T20 સિરીઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા ફક્ત 145 રન જ બનાવી શકી. આ જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં વાપસી કરી છે. પરંતુ ભારત હજુ પણ 2-1થી આગળ છે. રાજકોટમાં ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 રન બનાવ્યા. જ્યારે વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે અડધી સદી ફટકારી.


  • Follow us on: