ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન પર 339 રન બનાવી લીધા હતા. પહેલા દિવસે બંને વચ્ચે 195 રનની ભાગીદારીએ ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. અશ્વિન 102 રન અને રવિન્દ્ર જાડેજા 86 રન બનાવીને અણનમ છે. બંને ખેલાડીઓ બીજા દિવસે પણ પોતાની લય જાળવી રાખવા ઈચ્છશે. રમતના પહેલા દિવસે અશ્વિનની સદી બાદ જાડેજાની નજર બીજા દિવસે પણ સદી પર રહેશે.



  • Follow us on: