• ધર્મશાળામાં ભારતની ઇનિંગ્સ અને 64 રનથી જીત
  • રવિચંદ્રન અશ્વિને આ મેચમાં કુલ 9 વિકેટ ઝડપી
  • રોહિત શર્મા અને શુભમન ગિલની શાનદાર સદી

ભારતે ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. 5 મેચોની સીરિઝની 5મી મેચમાં ભારતે એક ઇનિંગ્સ અને 64 રને જીત મેળવી છે. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન રવિચંદ્રન અશ્વિને ભારત તરફથી 5 વિકેટ ઝડપી છે. આ સિવાય કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. આ સાથે જ જસપ્રીત બુમરાહના નામે 2 વિકેટ પણ છે. આ શાનદાર બોલિંગ સ્પેલના કારણે ભારતે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડને 195 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ જીત સાથે ભારતે 5 મેચની ટેસ્ટ સીરિઝ 4-1થી કબજે કરી લીધી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે વધુ એક સીરિઝ જીતી છે.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ

Day-3: બીજો સેશન

શોએબ બશીર આઉટ: ઈંગ્લેન્ડ ટીમને નવમો ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજાએ શોએબ બશીરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. બશીર 29 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયા માત્ર જીતથી એક વિકેટ દૂર છે. 

જો રૂટની ફિફ્ટી

ઈંગ્લેન્ડ ટીમની એક પછી એક વિકેટ પડી રહી છે ત્યારે અનુભવી જો રૂટે એક છેડેથી ઈનિંગ સંભાળી છે. જો રૂટે 89 બોલમાં 5 ફોરની મદદથી 51 રન બનાવ્યા છે. જો રૂટની ટેસ્ટ કારકિર્દીની 61મી ફિફ્ટી છે.

બુમરાહની એક ઓવરમાં 2 વિકેટ

જસપ્રીત બુમરાહે અંગ્રેજોને બેક ટુ બેક બે આંચકા આપ્યા છે. બુમરાહે બીજા બોલ પર ટોમ હાર્ટલીને LBW આઉટ કર્યો હતો. ટોમ હાર્ટલી 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જયારે માર્ક વુડને તેના ચોથા બોલ પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. માર્ક વુડ ખાતુ ખોલાવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 2 વિકેટ દૂર છે.

બેન ફોક્સ આઉટ: રવિચંદ્રન અશ્વિનએ ધર્મશાળામાં તરખાટ મચાવ્યો છે. અશ્વિને પોતાની 100મી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી છે. અશ્વિને બેન ફોક્સને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. બેન ફોક્સ 17 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. ઈંગ્લેન્ડ 142 રન પાછળ છે.

Day-3: પ્રથમ સેશનની રમત સમાપ્ત

લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. બીજી ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાને 103 રન છે. આ સાથે ઈંગ્લેન્ડ હજુ પણ 156 રન પાછળ છે. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને તબાહી મચાવી અને 4 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે કુલદીપ યાદવને એક સફળતા મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જોની બેરેસ્ટોએ 39 રન બનાવ્યા હતા. ઓલી પોપે 19 રનનું યોગદાન આપ્યું છે. હાલમાં જો રૂટ 34 રન બનાવીને ક્રિઝ પર છે.

બેન સ્ટોકસ આઉટ: રવિચંદ્રન અશ્વિનએ ભારતને પાંચમી સફળતા અપાવી છે. તેણે કેપ્ટન બેન સ્ટોકસને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેપ્ટન 10 બોલમાં માત્ર 2 રન કરીને પેવેલિયન પરત ફર્યો છે. હાલમાં 156 રન પાછળ છે.

જોની બેરેસ્ટો આઉટ: કુલદીપ યાદવે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. કુલદીપે ખતરનાક બેટિંગ કરી રહેલા જોની બેરેસ્ટોને પોતાની જાળમાં ફસાવ્યો હતો. બેરેસ્ટો 31 બોલમાં 3 ફોર અને 3 સિકસની મદદથી 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ હજુ પણ 164 રન પાછળ છે. હાલમાં કેપ્ટન બેન સ્ટોકસ અને જો રૂટ ક્રિઝ પર છે.

ઓલી પોપ આઉટ: ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ દસમી ઓવરમાં પડી હતી. અશ્વિનના બીજા બોલ પર ઓપનર ઓલી પોપ મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્ક્વેર લેગ પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો. ઓલી પોપ 23 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

જેક ક્રોલી આઉટ: રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો છે. અશ્વિને જેક ક્રોલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જેક ક્રોલી ડકનો શિકાર બન્યો છે. અંગ્રેજોએ માત્ર 21 રનમાં 2 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયા 237 રન આગળ છે. હાલમાં ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપ અને જો રૂટ ક્રિઝ પર છે.

બેન ડકેટ આઉટ: બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમને અશ્વિને પહેલો ઝટકો આપ્યો હતો. ઓપનર બેન ડકેટ ઓવરના પાંચમા બોલ પર બોલ્ડ થયો હતો. ડકેટ 5 બોલમાં 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ભારત પ્રથમ ઈનિંગમાં 477 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 259 રનની જંગી લીડ મેળવી લીધી છે. ત્યારબાદ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જેક ક્રોલી અને બેન ડકેટ ઓપનિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જસપ્રીત બુમરાહે કરી છે.

ભારતની પ્રથમ ઈનિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ભારત પ્રથમ ઈનિંગમાં 477 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 259 રનની જંગી લીડ મેળવી લીધી છે. ગિલ અને રોહિતે શાનદાર બેટિગ કરીને બંને વચ્ચે 160 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે ઝટકા બાદ સરફરાઝ ખાન અને ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડિક્કલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. દેવદત્ત પડિક્કલ 65 અને સરફરાઝ ખાન 56 રન બનાવીને આઉટ થયા હતા. જોડેજા, જૂરેલ અને અશ્વિન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 10મી વિકેટ માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 49 રનની પાર્ટનરશિપ કરી હતી. કુલદીપ 30 અને બુમરાહ 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. 

ઈગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો સૌથી વધુ શોએબ બશીરે 5 વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સને એક સફળતા મળી છે.

એન્ડરસનની 700 વિકેટ

જેમ્સ એન્ડરસને ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. એન્ડરસને 124મી ઓવરના ચોથા બોલ પર કુલદીપ યાદવને આઉટ કરીને તેની ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ લીધી અને આવું કરનાર તે પ્રથમ ઝડપી બોલર બન્યો હતો.

ભારતની ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ છે. કુલદીપ 27 અને બુમરાહ 19 રન બનાવીને ક્રિઝ પર છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને ઓવરની શરૂઆત કરી છે.

બીજા દિવસની રમત સામપ્ત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. બીજા દિવસના અંતે ભારતીય ટીમે 8 વિકેટના નુકસાને 473 રન બનાવ્યા છે. આ સાથે ભારતે 255 રનની લીડ મેળવી લીધી છે. આજના દિવસની શરૂઆતમાં ગિલ અને રોહિતે શાનદાર બેટિગ કરીને બંને વચ્ચે 160 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ રોહિત 103 અને ગિલ 110 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બે ઝટકા બાદ સરફરાઝ ખાન અને ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડિક્કલ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ થઈ હતી. દેવદત્ત પડિક્કલ 65 અને સરફરાઝ ખાન 56 રન બનાવીને આઉટ થયા હતા.

જોડેજા, જૂરેલ અને અશ્વિન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 10મી વિકેટ માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 45 રનની પાર્ટનરશિપ કરી છે. કુલદીપ 27 અને બુમરાહ 19 રન બનાવીને અણનમ પરત ફર્યા છે. ઈગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો સૌથી વધુ શોએબ બશીરે 4 વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલીએ 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે જેમ્સ એન્ડરસન અનેકેપ્ટન બેન સ્ટોક્સને એક-એક સફળતા મળી છે.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, જોની બેરસ્ટો, ઓલી પોપ, બેન ડકેટ, જો રૂટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.

  • Follow us on: