• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમીફાઈનલ મેચ
  • નેપાળને હરાવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી
  • બાંગ્લાદેશે મલેશિયાને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી

ભારતની ઇનિંગ

ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતીય ટીમ તરફથી તિલક વર્માએ અણનમ 55 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન બનાવ્યા હતા. સાઈ કિશોરે 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી. હવે ભારતીય ટીમ શનિવારે ફાઇનલ મેચ રમશે.

તિલક વર્માએ તોફાની અડધી સદી ફટકારી હતી

તિલક વર્માએ તોફાની બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. 26 બોલનો સામનો કરીને તેણે 6 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તિલક 55 રન બનાવીને અણનમ રહ્યો હતો.

બાંગ્લાદેશની ઇનિંગ

ભારત અને બાંગ્લાદેશ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટની પ્રથમ સેમીફાઈનલ મેચમાં બાંગ્લાદેશ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. બાંગ્લાદેશે સેમીફાઈનલમાં ભારતને જીતવા માટે 97 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, તિલક વર્મા, રવિ બિશ્નોઈ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી ઝાકિર અલીએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. તેણે 29 બોલનો સામનો કર્યો અને એક સિકસ ફટકારી હતી. પરવેઝે 32 બોલમાં 23 રન બનાવ્યા હતા.

ભારતે ટોસ જીત્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ટોસ થયો છે. આ ટોસ ભારતે જીત્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડ સ્ટેડિયમમાં રમવામાં આવશે.

આજે એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટની પ્રથમ સેમીફાઈનલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે. રૂતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

પિચ રિપોર્ટ

હાંગઝોઉની પીચ સામાન્ય રીતે બેટ્સમેન માટે સ્વર્ગ સમાન હોય છે. આ મેદાન પર નેપાળે મંગોલિયા સામે 20 ઓવરમાં 314 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ મેદાન પર 9 બોલમાં ફિફ્ટી અને 34 બોલમાં સદી ફટકારવામાં આવી હતી. આ મોદાનમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે નેપાળ સામેની ક્વાર્ટર ફાઇનલમાં 49 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયન ગેમ્સ મેન્સ ક્રિકેટની સેમીફાઈનલ મેચ હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 6 ઓક્ટોબરે સવારે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. તમે તેનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર ફ્રીમાં જોઈ શકો છો.

બંન્ને દેશની પ્લેઇ્ંગ ઇલેવન

ભારતની ટીમ: રુતુરાજ ગાયકવાડ (c), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, જીતેશ શર્મા (wk), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, અર્શદીપ સિંહ

બાંગ્લાદેશની ટીમ: પરવેઝ હુસેન ઈમોન, મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, સૈફ હસન (c), અફીફ હુસૈન, શહાદત હુસૈન, જેકર અલી (wk), રકીબુલ હસન, હસન મુરાદ, મૃત્યુંજય ચૌધરી, રિપન મંડોલ

  • Follow us on: