• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ
  • વિશાખાપટ્ટનમના વાયઝેગ સ્ટેડિયમમાં મેચ
  • ભારત તરફથી રજત પાટીદારે ટેસ્ટમાં કર્યું ડેબ્યુ

બીજી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 336 રન છે. યશસ્વી જયસ્વાલ 179 રન બનાવીને અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો. અશ્વિન પણ 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. જયસ્વાલ સિવાય ભારત તરફથી અન્ય કોઈ બેટ્સમેન ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. જોકે, રજત પાટીદારે ડેબ્યૂમાં 32 રનની ઇનિંગ રમી હતી. રેહાન અને શોએબને 2-2 વિકેટ મળી હતી. હાર્ટલી અને એન્ડરસન 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. 

ભારતની ઈનિંગ

કેએસ ભરત આઉટ: દિવસની રમતના અંત સુધીમાં ભારતની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેએસ ભરત 17 રન બનાવીને આઉટ થયો હતો. ભારતની છઠ્ઠી વિકેટ પડી છે. સ્કોર 332 રન છે. અશ્વિન બેટિંગ કરવા આવ્યો છે.

અક્ષર પટેલ આઉટ: ભારતની 5મી વિકેટ પડી છે. અક્ષર પટેલ પ્રથમ દિવસની રમત પૂરી થાય તે પહેલા જ આઉટ થઈ ગયો હતો. અક્ષર પટેલ શોએબ બશીરની બોલિંગમાં 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 302 રન છે. જયસ્વાલ 166 રન બનાવીને રમી રહ્યો છે.

જયસ્વાલના 150 રન

યશસ્વી જયસ્વાલે ફોર ફટકારીને 150 રન પૂરા કર્યા છે. જયસ્વાલ 224 બોલમાં 150 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 263 રન છે અને ચાર વિકેટ પડી ગઈ છે. અક્ષર પટેલ 5 રન બનાવીને રમી રહ્યો છે.

રજત પાટીદાર આઉટ: ભારતની ચોથી વિકેટ પડી છે. રજત પાટીદાર 32 રન બનાવીને રેહાન અહેમદના હાથે બોલ્ડ થયો હતો. અક્ષર ક્રિઝ પર આવ્યો છે. ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 249 રન છે. જયસ્વાલ 141 રન બનાવીને રમી રહ્યો છે.

Day-1: બીજો સેશન સમાપ્ત

ટીમ ઈન્ડિયાએ ટી બ્રેક સુધી 63 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 185 બોલમાં 125 રન બનાવીને અણનમ છે. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી છે. રજત પાટીદાર 25 રન બનાવીને અણનમ છે. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસન, હાર્ટલી અને બશીરે એક-એક વિકેટ લીધી છે.

શ્રેયસ ઐયર આઉટ: ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ પડી હતી. શ્રેયસ ઐયર 59 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ હાર્ટલીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમ ઈન્ડિયાએ 179 રન બનાવ્યા છે. યશસ્વી 104 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 11 ફોર અને 3 સિકસર ફટકારી છે.

યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

યશસ્વી જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી હતી. તેણે સિકસર સાથે પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વી 154 બોલનો સામનો કરીને 102 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વીએ 11 ફોર અને 3 સિકસર ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવી લીધા છે. શ્રેયસ ઐયર 22 રન બનાવીને રમી રહ્યો છે.

Day-1: પ્રથમ સેશન સમાપ્ત

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ભારતે 31 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા છે. યશસ્વી 92 બોલમાં 51 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ અય્યર 7 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 14 રનની ભાગીદારી છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને શોએબ બશીરે એક-એક વિકેટ લીધી હતી. હવે લંચ બ્રેક લેવામાં આવ્યો છે.

યશસ્વીની ફિફટી

ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી છે. તે 89 બોલમાં 6 ફોર અને એક સિકસરની મદદથી 51 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. જો રૂટના બીજા બોલ પર યશસ્વીએ સિક્સર ફટકારી હતી. આ પછી તેણે બીજા જ બોલ પર ફોર ફટકારી હતી.

શુભમન ગિલ આઉટ: ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ શુભમન ગિલના રૂપમાં પડી હતી. તે 46 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. શુભમને 5 ફોર ફટકારી હતી. જેમ્સ એન્ડરસને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 28.5 ઓવરમાં 89 રન બનાવ્યા છે.

રોહિત આઉટ: ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પડી. તે 41 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. શોએબ બશીરે રોહિતને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 17.3 ઓવરમાં 40 રન બનાવ્યા છે. હવે શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યો છે.

ભારતે 16 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 40 રન બનાવ્યા હતા. યશસ્વી 4 ફોરની મદદથી 26 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત 38 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે સારી ભાગીદારી રહી છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં 4 બોલરોનો ઉપયોગ કર્યો છે. પરંતુ કોઈ એક પણ વિકેટ લઈ શક્યું નથી.

ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ શરૂ થવા જઈ રહી છે. બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પહોંચી ગયા છે. ઈંગ્લેન્ડ માટે જેમ્સ એન્ડરસન પ્રથમ ઓવર નાખશે. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી રહ્યા છે.

ભારતે ટોસ જીત્યો

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ભારતે મોહમ્મદ સિરાજને બ્રેક આપ્યો છે. જ્યારે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. ટીમ ઈન્ડિયાએ રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. રજત ડેબ્યુ કરશે. મેચ પહેલા તેને ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી હતી. આ મેચમાં મુકેશ કુમાર અને કુલદીપ યાદવ પણ રમશે.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ.

ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન

વિશાખાપટ્ટનમની પિચનો મિજાજ

વિશાખાપટ્ટનમની પીચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ હોય છે. જોકે, સ્પિનરોને ધ્યાનમાં રાખીને ધીમી પીચ હોઈ શકે છે. શ્રેણીમાં ભારતીય ટીમ પાછળ હોવાને કારણે અહીં રેન્ક ટર્નર મળશે નહીં. બોલરોને ત્રીજા દિવસથી અહીં સ્પિનમાં મદદ મળી શકે છે. બંને ટીમોમાં સ્પિનરોની કોઈ કમી નથી.

  • Follow us on: