પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ માટે તૈયાર છે. ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવ્યું હતું. ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બનેલો આર અશ્વિન હવે કાનપુર ટેસ્ટમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચમાં આર.અશ્વિનના નામે ઘણા રેકોર્ડ બન્યા હતા. જે બાદ હવે અશ્વિન કાનપુર ટેસ્ટમાં ત્રણ મોટા રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય બનાવી રહ્યો છે, જેને તે પોતાના નામે કરી શકે છે.


ચામિંડા વાસને છોડી શકે છે પાછળ

આર અશ્વિને ચેન્નાઈ ટેસ્ટમાં 6 વિકેટ પોતાના નામે કરી હતી. જે બાદ અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 750 વિકેટ પૂરી કરી હતી. હવે અશ્વિન આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર ચામિંડા વાસને પાછળ છોડી શકે છે. વાસ્તવમાં ચામિંડા વાસના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 761 વિકેટ હતી. અશ્વિન તેનાથી 11 વિકેટ પાછળ છે. જ્યારે અશ્વિન 12 વિકેટ લઈને આ રેકોર્ડ તોડી શકે છે.

7મો સૌથી સફળ બોલર બનવાની તક

કાનપુર ટેસ્ટમાં અશ્વિન પાસે ટેસ્ટ ક્રિકેટમાં સાતમો સૌથી સફળ બોલર બનવાની તક હશે. હાલમાં ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ સ્પિન બોલર 530 વિકેટ સાથે સાતમા સ્થાને છે. અશ્વિન પાસે હાલમાં 522 વિકેટ છે. અશ્વિનને 9 વિકેટની જરૂર છે.

WTC માં સૌથી વધુ વિકેટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આર અશ્વિને 2019થી અત્યાર સુધી 36 મેચમાં 180 વિકેટ લીધી છે. જે WTCનો બીજો સફળ બોલર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના નાથન લિયોન આ યાદીમાં પહેલા સ્થાન પર છે, જેમણે 43 મેચમાં 187 વિકેટ પોતાના નામે કરી છે. હવે અશ્વિન 8 વિકેટ લઈને આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.


  • Follow us on: