• ભારતે ગુમાવ્યો વર્લ્ડકપ 2023
  • આખી ટૂર્નામેન્ટમાં અજેય રહેનારી ટીમ ફાઈનલમાં હારી
  • ઓસ્ટ્રેલિયા બન્યું નવું વર્લ્ડ ચેમ્પિયન

વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમની શર્મનાક હાર થઈ છે. ટૂર્નામેન્ટમાં સળંગ 10 જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવનારી ભારતીય ટીમની ફાઈનલ મેચમાં 6 વિકેટે હાર થઈ છે. આ સાથે જ કરોડો ભારતીય ફેન્સનું વર્લ્ડકપ ખિતાબનું સપનું પણ તૂડ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો છે. 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનું પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે 3 બોલમાં 7, મિચેલ માર્શે 15 બોલમાં 15 અને સ્ટિવ સ્મિથે 9 બોલમાં 4 રન અને ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા છે. આ ઉપરાંત માર્નસ લાબુશેને 110 બોલમાં અણનમ 58 રન અને ગ્લેન મેક્સવેલે 1 બોલમાં અણનમ 2 રન બનાવ્યા છે.

ભારતના બોલરનું પ્રદર્શન

જસપ્રીત બુમરાહે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 7 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 43 અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 56 રન આપ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ

225/3 (40 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 33 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. સાથે જ મેચ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં ગઈ છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 114 બોલમાં 128 રન કરીને અને માર્નસ લાબુશેન 99 બોલમાં 53 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 8 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 43, કુલદીપ યાદવે 10 ઓવરમાં 56 અને મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 30 રન આપ્યા છે.

192/3 (35 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 99 બોલમાં 107 રન કરીને અને માર્નસ લાબુશેન 84 બોલમાં 41 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 43, કુલદીપ યાદવે 8 ઓવરમાં 43 અને મોહમ્મદ સિરાઝે 3 ઓવરમાં 16 રન આપ્યા છે.

167/3 (30 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 23 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 82 બોલમાં 86 રન કરીને અને માર્નસ લાબુશેન 71 બોલમાં 37 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ, મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરમાં 31, કુલદીપ યાદવે 6 ઓવરમાં 30 અને મોહમ્મદ સિરાઝે 3 ઓવરમાં 16 રન આપ્યા છે.

135/3 (25 ઓવર)-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના 135 નુકસાને રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 3 બોલમાં 7 રન કરીને, મિચેલ માર્શ 15 બોલમાં 15 રન કરીને અને સ્ટિવ સ્મિથ 9 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 71 બોલમાં 65 રન કરીને અને માર્નસ લાબુશેન 52 બોલમાં 27 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 38 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 5 ઓવરમાં 24, કુલદીપ યાદવે 6 ઓવરમાં 30 અને મોહમ્મદ સિરાઝે 3 ઓવરમાં 16 રન આપ્યા છે.

104/3 (20 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને આક્રામકતાથી બેટિંગ કરવી શરૂ કરી છે, બીજી તરફ ભારતના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 13 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 54 બોલમાં 44 રન કરીને અને માર્નસ લાબુશેન 39 બોલમાં 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 11, કુલદીપ યાદવે 5 ઓવરમાં 23 અને મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 10 રન આપ્યા છે.

78/3 (15 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને માત્ર 18 રન બનાવ્યા છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 38 બોલમાં 27 રન કરીને અને માર્નસ લાબુશેન 25 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 11 રન અને કુલદીપ યાદવે 2 ઓવરમાં 7 રન આપ્યા છે.

60/3 (10 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં 10 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 3 બોલમાં 7 રન કરીને, મિચેલ માર્શ 15 બોલમાં 15 રન કરીને અને સ્ટિવ સ્મિથ 9 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 26 બોલમાં 19 રન કરીને અને માર્નસ લાબુશેન 7 બોલમાં 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ શમીએ 5 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ લીધી છે.

41/2 (5 ઓવર)- મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે ભારતને સફળતા અપાવી છે. શમીએ 3 બોલમાં 7 રન કરનારા ડેવિડ વોર્નરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે, જ્યારે બુમરાહે 15 બોલમાં 15 રન કરનારા મિચેલ માર્શને આઉટ કર્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ 9 બોલમાં 8 રન કરીને અને સ્ટિવ સ્મિથ 3 બોલમાં 0 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 2 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ અને જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ લીધી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ બેટિંગ કરવા માટેે ક્રીઝ પર આવ્યા છે. બીજી તરફ ભારત માટે જસપ્રીત બુમરાહ પ્રથમ ઓવર નાખવા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ઓસ્ચ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આલેલી ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, ભારતીય બોલર્સ ઓસ્ટ્રેલિયાને કેટલા રને અટકાવશે.

ભારતની ઈનિંગ

240/10 (50 ઓવર)-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમમાં રોહિત શર્માએ 31 બોલમાં 47, શુભમન ગિલે 7 બોલમાં 4, વિરાટ કોહલીએ 63 બોલમાં 54, શ્રેયસ અય્યરે 3 બોલમાં 4, કેએલ રાહુલે 107 બોલમાં 66, રવિન્દ્ર જાડેજાએ 22 બોલમાં 9, મોહમ્મદ શમીએ 10 બોલમાં 6, બુમરાહે 3 બોલમાં 1, સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 18, કુલદીપ યાદવે 18 બોલમાં 10 રન અને મોહમ્મદ સિરાઝે 8 બોલમાં 9 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 10 ઓવરમાં 55 રન આપીને 3 વિકેટ, એડમ ઝામ્પાએ 10 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ, જોશ હેઝલવુડે 10 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ, ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ, પેટ કમિન્સે 10 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા છે. 

215/8 (45 ઓવર)- ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 107 બોલમાં 66 રન કરીને અને મોહમ્મદ શમી 10 બોલમાં 6 રન કરીને અને જસપ્રીત બુમરાહ 3 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 14 રન કરીને અને કુલદીપ યાદવ 1 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, પેટ કમિન્સે 8 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ, મિચેલ સ્ટાર્કે 9 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ, ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ, જોશ હેઝલવુડે 8 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ અને એડમ ઝામ્પાએ 10 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા છે. 

197/5 (40 ઓવર)- ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 22 બોલમાં 9 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેએલ રાહુલ 102 બોલમાં 64 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 12 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, પેટ કમિન્સે 7 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 6 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ અને જોશ હેઝલવુડે 8 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 39, મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા છે. 

173/4 (35 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 7 ઓવરમાં ઓસ્ટ્રેલિયા એક પણ વિકેટ લઈ શક્યું નથી. અત્યારે ભારત માટે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 86 બોલમાં 50 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 20 બોલમાં 9 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, પેટ કમિન્સે 6 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ, મિચેલ સ્ટાર્કે 7 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 5 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ અને જોશ હેઝલવુડે 6 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 7 ઓવરમાં 29, મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા છે. 

152/4 (30 ઓવર)- ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 63 બોલમાં 54 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 71 બોલમાં 39 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 5 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, પેટ કમિન્સે 6 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ, મિચેલ સ્ટાર્કે 5 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ અને ગ્લેન મેક્સવેલે 5 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 5 ઓવરમાં 35, એડમ ઝામ્પાએ 6 ઓવરમાં 25, મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 1 ઓવરમાં 2 રન આપ્યા છે. 

131/3 (25 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 3 વિરેટના નુકસાને 131 રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 31 બોલમાં 47 રન કરીને, શુભમન ગિલ 7 બોલમાં 4 રન કરીને અને શ્રેયસ અય્યર 3 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 55 બોલમાં 49 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 54 બોલમં 25 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 5 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ અને પેટ કમિન્સે 5 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 5 ઓવરમાં 35, એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 14, મિચેલ માર્શે 2 ઓવરમાં 5 અને ટ્રેવિસ હેડે 1 ઓવરમાં 2 રન આપ્યા છે. 

115/3 (20 ઓવર)- વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 42 બોલમાં 39 રન કરીને અને કેએલ રાહુલ 37 બોલમાં 19 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેવ સ્ટાર્કે 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ અને પેટ કમિન્સે 5 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 4 ઓવરમાં 31, એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 14 અને મિચેલ માર્શે 1 ઓવરમાં 2 રન આપ્યા છે.

97/3 (15 ઓવર)- ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર 3 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 31 બોલમાં 32 રન કરીને અને કેએલ રાહુલ 18 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ, ગ્લેન મેક્સવેલે 2 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ અને પેટ કમિન્સે 4 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત એડમ ઝામ્પાએ 2 ઓવરમાં 10 અને જોશ હેઝલવુડે 3 ઓવરમાં 25 રન આપ્યા છે.

380/2 (10 ઓવર)- વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતના બંને ઓપનર આઉટ થયા છે. 10 ઓવર બાદ શુભમન ગિલપ 7 બોલમાં 4 રન કરીને અને રોહિત શર્મા 31 બોલમાં 47 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી વિરાટ કોહલી 20 બોલમાં 23 રન કરીને અને શ્રેયસ અય્યર 2 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ અને ગ્લેન મેક્સવેલે 2 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત આ ઉપરાંત જોશ હેઝલવુ઼ડે 3 ઓવરમાં 25 અને પેટ કમિન્સે 1 ઓવરમાં 4 રન આપ્યા છે.

37/1 (5 ઓવર)- ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ 7 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 20 બોલમાં 31 રન કરીને અને વિરાટ કોહલી 3 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, મિચેલ સ્ટાર્કે 3 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત જોશ હેઝલવુડે 2 ઓવરમાં 22 રન આપ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેત શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટમ પેટ કમિન્સે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડકપની બીજી ફાઈનલ મેચ રમવામાં આવશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ છેલ્લે 2011માં વર્લ્ડકપનો ખિતાબ જીતી હતી. જેથી આજે ટીમ ખિતાબ પોતાના નામે કરવા મેદાને ઉતરશે.

ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ 9મી વખત હશે જ્યારે ભારતીય ટીમ ICC નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો બે વખત ટાઇટલ મેચ રમી છે અને ઓસ્ટ્રેલિયાએ બંનેમાં જીત મેળવી છે.

ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવા માટે તૈયાર છે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો જોરદાર લયમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ સતત બે પરાજય સાથે શરૂઆત કરી હતી પરંતુ ત્યારપછી તમામ 8 મેચ જીતી છે. ભારત ટૂર્નામેન્ટની એકમાત્ર અજેય ટીમ છે. આ કારણથી ફાઈનલ આકરી થવાની ધારણા છે.

નોકઆઉટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણી યાદગાર ક્રિકેટ મેચો રહી છે. પછી તે 1992ની વર્લ્ડકપની મેચ હોય કે 2008ની સીવી સીરિઝ. એકંદરે, ઓસ્ટ્રેલિયા વનડે અને ટેસ્ટમાં ભારત પર ટોચનું સ્થાન ધરાવે છે. ટી20માં ભારતીય ટીમ આગળ છે. પરંતુ આઈસીસી ઈવેન્ટની નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે.

ભારત 2 ફાઈનલ હારી ચૂક્યું

ભારતે સેમીફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે, પરંતુ એક પણ વખત ભારતને હરાવી શક્યું નથી. ટીમ 2003માં હારી ગઈ હતી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાએ ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ જીત મેળવી હતી. હવે ફરી એકવાર બંને ટીમો ફાઇનલમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા જ્યાં જીતની હેટ્રિક ફટકારવા માંગે છે, ત્યારે ટીમ ઈન્ડિયા તેમને પ્રથમ વખત ICC ઈવેન્ટની ફાઇનલમાં હરાવવા ઈચ્છે છે.


બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ

ઓસ્ટ્રેલિયા- ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ(કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

  • Follow us on: