસાદની શક્યતા 0% છે. આ ઉપરાંત બપોરના સમયે તાપમાન 32 ડિગ્રી અને સાંજે તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે.


બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન,કેમરુન ગ્રીન, જોશ ઈંગ્લિસ(વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, મેથ્યૂ શોર્ટ, પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એડમ ઝામ્પા

  • Follow us on: