• આજે સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી મહિલા T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલ
  • મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે રમાશે
  • ભારતીય ટીમ સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઈનલ 23 ફેબ્રુઆરી (ગુરુવાર) એટલે કે આજે રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાનમાં રમાશે. ભારતીય ટીમ સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. આ મેચમાં ભારતનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરવાનો રહેશે. જોકે, બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાની અપેક્ષા છે. આ સેમિફાઈનલ મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન વિશે જાણીએ.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. ભારતે 4માંથી 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમે ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી હતી. પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે ચોથી મેચમાં ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને 5 રને હરાવીને અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે.

ઓસ્ટ્રેલિયા અજેય રહ્યું

મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ અજેય રહી હતી. આ દરમિયાન કાંગારૂ મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને 97 રનથી, બાંગ્લાદેશને 8 વિકેટે, શ્રીલંકાને 10 વિકેટથી અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમને તેમના ગ્રૂપમાં 6 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં એકપણ મેચ હાર્યા વિના વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2023ના સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, શિખા પાંડે, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન: એલિસા હિલી (વિકેટકીપર), બેથ મૂની, મેગ લેનિંગ (કેપ્ટન), એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, જ્યોર્જિયા વેરહેમ, અલાના કિંગ, મેગન શુટ, ડી'આર્સી બ્રાઉન.

  • Follow us on: