ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી મેચ યોજાવાની રાહ જોવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોસ વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી. પરંતુ આઉટફિલ્ડ અહીં મેચ યોજવા જેવી સ્થિતિમાં ન હતું. આવી સ્થિતિમાં અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.










