ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચનો આજે પ્રથમ દિવસ છે. આ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા એક મહિનાથી વધુના વિરામ બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી રહી છે. ટેસ્ટ ટીમની કમાન ફરી એકવાર રોહિત શર્માના હાથમાં છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. આવી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હળવાશથી લેવા માંગતી નથી.

  • Follow us on: