ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 127 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 86 રને હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની T20 સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી રિંકુ સિંહે ધૂમ મચાવી હતી. નીતીશે 74 રનની અડધી સદી અને રિંકુએ 53 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. ત્યારપછી ભારતે બોલિંગમાં પણ પોતાની તાકાત દેખાડી અને મહેમાન ટીમને માત્ર 135 રન પર જ રોકી દીધી. ઘરઆંગણે ભારતની આ સતત 7મી સિરીઝ જીત છે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









