- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ
- વિશાખાપટ્ટનમમાં બંને ટીમ આમને-સામને
- ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચમાં 2 વિકેટે જીત થઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચ રમાયેલી પ્રથમ T-20 મેચમાં ભારતીય ટીમની 2 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે.
ભારતના બેટ્સમેનનું પ્રદર્શન
ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 8 બોલમાં 21 રન, ઋતુરાજ ગાયકવાડે શૂન્ય, ઈશાન કિશને 39 બોલમાં 58, સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80, તિલક વર્માએ 10 બોલમાં 12, રિંકૂ સિંહે 14 બોલમાં 22 રન અને અક્ષર પટેલે 6 બોલમાં 2 રન કર્યા છે.
ઓસ્ટ્રેલિયાના બોલરનું પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા માટે તનવીર સંઘાએ 4 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ, સીન એબોટે 3.5 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ, મેથ્યૂ શોર્ટે 1 ઓવરમાં 13 રન આપીને 1 અને જેસન બેહરેનડોર્ફે 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કસ સ્ટોઇનિસે 3 ઓવરમાં 36 અને નાથન એલિસે 4 ઓવરમાં 44 રન આપ્યા છે.
ભારતની ઈનિંગ
202/5 (19 ઓવર)- નાથન એલિસે ઓસ્ટ્રેલિયા માટે 19મી ઓવર નાખી છે. આ ઓવરમાં નાથન એલિસે માત્ર 7 રન આપ્યા છે.
195/5 (18 ઓવર)- જેસન બેહરેનડોર્ફે ભારતને 5મો ઝટકો આપ્યો છે. જેસન બેહરેનડોર્ફે 42 બોલમાં 80 રન કરનારા સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો છે. હવે ભારત માટે રિંકૂ સિંહ 12 અને અક્ષર પટેલ 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
189/4 (17 ઓવર)- નાથન એલિસે ઓસ્ટ્રેલિયા માટે 17મી ઓવર નાખી છે. આ ઓવરમાં નાથન એલિસે 1 સિક્સ અને 2 ફોર સાથે 18 રન આપ્યા છે.
171/4 (16 ઓવર)- માર્કસ સ્ટોઇનિસે ઓસ્ટ્રેલિયા માટે 16મી ઓવર નાખી છે. આ ઓવરમાં સ્ટોઇનિસે 3 ફોર અને 1 વાઈડ સાથે 16 રન આપ્યા છે.
155/4 (15 ઓવર)- તનવીર સંઘાએ ભારતને ચોથો ઝટકો આપ્યો છે. સંઘાએ 10 બોલમાં 12 રન કરનારા તિલક વર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ભારત માટે સૂર્યકુમાર યાદવ 56 રન કરીને અને રિંકૂ સિંહ 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
144/3 (14 ઓવર)- ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી T-20 મેચમાં સૂર્યકુમાર યાદવ આક્રામક બન્યો છે. સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફિફ્ટી ફટકારી છે. સૂર્યાએ પોતાની આ ફિફ્ટી 29 બોલમાં પૂર્ણ કરી છે. ઓસ્ટ્રેલિયા માટે આ ઓવર સીન એબોટે નાખી છે. જેમાં સીન એબોટે 9 રન આપ્યા છે.
135/3 (13 ઓવર)- ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી T-20 મેચમાં ઈશાન કિશન આક્રામક બન્યો છે. ઈશાન કિશને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફિફ્ટી ફટકારી છે. ઈશાને પોતાની આ ફિફ્ટી 37 બોલમાં પૂર્ણ કરી છે. જો કે, આ ઓવરમાં ઈશાન કિશન આઉટ પણ થયો છે. જેથી હવે ભારત માટે સૂર્યકુમાર યાદવ 48 રન કરીને અને તિલક વર્મા 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
124/2 (12 ઓવર)- નાથન એલિસ ઓસ્ટ્રેલિયા માટે બોલિંગ કરવા આવ્યો છે. નાથને પોતાની આ ઓવરમાં 1 સિક્સ સાથે 10 રન આપ્યા છે.
114/2 (11 ઓવર)- માર્કસ સ્ટોઇનિસ પોતાની બીજી અને ઈનિંગની 11મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં 1 ફોર સાથે 8 રન આપ્યા છે.
106/2 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T-20 મેચમાં બીજી ઈનિંગની 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ ભારતે 2 વિકેટના નુકસાને 106 રન બનાવ્યા છે. ભારતનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ શૂન્યમાં અને યશસ્વી જયસ્વાલ 21 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે ઈશાન કિશન 30 બોલમાં 39 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 40 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મેથ્યૂ શોર્ટે 1 ઓવરમાં 13 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત માર્કસ સ્ટોઇનિસે 1 ઓવરમાં 12, જેસન બેહરેનડોર્ફે 3 ઓવરમાં 19, સીન એબોટે 2 ઓવરમાં 28, નાથન એલિસે 1 ઓવરમાં 9 અને તનવીર સંઘાએ 2 ઓવરમાં 25 રન આપ્યા છે.
98/2 (9 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે તનવીર સંઘા બોલિંગ કરવા આવ્યો છે. તનવીરે પોતાની આ ઓવરમાં 2 સિક્સ અને 1 ફોર સાથે 19 રન આપ્યા છે.
79/2 (8 ઓવર)- જેસન બેહરેનડોર્ફ પોતાની ત્રીજી અને ઈનિંગની 8મી ઓવર નાખી છે. આ ઓવરમાં જેસન બેહરેનડોર્ફે 10 રન આપ્યા છે.
69/2 (7 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે તનવીર સંઘા બોલિંગ કરવા આવ્યો છે. તનવીરે પોતાની આ ઓવરમાં માત્ર 6 રન આપ્યા છે.
63/2 (6 ઓવર)- ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસ ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 2 ફોર સાથે 9 રન લીધા છે.
54/2 (5 ઓવર)- સીન એબોટ ઓસ્ટ્રેલિયા માટે 5મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવર ખુબ મોંઘી સાબિત થઈ છે. આ ઓવરમાં ભારતને 20 રન મળ્યા છે.
34/2 (4 ઓવર)- જેસન બેહરેનડોર્ફ પોતાની બીજી અમે ઈનિંગની ચોથી ઓવર નાખી છે. આ ઓવરમાં જેસન બેહરેનડોર્ફે 9 રન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, જેસન બેહરેનડોર્ફ પોતાની પ્રથમ ઓવર મેડન નાખી હતી.
25/2 (3 ઓવર)- ભારતીય ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ 8 બોલમાં 21 રન કરીને આઉટ થયો છે. મેથ્યૂ શોર્ટે જયસ્વાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ભારત માટે ઈશાન કિશન 9 બોલમાં 2 રન કરીને અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 1 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
12/1 (2 ઓવર)- જેસન બેહરેનડોર્ફે ઓસ્ટ્રેલિયા માટે બીજી ઓવર નાખી છે. આ ઓવરમાં જેસન બેહરેનડોર્ફે એક પણ રન આપ્યા છે. ઈશાન કિશન એક પણ બોલમાં રન લઈ શક્યો નથી.
12/1 (1 ઓવર)- ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ પ્રથમ ઓવરથી આક્રામક બન્યો છે. જયસ્વાલે પ્રથમ ઓવરમાં એક ફોર અને એક સિક્સ સાથે 12 રન લીધા છે. જો કે, આ ઓવરમાં જ ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ઓવરમાં જ રનઆઉટ થયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભારતની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ભારત માટે ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા માટે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
208/3 (20 ઓવર)-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 208 રન બનાવ્યા છે. જેથી ભારતને જીત માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથે 41 બોલમાં 52, મેથ્યૂ શોર્ટે 11 બોલમાં 13, જોસ ઈંગ્લિસે 50 બોલમાં 110, માર્કસ સ્ટોઈનિસે 6 બોલમાં 7 રન અને ટીમ ડેવિડે 13 બોલમાં 19 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ અને રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 54 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત અર્શદીપ સિંહે 4 ઓવરમાં 41, અક્ષર પટેલે 4 ઓવરમાં 32 અને મુકેશ કુમારે 4 ઓવરમાં 29 રન આપ્યા છે.
203/3 (19 ઓવર)- અર્શદીપ સિંહે પોતાની અંતિમ અને ઈનિંગની 19મી ઓવર નાખી છે. આ ઓવરમાં અર્શદીપે 3 વાઈડ અને 1 ફોર અને 1 સિક્સ સાથે 16 રન આપ્યા છે.
187/3 (18 ઓવર)- પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે. પ્રસિદ્ધે 50 બોલમાં 110 રન કરનારા જોસ ઈંગ્લિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે ટિમ ડેવિડ 3 બોલમાં 5 રન કરીને અને માર્કસ સ્ટોઇનિસ 3 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
179/2 (17 ઓવર)- જોશ ઈંગ્લિસ ભારત વિરુદ્ધ આક્રામક બન્યો છે. ભારત વિરુદ્ધ જોશ ઈંગ્લિસે સદી ફટકારી છે. આ 100 રન ઈંગ્લિસે માત્ર 47 બોલમાં પૂર્ણ કર્યા છે. ભારત માટે આ ઓવર અર્શદીપ સિંહે નાખી હતી. જેમાં અર્શદીપે 18 રન આપ્યા છે.
161/2(16 ઓવર)- મુકેશ કુમાર ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં ભારતને બીજી સફળતા મળી છે. સ્ટિવ સ્મિથ 52 રન કરીને આઉટ થયો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે જોશ ઈંગ્લિસ 94 રન કરીને અને માર્કસ સ્ટોઇનિસ શૂન્ય રનમાં બેટિંગ કરી રહ્યો છે.
151/1 (15 ઓવર)- ભારત માટે રવિ બિશ્નોઈ ઓવર નાખવા આવ્યો છે. આ ઓવર ખુબ મોંઘી રહી છે. રવિએ આ ઓવરમાં 3 સિક્સ સાથે 21 રન આપ્યા છે.
130/1 (14 ઓવર)- ભારત માટે પ્રસિદ્ધ કૃષ્ણા 14મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ એક સિક્સ સાથે 10 રન આપ્યા છે
120/1 (13 ઓવર)- અક્ષર પટેલ પોતાની ચોથી અને ઈનિંગની 13મી ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં અક્ષર પટેલે 1 ફોર સાથે 10 રન આપ્યા છે.
110/1 (12 ઓવર)-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T-20 મેચમાં જોશ ઈંગ્લિસ આક્રામક બન્યો છે. જોશ ઈંગ્લિશે ભારત વિરુદ્ધ પ્રથમ મેચમાં ફિફ્ટી ફટકારી છે. જોશ ઈંગ્લિસે પોતાની આ ફિફ્ટી 29 બોલમાં પૂર્ણ કરી છે. ભારત માટે આ ઓવર રવિ બિશ્નોઈએ નાખી છે. જેમાં રવિ બિશ્નોઈએ 18 રન આપ્યા છે.
92/1 (11 ઓવર)- અક્ષર પટેલે ઈનિંગની 11મી ઓવર નાખી છે. આ ઓવરમાં અક્ષરે 1 ફોર સાથે 9 રન આપ્યા છે.
83/1 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T-20 મેચની પ્રથમ ઈનિંગની 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટના નુકસાને 83 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર મેથ્યૂ શોર્ટ 11 બોલમાં 13 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથ 24 બોલમાં 24 રન કરીને અને જોશ ઈંગ્લિસ 25 બોલમાં 44 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, રવિ બિશ્નોઈએ 2 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત અર્શદીપ સિંહે 2 ઓવરમાં 7, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 ઓવરમાં 32, અક્ષર પટેલે 2 ઓવરમાં 13 અને મુકેશ કુમારે 2 ઓવરમાં 14 રન આપ્યા છે.
75/1 (9 ઓવર)- રવિ બિશ્નોઈ ભારત માટે ઓવર નાખવા આવ્યો છે. આ ઓવરમાં રવિ બિશ્નોઈએ 1 સિક્સ સાથે 10 રન આપ્યા છે.
65/1 (8 ઓવર)- પ્રસિદ્ધ કૃષ્ણા ભારત માટે બોલિંગ કરવા આવ્યો છે. આ ઓવર ખુબ મોંઘી સાબિત થઈ છે. આ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 ફોર અને 1 સિક્સ સાથે 19 રન આપ્યા છે.
46/1 (7 ઓવર)- મુકેશ કુમારે પોતાની પ્રથમ અને ઈનિંગની 7મી ઓવર નાખી છે. આ ઓવરમાં મુકેશ કુમારે 6 રન આપ્યા છે.
40/1 (6 ઓવર)- અક્ષર પટેલે પોતાની બીજી ઓવર નાખી છે. આ ઓવરમાં અક્ષરે 1 ફોર સાથે 5 રન આપ્યા છે.
35/1 (5 ઓવર)- રવિ બિશ્નોઈએ પોતાની પ્રથમ ઓવરમાં જ પ્રથમ સફળતા અપાવી છે. રવિ બિશ્નોઈએ 11 બોલમાં 13 રન કરનારા મેથ્યૂ શોર્ટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે જોશ ઈંગ્લિસ 1 બોલમાં 4 રન કરીને અને સ્ટિવ સ્મિથ 17 બોલમાં 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
30/0 (4 ઓવર)- અક્ષર પટેલે પોતાની પ્રથમ અને ઈનિંગની ચોથી ઓવર નાખી છે. આ ઓવરમાં અક્ષર પટેલ થોડો મોંઘો સાબિત થયો છે. મેથ્યૂ શોર્ટે અક્ષરની આ ઓવરમાં 2 ફોર ફટકારી છે.
22/0 (3 ઓવર)- અર્શદીપ સિંહે પોતાની બીજી ઓવર નાખી છે. જેમાં અર્શદીપે માત્ર 2 રન આપ્યા છે. અત્યારે સ્ટિવ સ્મિથ 14 બોલમાં 15 રન કરીને અને મેથ્યૂ શોર્ટ 4 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
20/0 (2 ઓવર)- પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાની પ્રથમ અને ઈનિંગની બીજી ઓવર નાખી છે. આ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા થોડો મોંઘો સાબિત થયો છે. કૃષ્ણાની આ ઓવરમાં સ્ટિવ સ્મિથે 2 ફોર અને મેથ્યૂ શોર્ટે 1 ફોર ફટકારી છે. આ 3 ફોર સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ 13 રન આપ્યા છે.
7/0 (1 ઓવર)- ભારત માટે પ્રથમ ઓવર અર્શદીપ સિંહે નાખી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા માટે મેથ્યૂ શોર્ટ અને સ્ટિવ સ્મિથે ઓપનિંગ કર્યું છે. અર્શદીપે પોતાની આ ઓવરમાં 1 ફોર સાથે 6 રન આપ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T-20 સીરિઝની પ્રથમ મેચ શરૂ થઈ છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ઓસ્ટ્રેલિયાના ઓપનર સ્ટિવ સ્મિથ અને મેથ્યુ શોર્ટ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 T-20 મેચની સીરિઝની પ્રથમ મેચ રમવામાં આવશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉક્ટર વાય.એસ રાજશેખરા રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ભારતે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, બંને ટીમ છેલ્લે વનડે વર્લ્ડકપ 2023ના ફાઈનલમાં આમને-સામને સામે આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની 6 વિકેટે જીત થઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર 23 નવેમ્બરથી 5 T20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. તો ચાલો જાણીએ કે મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ વિશે...
સૂર્યા કરશે ટીમનું નૈતૃત્વ
આ સીરિઝમાં ભારતનું નૈતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે ડાબોડી વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડ ઓસ્ટ્રેલિયાનું નૈતૃત્વ કરશે. સીરિઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ મેચો માટે ભારતીય ટીમમાં એવા માત્ર બે ખેલાડી હશે જે વર્લ્ડકપ 2023નો ભાગ હતા, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે. જો કે પ્રસિદ્ધ કૃષ્ણા વર્લ્ડકપની કોઈ મેચ રમી શક્યો નથી. શ્રેયસ અય્યર સીરિઝની છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે.
પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમમાં રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમની પિચ સંતુલિત સપાટી છે, જ્યાં બેટ્સમેન અને બોલરો બંને માટે વધારે મુશ્કેલી નથી. આ સાથે પેસર અને સ્પિનર્સ બંનેને પિચ પર મદદ મળે છે. જો કે, અહીં રનનો પીછો કરવો વધુ સારું છે. કારણ કે, રન ચેઝ કરનારી ટીમે 67 ટકા મેચ જીતી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા હેડ ટૂ હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી કુલ 26 T-20 મેચ રમવામાં આવી છે. જેમાંથી ભારતની 15 અને ઓસ્ટ્રેલિયાની 10 મેચમાં જીત થઈ છે. સાથે ભારતીય ટીમની 10 મેચમાં હાર થઈ છે અને ઓસ્ટ્રેલિયન ટીમની 15 મેચમાં હાર થઈ છે.
બંને દેશોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત- ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), તિલક વર્મા, રિંકૂ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા
ઓસ્ટ્રેલિયા- સ્ટિવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મેથ્યૂ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા










