• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ
  • રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
  • ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે. રોહિત અને કંપની રાંચી ટેસ્ટ મેચ જીતીને આ સીરિઝ પર કબજો કરવા માંગશે. જયારે ઈંગ્લેન્ડ સીરિઝ જીવંત રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત તરફથી ફાસ્ટ બોલર આકાશ દીપે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં શાનદાર વાપસી કરી અને મુલાકાતી ટીમને સતત બે મેચમાં હરાવી સિરીઝમાં લીડ મેળવી હતી.

Day-1: ત્રીજો સેશન

જો રૂટની સદી

જો રૂટ ઈંગ્લેન્ડની ઈનિંગ સંભાળતા શાનદાર સદી ફટકારી છે. રૂટે 219 બોલમાં 9 ફોરની મદદથી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 279 રન છે. હાલમાં રૂટ અને રોબિન્સ ક્રિઝ પર છે.

ટોમ હાર્ટલી આઉટ: ભારતીય ટીમને સાતમી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે ટોમ હાર્ટલીને બોલ્ડ આઉટ કર્યો હતો. ટોમ હાર્ટલીએ 26 બોલમાં 13 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 245 રન છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ઓલી રોબિન્સન ક્રિઝ પર છે.

બેન ફોક્સ આઉટ: ઈંગ્લેન્ડને મોટો ફટકો પડ્યો છે. ઈંગ્લેન્ડની વધુ એક વિકેટ પડી છે. ઈંગ્લેન્ડે 225ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી છે. ફોક્સ 47 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. જો કે રૂટ 76 રન બનાવીને પણ ક્રિઝ પર છે.

ઈંગ્લેન્ડનો સ્કોર 200ને પાર

ઈંગ્લેન્ડનો સ્કોર 200ને પાર કરી ગયો. જો રૂટ અને ફોક્સ સાવધાનીપૂર્વક રમી રહ્યા છે. ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 208 રન છે. 66 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. રૂટ 74 અને ફોક્સ 31 રન બનાવીને રમી રહ્યો છે.

Day-1: બીજો સેશનની રમત સમાપ્ત

112 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડે બાજી સંભાળી છે. જો રૂટે ઇંગ્લેન્ડની ઇનિંગ્સની કમાન સંભાળી છે. ટી બ્રેક સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 198 રન છે. રૂટ 67 રન બનાવીને રમી રહ્યો છે. ફોક્સે 28 રન બનાવી રૂટને સારો સાથ આપ્યો છે. પ્રથમ દિવસનો છેલ્લું સેશન બંને ટીમો માટે ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે.

જો રૂટની ફિફ્ટી

જો રૂટે ચાર ફોરની મદદથી ફિફ્ટી ફટકારી છે. જ્યારે બેન ફોક્સ 82 બોલમાં બે ફોરની મદદથી 24 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 152 બોલમાં 64 રનની ભાગીદારી છે. ઈંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 176 રન છે.

ઈગ્લેન્ડનો સ્કોર 150 રનને પાર

112 રનમાં પાંચ વિકેટ પડી ગયા બાદ જો રૂટ અને બેન ફોક્સે ઈનિંગને સંભાળી છે. બંને વચ્ચે 39 રનની પાર્ટનરશિપ થઈ છે. જો રૂટ 41 રને અને બેન ફોક્સ 14 રને રમી રહ્યા છે. ઈંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 151 રન છે.

Day-1: પ્રથમ સેશનની રમત સમાપ્ત

લંચ સુધી ઈંગ્લેન્ડની અડધી ટીમ 112 રન પર પેવેલિયન પરત ફરી હતી. ભારત તરફથી આકાશ દીપે ત્રણ અને રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલીએ 42 બોલમાં 42 અને જોની બેયરસ્ટોએ 35 બોલમાં 38 રન બનાવ્યા હતા. બેન ડકેટ 11 રને અને ઓલી પોપ શૂન્ય રને આઉટ થયા હતા. આ રીતે ભારતીય ટીમ માટે પ્રથમ સેશન સફળ રહ્યો હતો.

જોની બેયરસ્ટો આઉટ: રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી છે. અશ્વિને તોફાની બેટિંગ કરી રહેલા જોની બેરસ્ટોને LBW આઉટ કર્યો હતો. તે 35 બોલમાં 4 ફોર અને એક સિકસની મદદથી 38 રન બનાવીને આઉટ થયો હતો. હવે કેપ્ટન બેન સ્ટોક્સ જો રૂટ સાથે ક્રિઝ પર છે.

ઈગ્લેન્ડનો સ્કોર 100 રનને પાર

ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 100 રન સુધી પહોંચી ગયો છે. બેયરસ્ટોએ લેગ સાઇડ પર અશ્વિન પર લાંબી સિક્સ ફટકારી હતી.અશ્વિન ની ઓવરમાં કુલ 11 રન આવ્યા. બેયરસ્ટો 31 બોલમાં ત્રણ ફોર અને એક સિકસની મદદથી 33 રન બનાવી રહ્યો છે. જ્યારે જો રૂટ એક ફોર સાથે 12 રન પર છે. બંને વચ્ચે 43 રનની ભાગીદારી છે.

ઝેક ક્રોલી આઉટ:પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા આકાશ દીપે ત્રીજી વિકેટ લીધી છે. આ વખતે આકાશે શાનદાર ઇનિંગ રમી રહેલા ઝેક ક્રોલીને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઇનિંગ્સની 12મી ઓવરમાં 57 રનના સ્કોર પર ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો લાગ્યો હતો. 12 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર 57/3 રન છે.

ઓલી પોપ આઉટ: ઈંગ્લેન્ડે બીજી વિકેટ ઓલી પોપના રૂપમાં ગુમાવી હતી. ઇનિંગની 10મી ઓવરના ચોથા બોલ પર આકાશ દીપે ઓલી પોપને આઉટ કર્યો, જે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. આકાશે ઓવરના બીજા બોલ પર બેન ડકેટને આઉટ કર્યો હતો.

બેન ડકેટ આઉટ: ઇંગ્લેન્ડને પહેલો ફટકો ડકેટના રૂપમાં લાગ્યો હતો, જે 11 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ દીપે તેની પ્રથમ ટેસ્ટ વિકેટ ઇનિંગની 10મી ઓવરમાં લીધી હતી.

ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટની પ્રથમ ઈનિંગ શરૂ થઈ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. તેથી ઝેક ક્રોલી અને બેન ડકેટ ઓપનિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત મોહમમ્દ સિરાજે કરી છે.

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડે આ મેચમાં બે ફેરફાર કર્યા છે. રહેન અહેમદ અને માર્ક વુડના સ્થામે શોએબ બશીર અને ઓલી રોબિન્સને સ્થાન આપ્યું છે. જ્યારે ભારત તરફથી ચોથી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યા છે. તેના સ્થાને ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં આકાશ દીપે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે.

આકાશ દીપનું ડેબ્યૂ

આકાશ દીપે ભારત માટે રાંચી ટેસ્ટ દ્વારા ડેબ્યૂ કર્યું હતું. બુમરાહની ગેરહાજરીમાં આકાશને ભારતીય ટીમમાં જગ્યા મળી હતી. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આકાશને ટેસ્ટ કેપ આપી હતી.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન

પિચ રિપોર્ટ

પાંચ વર્ષ પછી રાંચીમાં કોઈ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને કેપ્ટને જ્યારે પિચનું નિરીક્ષણ કર્યું ત્યારે પિચ પર ઘણી તિરાડો જોવા મળી હતી. આ સિવાય પિચ પણ એકદમ સૂકી દેખાઈ હતી. જે બાદ સમજી શકાય છે કે આ પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ થશે. પિચ જોયા બાદ એવું પણ જોવામાં આવ્યું છે કે જો પહેલા દિવસે જ પિચ પર આટલી તિરાડ પડી હશે તો બીજા દિવસે આ તિરાડો વધવા લાગશે અને સ્પિનરોને પિચમાંથી વધુ મદદ મળતી જોવા મળશે. આ પિચ પર સ્પિનરો ઉપરાંત ફાસ્ટ બોલરોની પણ મદદ મળી શકે છે. પિચ સૂકી છે અને તેમાં તિરાડો છે. તેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે જો ફાસ્ટ બોલરો તેમની બોલિંગને મિશ્રિણ કરશે તો તેમને પિચથી ચોક્કસ ફાયદો થશે.

  • Follow us on: