• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ
  • રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
  • ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી

એક સમયે ભારતીય ટીમે 177 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવે આઠમી વિકેટ માટે 42 રનની પાર્ટનરશિપ કરી હતી. ધ્રુવ જુરેલ 58 બોલમાં બે ફોર અને એક સિકસની મદદથી 30 રન અને કુલદીપ યાદવ 72 બોલમાં એક ફોરની મદદથી 17 રન બનાવીને રમતમાં છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે સાત વિકેટે 219 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડથી 134 રનથી પાછળ છે. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ટોમ હાર્ટલીને બે સફળતા મળી હતી.

Day-2: ત્રીજો સેશન

રવિચંદ્રન અશ્વિન આઉટ: ટીમ ઈન્ડિયાએ 177 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી છે. રવિચંદ્રન અશ્વિન એક રન બનાવીને ટોમ હાર્ટલીના બોલ પર આઉટ થયો હતો. હવે કુલદીપ યાદવ ધ્રુલ જુરેલ સાથે ક્રિઝ પર છે.

સરફરાઝ ખાન આઉટ: ટીમ ઈન્ડિયાએ 171ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી છે. સરફરાઝ ખાન 53 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ટોમ હાર્ટલીના બોલ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડથી 182 રન પાછળ છે.

યશસ્વી જયસ્વાલ આઉટ: ભારતે 161 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી છે. શોએબ બશીરે જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલ 73 રન બનાવીને આઉટ થયો હતો. બશીરની આ ચોથી વિકેટ છે. હવે ધ્રુવ જુરેલ સરફરાઝ સાથે ક્રિઝ પર છે.

Day-2: બીજો સેશનની રમત સમાપ્ત

ટી-બ્રેક. ટીમ ઈન્ડિયાએ 38 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. યશસ્વી 96 બોલમાં 54 રન બનાવીને અણનમ છે. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી છે. સરફરાઝ ખાન 1 રન બનાવીને અણનમ છે. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી છે. જેમ્સ એન્ડરસનને એક સફળતા મળી છે.

રવિન્દ્ર જાડેજા આઉટ: ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી હતી. શોએબ બશીર રવિન્દ્ર જાડેજાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જાડેજા 12 બોલમાં માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. હવે સરફરાઝ ખાન ભારત તરફથી બેટિંગ કરવા આવ્યો છે. ટીમે 37 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા છે.

રજત પાટીદાર આઉટ: શોએબ બશીરે બીજી વિકેટ ઝડપી છે. આ વખતે રજત પાટીદાર. પાટીદાર 42 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર ફટકારી હતી. બશીર દ્વારા પાટીદારને LBW આઉટ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો છે.

યશસ્વી જયસ્વાલે ફટકારી ફિફ્ટી

યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે 89 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી છે. રજત પાટીદાર 3 ફોરની મદદથી 12 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 32 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા છે.

શુભમન ગિલ આઉટ: શુભમન ગિલ LBW આઉટ થયો હતો. તે સારી ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ગિલે 65 બોલનો સામનો કરીને 38 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર ફટકારી હતી. શોએબ બશીરે ગીલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. યશસ્વી 43 રન બનાવીને પણ ક્રિઝ પર છે. ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા.

ગિલ-જયસ્વાલ વચ્ચે મજબૂત પાર્ટનરશિપ

ટીમ ઈન્ડિયાનો સ્કોર 50 રનને પાર થઈ ગયો છે. ભારતે 18 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે. આ સાથે યશસ્વી અને શુભમન વચ્ચેની ફિફટીની પાર્ટનરશિપ પૂર્ણ થઈ હતી. શુભમન 47 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. યશસ્વી 5 ફોરની મદદથી 34 રન બનાવીને રમી રહ્યો છે.

Day-2:પ્રથમ સેશનની રમત સમાપ્ત

લંચ બ્રેક સુધી ભારતે 10 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 38 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 5 ફોર ફટકારી છે. શુભમન ગિલ 14 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને એક વિકેટ લીધી હતી.

રોહિત શર્મા આઉટ: ભારતની ઈનિંગની શરૂઆતમાં જ પ્રથમ ઝટકો લાગ્યો છે. જેમ્સ એન્ડરસને રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. કેપ્ટન માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં ભારત માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે.

ભારતની પ્રથમ ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રાંચીમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 353 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જેમ્સ એન્ડસને કરી છે.

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ સમાપ્ત

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 353 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માટે જો રૂટે અણનમ સદી ફટકારી હતી. તેણે 122 રનની ઇનિંગ રમી હતી. રૂટે 274 બોલનો સામનો કર્યો અને 10 ફોર ફટકારી હતી. રોબિન્સન 58 રન બનાવીને આઉટ થયો હતો. બેન ફોક્સે 47 રનનું યોગદાન આપ્યું હતું. હવે ભારતીય ટીમ પ્રથમ દાવ માટે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાએ 32.5 ઓવરમાં 67 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આકાશ દીપને 3 વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિનને એક સફળતા મળી હતી.

શોએબ બશીર આઉટ: રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડને એક ઓવરમાં  બે ઝટકા આપ્યા છે.ઓવરના પ્રથમ બોલ પર ઓલી રોબિન્સને્ પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ ચોથા બોલ પર શોએબ બશીરને પોતાનો શિકાર બનાવ્યો હતો. શોએબ બશીર ડકનો શિકાર થયો હતો. ઈંગ્લેન્ડે 102.4 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. હવે જેમ્સ એન્ડરસન બેટિંગ કરવા આવ્યો છે. રૂટ 120 રન બનાવીને રમી રહ્યો છે.

ઓલી રોબિન્સન આઉટ: રવિન્દ્ર જાડેજાએ ભારતને મોટી સફળતા અપાવી છે. ઓલી રોબિન્સનને પોતાની જાળમાં ફસાવીને ઈંગ્લેન્ડની મજબૂત પાર્ટનરશિપને તોડી છે, ઈંગ્લેન્ડ માટે શાનદાર ઈનિંગ રમતા રોબિન્સન 96 બોલમાં 9 ફોર અને 1 સિકસની મદદથી 58 રન બનાવીને આઉટ થયા હતા.

રોબિન્સ અને રૂટ વચ્ચે 100+ની પાર્ટનરશિપ

ઈંગ્લેન્ડ માટે જો રૂટ અને ઓલી રોબિન્સન વચ્ચેની સદીની પાર્ટનરશિપ પૂરી થઈ છે. બંનેએ 101 રનની પાર્ટનરશિપ કરી છે. રૂટ 118 રને અને રોબિન્સન 58 રને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડે 100 ઓવર પછી 7 વિકેટ ગુમાવીને 346 રન બનાવ્યા હતા.

આ સિરીઝમાં ઈંગ્લેન્ડ માટે 100+ પાર્ટનરશિપ

  • 113 રૂટ - ફોક્સ રાંચી (6ઠ્ઠી વિકેટ)
  • 112 પોપ - ફોક્સ હૈદરાબાદ (6ઠ્ઠી વિકેટ)
  • 101* રૂટ - રોબિન્સન રાંચી (8મી વિકેટ)

રોબિન્સને ફિફ્ટી ફટકારી

ઓલી રોબિન્સને ઈંગ્લેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ફિફ્ટી ફટકારી હતી. તેણે 81 બોલનો સામનો કર્યો અને 53 રન બનાવ્યા. રોબિન્સને 9 ફોર અને 1 સિક્સ ફટકારી છે. જો રૂટ અને રોબિન્સન વચ્ચે મજબૂત પાર્ટનરશિપ થઈ છે.

બીજા દિવસની રમત શરૂ

બીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. જો રૂટ અને ઓલી રોબિન્સન બેટિંગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ આજની પ્રથમ ઓવર મોહમ્મદ સિરાજને સોંપી છે. રૂટ અને રોબિન્સન વચ્ચે 61 રનની પાર્ટનરશિપ થઈ છે.

પ્રથમ દિવસની રમત

ભારત સામેની રાંચી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ જો રૂટે સદી ફટકારીને ઇનિંગને એક છેડેથી જાળવી રાખી હતી. તે પ્રથમ દિવસે રૂટ 106 રન અને ઓલી રોબિન્સન 31 રન બનાવીને અણનમ રહ્યા હતા. . ટીમ ઈન્ડિયા તરફથી આકાશ દીપે પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી હતી.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન

પિચ રિપોર્ટ

પાંચ વર્ષ પછી રાંચીમાં કોઈ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને કેપ્ટને જ્યારે પિચનું નિરીક્ષણ કર્યું ત્યારે પિચ પર ઘણી તિરાડો જોવા મળી હતી. આ સિવાય પિચ પણ એકદમ સૂકી દેખાઈ હતી. જે બાદ સમજી શકાય છે કે આ પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ થશે. પિચ જોયા બાદ એવું પણ જોવામાં આવ્યું છે કે જો પહેલા દિવસે જ પિચ પર આટલી તિરાડ પડી હશે તો બીજા દિવસે આ તિરાડો વધવા લાગશે અને સ્પિનરોને પિચમાંથી વધુ મદદ મળતી જોવા મળશે. આ પિચ પર સ્પિનરો ઉપરાંત ફાસ્ટ બોલરોની પણ મદદ મળી શકે છે. પિચ સૂકી છે અને તેમાં તિરાડો છે. તેને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે જો ફાસ્ટ બોલરો તેમની બોલિંગને મિશ્રિણ કરશે તો તેમને પિચથી ચોક્કસ ફાયદો થશે.

  • Follow us on: