- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની 17મી મેચ
- ભારતે વર્લ્ડકપમાં લગાવી જીતની હેટ્રીક
- બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું
વર્લ્ડકપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી.. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી હતી. જેમાં ભારતે પોતાની ત્રણેય મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની 17મી મેચમાં ભારતીય ટીમની 7 વિકેટ જીત થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બાંગ્લાદેશે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 256 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આ ટાર્ગેટ 3 વિકેટના નુકસાને 41.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો છે. ભારત માટે વિરાટ કોહલીએ 97 બોલમાં અણનમ 103 રન બનાવ્યા છે.
ભારતની ઈનિંગ
249/3 (40 ઓવર)- બાંગ્લાદેશના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 10 ઓવરમાં ભારતના એક પણ ખેલાડીએ વિકેટ ગુમાવી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 88 બોલ પર 92 રન કરીને અને કેએલ રાહુલ 34 બોલ પર 34 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 8 ઓવરમાં 54 રન, મુસ્તાફિઝુર રહેમાને 5 ઓવરમાં 29 રન અને નસુમ અહમદે 9 ઓવરમાં 54 રન આપ્યા છે. આ ઉપરાંત હસન મહમુદે 7 ઓવરમાં 59 રન આપીને 1 વિકેટ અને મહેદી હસન મિરાજે 10 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ મોહમુદુલ્લાહે 1 ઓવરમાં 6 રન આપ્યા છે.
206/3 (35 ઓવર)- બાંગ્લાદેશના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં ભારતના એક પણ ખેલાડીએ વિકેટ ગુમાવી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 69 બોલ પર 66 રન કરીને અને કેએલ રાહુલ 23 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 7 ઓવરમાં 40 રન, મુસ્તાફિઝુર રહેમાને 5 ઓવરમાં 29 રન અને નસુમ અહમદે 8 ઓવરમાં 43 રન આપ્યા છે. આ ઉપરાંત હસન મહમુદે 6 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ અને મહેદી હસન મિરાજે 8 ઓવરમાં 38 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ મોહમુદુલ્લાહે 1 ઓવરમાં 6 રન આપ્યા છે.
184/3 (30 ઓવર)- ભારતને સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર 25 બોલમાં 19 રન કરીને આઉટ થયો છે. અત્યારે વિરાટ કોહલી 58 બોલ પર 57 રન કરીને અને કેએલ રાહુલ 4 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 6 ઓવરમાં 35 રન, મુસ્તાફિઝુર રહેમાને 5 ઓવરમાં 29 રન અને નસુમ અહમદે 7 ઓવરમાં 39 રન આપ્યા છે. આ ઉપરાંત હસન મહમુદે 6 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ અને મહેદી હસન મિરાજે 6 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી છે.
161/2 (25 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપની 17મી મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 2 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 40 બોલમાં 48 રન કરીને અને શુભમન ગિલ 55 બોલમાં 53 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 42 બોલમાં 42 રન કરીને અને શ્રેયસ અય્યર 15 બોલમાં 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 6 ઓવરમાં 35 રન, મુસ્તાફિઝુર રહેમાને 4 ઓવરમાં 25 રન અને નસુમ અહમદે 6 ઓવરમાં 36 રન આપ્યા છે. આ ઉપરાંત હસન મહમુદે 5 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ અને મહેદી હસન મિરાજે 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી છે.
142/2 (20 ઓવર)- ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. 53 બોલમાં 50 રન કરનારો શુભમન ગિલ આઉટ થયો છે. હવે ભારત માટે વિરાટ કોહલી 25 બોલ પર 34 રન કરીને અને શ્રેયસ અય્યર 2 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 4 ઓવરમાં 30 રન, મુસ્તાફિઝુર રહેમાને 4 ઓવરમાં 25 રન અને નસુમ અહમદે 6 ઓવરમાં 36 રન આપ્યા છે. આ ઉપરાંત હસન મહમુદે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ અને મહેદી હસન મિરાજે 2 ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી છે.
111/1 (15 ઓવર)- ભારતને પ્રથમ ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા 40 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો છે. હવે ભારત માટે શુભમન ગિલ 41 બોલ પર 41 રન કરીને અને વિરાટ કોહલી 11 બોલ પર 20 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 3 ઓવરમાં 25 રન, મુસ્તાફિઝુર રહેમાને 3 ઓવરમાં 21 રન અને નસુમ અહમદે 5 ઓવરમાં 29 રન આપ્યા છે. આ ઉપરાંત હસન મહમુદે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી છે.
63/0 (10 ઓવર)- બાંગ્લાદેશના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 10 ઓવર બાદ પણ બાંગ્લાદેશને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે કેપ્ટન રોહિત શર્મા 33 બોલમાં 37 રન કરીને અને શુભમન ગિલ 27 બોલમાં 26 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 3 ઓવરમાં 25 રન, મુસ્તાફિઝુર રહેમાને 1 ઓવરમાં 6 રન, નસુમ અહમદે 4 ઓવરમાં 24 રન અને હસન મહમુદે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.
33/0 (5 ઓવર)- ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઓપનિંગ કર્યું છે. આ બંને ઓપનિંગ બેટ્સમેન આક્રામ બનીને બેટિંગ કરી રહ્યા છે. રોહિત શર્મા અત્યારે 18 બોલમાં 27 રન કરીને અને શુભમન ગિલ 12 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામા આવે તો, શોરીફુલ ઈસ્લામે 3 ઓવરમાં 25 રન, મુસ્તાફિઝુર રહેમાને 1 ઓવરમાં 6 અને નસુમ અહમદે 1 ઓવરમાં 2 રન આપ્યા છે.
બાંગ્લાદેશની ઈનિંગ
210/6 (45 ઓવર)-ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે ભારતને છઠ્ઠી સફળતા અપાવી છે. બુમરાહે 46 બોલમાં 38 રન કરનારા મુશફિકુર રહીમને આઉટ કર્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ 23 બોલમાં 19 રન કરીને અને નસુમ અહમદ 11 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.
189/5 (40 ઓવર)- શાર્દુલ ઠાકુરે ભારતને 5મી સફળતા અપાવી છે. શાર્દુલે 35 બોલમાં 16 રન કરનારા તૌહીદ હ્રિદોયને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે મુશફિકુર રહીમ 40 બોલ પર 34 રન કરીને અને મહમુદુલ્લાહ 10 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 6 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 21 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન અને વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન આપ્યા છે. આ સાથે શાર્દુલ ઠાકુરે 8 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ, કુલદીપ યાદવે 8 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 8 ઓવરમાં 42 રન આપીને 1 વિકેટ લીધી છે.
165/4 (35 ઓવર)- ભારતીય બોલર્સ છેલ્લી 5 ઓવરમાં એક પણ વિકેટ લઈ શક્યા નથી. બીજી તરફ બાંગ્લાદેશના બેટ્સમેન પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે તૌહીદ હ્રિદોય 28 બોલ પર 12 રન કરીને અને મુશફિકુર રહીમ 27 બોલ પર 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 5 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 16 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન, શાર્દુલ ઠાકુરે 7 ઓવરમાં 41 રન આપ્યા છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ, કુલદીપ યાદવે 8 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી છે.
143/4 (30 ઓવર) -ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ભારતને ચોથી સફળતા અપાવી છે. જાડેજાએ 82 બોલમાં 66 રન બનાવનારા લિટ્ટન દાસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે તૌહીદ હ્રિદોય 17 બોલ પર 7 રન કરીને અને મુશફિકુર રહીમ 8 બોલ પર 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 13 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન, શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 35 રન આપ્યા છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ અને કુલદીપ યાદવે 6 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી છે.
131/3 (25 ઓવર)- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25મી ઓવરમાં ભારતને ત્રીજી સફળતા મળી છે. મોહમ્મદ સિરાઝે 13 બોલમાં 3 રન કરનારા મહેદી હસન મિરાજને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે લિટ્ટન દાસ 74 બોલમાં 64 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 13 રન આપ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન, શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 30 રન આપ્યા છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 20 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 6 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 6 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ લીધી છે .
110/2 (20 ઓવર)- ભારતને બીજી સફળતા અપાવી છે. રવિન્દ્ર જાડેજાએ 17 બોલમાં 8 રન કરનારા બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે લિટ્ટન દાસ 60 બોલ પર 48 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો. જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 13 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 24 રન, હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન, શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 30 રન આપ્યા છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 2 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 5 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે.
94/1 (15 ઓવર)- ભારતને પ્રથમ સફળતા મળી છે. કુલદીપ યાદવે 43 બોલમાં 51 રન કરનારા તંજીદ હસનને આઉટ કર્યો છે. અત્યારે બાંગ્લાદેશ માટે તંજીદ હસન બોલ પર રન કરીને અને લિટ્ટન દાસ 45 બોલ પર 39 રન કરીને અને કેપ્ટન શાંતો 2 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 13 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 24 રન, હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન, શાર્દુલ ઠાકુરે 3 ઓવરમાં 28 રન આપ્યા છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 3 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.
63/0 (10 ઓવર)- બાંગ્લાદેશના ઓપનર્સે ગેમમાં વાપસી કરી છે. 10 ઓવર બાદ પણ બાંગ્લાદેશનો એક પણ ખેલાડી આઉટ થયો છે. અત્યારે બાંગ્લાદેશ માટે ઓપનર તંજીદ હસન 30 બોલ પર 40 રન કરીને અને લિટ્ટન દાસ 30 બોલ પર 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 13 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 4 ઓવરમાં 24 રન, હાર્દિક પંડ્યાએ 3 બોલમાં 8 રન, વિરાટ કોહલીએ 3 બોલમાં 2 રન અને શાર્દુલ ઠાકુરે 1 ઓવરમાં 16 રન આપ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહલી વર્લ્ડકપની 17મી મેચમાં ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે. જેથી ગેમ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. સાથે ફીઝીયો પણ ગ્રાઉન્ડ પર આવી ગયા છે. હાર્દિક પંડ્યા પોતાની પ્રથમ અને ઈનિંગમની 9મી ઓવર નાખવા આવ્યો, ત્યારે હાર્દિકને ઈજા પહોંચી છે. જેથી હાર્દિકને ગ્રાઉન્ડ બહાર લઈ જવામાં આવ્યો છે અને વિરાટ કોહલી બોલિંગ કરવા આવ્યો છે.
10/0 (5 ઓવર)- બાંગ્લાદેશના ઓપનર રન કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મેચની પ્રથમ 5 ઓવરમાં બાંગ્લાદેશે માત્ર 10 રન બનાવ્યા છે. અત્યારે બાંગ્લાદેશ માટે ઓપનર તંજીદ હસન 16 બોલ પર 9 રન કરીને અને લિટ્ટન દાસ 14 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે એક મેડન સાથે 3 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 5 રન આપ્યા છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 5 રન આપ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી વર્લ્ડકપની 17મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી બાંગ્લાદેશ માટે ઓપનિંગ કરવા માટે તંજીદ હસન અને લિટ્ટન દાસ ક્રીઝ પર આવ્યા છે, જ્યારે ભારત માટે બોલિંગ કરવા માટે જસપ્રીત બુમરાહ આવ્યો છે.
બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023ની 17મી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે બાંગ્લાદેશે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી છે. જેમાં ભારતે પોતાની ત્રણેય મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે. આ સાથે જ ભારતીય ટીમ 25 વર્ષ બાદ ઘરેલૂ જમીન પર પર બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમશે
અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું
આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 વખત અપસેટ સર્જાયા છે. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે નેધરલેન્ડે ફોર્મમાં ચાલી રહેલા સાઉથ આફ્રિકાને માત આપી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે કોઈ પણ ટીમને હળવાશથી લેશે નહીં.
ભારતનું પલડું ભારે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 40 વનડે રમાઈ છે. જેમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 8 વખત હરાવ્યું છે. આ ઉપરાંત બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયા સામે 2 સીરિઝ જીતી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી વનડે મેચ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં રમાઈ હતી. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને દેશની પ્લેઇંગ ઇલેવન-
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ.
બાંગ્લાદેશ: તંજીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહેદી હસન મિરાજ, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહમદ, હસન મહમ્મદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ










