તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. જે ટીમ ઈન્ડિયાએ 2-0થી જીતી હતી. જે બાદ હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. જ્યાં એક તરફ રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો, તો હવે સૂર્યકુમાર યાદવ T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા બદલાયેલી જોવા જઈ રહી છે. કારણ કે ટેસ્ટ સિરીઝમાં રમનાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આ સિરીઝમાંથી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પણ આરામ આપવામાં આવ્યો છે.
આ ખેલાડીઓ કરી શકે છે ઓપનિંગ
BCCIએ પહેલા જ T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સાથેની પ્રથમ T20 મેચમાં અભિષેક શર્મા અને સંજુ સેમસન ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. કેપ્ટન સૂર્યકુમાર નંબર-3 પર અને હાર્દિક પંડ્યા નંબર-4 પર બેટિંગ કરતા જોવા મળી શકે છે.
આ 2 ખેલાડીઓને લઈને સમસ્યા
પ્લેઈંગ ઈલેવનમાં એક સ્પિન અને એક ફાસ્ટ બોલરને લઈને દ્વિધા છે. રવિ બિશ્નોઈ સ્પિન બોલર તરીકે રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તીને બીજા સ્પિનર તરીકે તક મળી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલરોમાં હર્ષિત રાણા અને મયંક યાદવમાંથી એકનો સમાવેશ થઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11
અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર/વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મયંક યાદવ, અર્શદીપ સિંહ.
T20 સિરીઝનું શેડ્યૂલ
- પ્રથમ T20 મેચ- 6 ઓક્ટોબર
- બીજી T20 મેચ- 9 ઓક્ટોબર
- ત્રીજી T20 મેચ- 12 ઓક્ટોબર