• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર
  • પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું
  • ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું હતું. સ્પિનરો માટે અનુકૂળ પીચ પર ભારતીય ટીમ પોતાની જ જાળમાં ફસાઈ ગઈ. ઈંગ્લેન્ડના સ્પિનરોએ આ મેચમાં કુલ 18 વિકેટ ઝડપી હતી. બંને દાવમાં એક ભારતીય બેટ્સમેન રનઆઉટ થયો હતો. પ્રથમ દાવમાં 190 રનથી પાછળ પડ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં રોહિત શર્માએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. વિકેટકીપર કેએસ ભરતે 28 રન અને સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પણ 28 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કરનાર ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય જો રૂટ અને જેક લીચને એક-એક સફળતા મળી.

ભારતની બીજી ઈનિંગ

Day-4: ત્રીજો સેશન

આર અશ્વિન આઉટ: ભારતીય ટીમને નવમો ઝટકો લાગ્યો છે. આર અશ્વિન 28 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ જીતથી એક વિકેટ દૂર છે.

કેએસ ભરત આઉટ: ભારતીય ટીમને આઠમો ફટકો લાગ્યો છે. શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલો કેએસ ભરત 28 રન બનાવીને આઉટ થયો હતો. ભારત પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે.

અશ્વિન-ભરત વચ્ચે 50 રનની પાર્ટનરશિપ

કેએસ ભરત અને રવિચંદ્રન અશ્વિને આઠમી વિકેટ માટે 124 બોલમાં 54 રનની પાર્ટનરશિપ કરીને મેચમાં ભારતની વાપસી કરાવી છે. અશ્વિન 24 અને ભરત 28 રને રમી રહ્યા છે. હવે ભારતને જીતવા માટે વધુ 58 રન બનાવવાના છે.

શ્રેયસ ઐયર આઉટ: 231 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. શ્રેયસ ઐયર 31 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. તે જેક લીચના હાથે સ્લિપમાં કેચ આઉટ થયો હતો. ભારતે માત્ર 119 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી છે.

રવિન્દ્ર જાડેજા આઉટ: હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સંપૂર્ણ સન્નાટો છવાયો છે. છેલ્લી ઇનિંગનો હીરો બનેલો રવિન્દ્ર જાડેજા માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. તે રન આઉટ થયો હતો. આ રીતે ભારતે માત્ર 119ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. હવે ભારતે જીતવા માટે વધુ 112 રન બનાવવાના છે. શ્રેયસ અય્યર અને કેએસ ભરત ક્રિઝ પર છે.

કેએલ રાહુલ આઉટ: ટીમ ઈન્ડિયાએ પાંચમી વિકેટ માત્ર 107 રનમાં ગુમાવી દીધી છે. કેએલ રાહુલ 22 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલને જો રૂટે એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ભારતને જીતવા માટે હજુ 124 રનની જરૂર છે.

અક્ષર પટેલ આઉટ: ટીમ ઈન્ડિયાએ ટી બ્રેક પછી પહેલી જ ઓવરમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ 42 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. પટેલને ટોમ હાર્ટલીએ આઉટ કર્યો હતો. આ તેની ચોથી સફળતા છે.

Day-4 બીજા સેશનની રમત સમાપ્ત

ટી બ્રેક સુધી ભારતે 29 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. હવે તેને જીતવા માટે 136 રનની જરૂર છે. અક્ષર પટેલે 38 બોલનો સામનો કરીને અણનમ 17 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 41 બોલનો સામનો કરીને અણનમ 21 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ 3-3 ફોર ફટકારી હતી. આ બંને વચ્ચે 32 રનની ભાગીદારી થઈ હતી.

રોહિત શર્મા આઉટ: ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. રોહિત શર્મા 58 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 7 ફોર ફટકારી હતી. રોહિત ટોમ હાર્ટલીના હાથે LBW આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 63 રન બનાવી લીધા છે.

શુભમન ગિલ આઉટ: ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પણ પડી. શુભમન ગિલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેણે ટોમ હાર્ટલીના બોલને ડિફેન્સ કર્યો અને ઓલી પોપના હાથે કેચ થયો. ભારત માટે આ એક મોટી ખોટ છે. ટીમ ઈન્ડિયાએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. અત્યાર સુધી માત્ર 42 રન જ બન્યા છે.

યશસ્વી જયસ્વાલ આઉટ: ભારતની પ્રથમ વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં પડી હતી. તે 35 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વીએ 2 ફોર ફટકારી હતી. ટોમ હાર્ટલીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યો છે. રોહિત શર્મા 24 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 42 રન બનાવ્યા છે. તેને હજુ 189 રનની જરૂર છે.

ભારતની બીજી ઈનિંગ શરૂ

ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેટિંગ કરવા આવ્યા છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઓવર જો રૂટને આપી હતી. યશસ્વીએ પ્રથમ દાવમાં 80 રન બનાવ્યા હતા.રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયો હતો.

હૈદરાબાદ ટેસ્ટમાં રમતના પાંચ સેશન બાકી

હૈદરાબાદ ટેસ્ટમાં હજુ પાંચ સેશન બાકી છે. ચોથા દિવસના બે સેશન હજુ રમવાના બાકી છે. ટીમ ઈન્ડિયાને 231 રનની જરૂર છે. ભારતે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ જોરદાર બેટિંગ કરી અને ફિફટી ફટકારી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ થયો છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડ બેટિંગ પસંદ કરી છે. ઈંગ્લેન્ડ અને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો પણ સમાવેશ કર્યો છે.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ(કેપ્ટન), બેન ફોક્સ(વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેક લીચ

પિચ રિપોર્ટ

હૈદરાબાદની પિચ પર સ્પિનરોને વધુ ફાયદો થવાનો છે. જેના કારણે ઈંગ્લેન્ડ અને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પિચમાંથી થોડી મદદ મળે તેવી શક્યતા છે. બીજી તરફ હૈદરાબાદમાં પણ હવામાન સ્વચ્છ રહેવાનું છે. આવી સ્થિતિમાં દર્શકો રોમાંચક મેચ જોવાના છે. બંને ટીમ આ મેચ જીતીને સિરીઝની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છે છે.

  • Follow us on: