• ભારતનો સ્કોર પ્રથમ દિવસના અંતે 135/1
  • ઈંગ્લેન્ડ પ્રથમ દાવમાં 118 રનમાં ઓલઆઉટ
  • અશ્વિન અને કુલદીપ યાદવે મળીને 9 વિકેટ લીધી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહેલી છેલ્લી મેચમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. ત્યારે ભારતે દિવસના અંત સુધી 30 ઓવરમાં 1 વિકેટના નુકસાને 135 રન બનાવ્યા છે. હાલમાં ભારત ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ 57 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા 52 રન અને શુભમન ગિલ 26 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરને એક સફળતા મળી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલી 79 રન બનાવ્યા હતા. ભારત તરફથી અશ્વિન અને કુલદીપ યાદવે મળીને 9 વિકેટ લીધી હતી.

Day-1: ત્રીજો સેશન

 રોહિત શર્માની ફિફ્ટી

યશસ્વી જયસ્વાલ બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. તેણે 77 બોલમાં 6 ફોર અને 2 સિકસની મદદથી 50 રન પૂર્ણ કર્યા હતા. રોહિતની ટેસ્ટ કારકિર્દીની 18મી ફિફ્ટી છે.

યશસ્વી જયસ્વાલ આઉટ: ભારતને પ્રથમ ઝટકો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો છે. શોએબ બશીરે યશસ્વી જયસ્વાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જયસ્વાલ તાબડતોડ ઈનિંગ રમતા 58 બોલમાં 5 ફોર અને 3 સિકસની મદદથી 57 રન બનાવીને બેન ફોકસના હાથે કેચ આઉટ થયો હતો. 

50 રનની ઓપનિંગ પાર્ટનરશિપ

ભારતીય ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી છે. હાલમાં યશસ્વી જયસ્વાલ 42 બોલમાં 33 રન અને રોહિત શર્મા 48 બોલમાં 39 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડ 218 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારત તરફથી ઓપનિંગ કરવા માટે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ક્રિઝ પર આવ્યા છે. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જેમ્સ એન્ડરસને કરી છે.

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ સમાપ્ત

ઈંગ્લેન્ડની ટીમ 218 રન બનાવીને પડી ભાંગી હતી. આર અશ્વિન પણ ભારતને છેલ્લી સફળતા અપાવી હતી. તેણે જેમ્સ એન્ડરસનને શૂન્ય પર આઉટ કર્યો હતો. આ મેચમાં કુલદીપ યાદવે પાંચ અને પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી.ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જેક ક્રોલીએ બનાવ્યા હતા. જેક ક્રોલી 108 બોલમાં 11 ફોર અને 1 સિકસની મદદથી 79 રન બનાવીને આઉટ થયો હતો. બેન ડકેટે 27, જો રૂટ 26 અને બેરેસ્ટોએ 29 રનનું યોગદાન આપ્યું હતું

બેન ફોક્સ આઉટ: આર અશ્વિને ઈંગ્લેન્ડની ટીમને 9મો ઝટકો આપ્યો હતો. તેણે 22 રનના અંગત સ્કોર પર બેન ફોક્સને બોલ્ડ કર્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર માત્ર 210ને પાર થયો છે. છેલ્લી જોડી મેદાનમાં છે.

Day-1: બીજો સેશનની રમત સમાપ્ત

ટી બ્રેક સુધી ઈંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટના નુકસાને 194 રન છે. હાલમાં બેન ફોક્સ અને શોએબ બશીર ક્રિઝ પર છે. બીજા સેશનનાં ઈંગ્લેન્ડે માત્ર 94 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદિપ યાદવે 5 ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જ્યારે આર અશ્વિનને 2 અને રવિન્દ્ર જાડેજાને 1 સફળતા મળી છે. ઈંગ્લિશ બેટ્સમેલમાં જેક ક્રોલી સિવાય કોઈ પણ બેટ્સમેન સારી ઈનિંગ રમી શક્યો નથી.

અશ્વિનની એક ઓવરમાં બે સફળતા

રવિચંદ્રન અશ્વિને 50મી ઓવરમાં એક પછી એક બે સફળતાઓ મેળવી હતી. ઓવરના બીજા બોલ પર અશ્વિને ટોમ હાર્ટલીને પડિકલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ઓવરના ચોથા બોલ પર માર્ક વુડ મોટો શોટ મારવાના પ્રયાસમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 53 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 192 રન છે

બેન સ્ટોક્સ આઉટ: 46મી ઓવરમાં કુલદીપ યાદવે ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને પાંચ વિકેટ ઝડપી હતી. ઓવરના ચોથા બોલ પર સ્ટોક્સ  બોલ સંપૂર્ણપણે ચૂકી ગયો અને LBW આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. બેન સ્ટોક્સ ડકનો શિકાર બન્યો હતો.

જો રૂટ આઉટ: રવિન્દ્ર જાડેજાએ 45મી ઓવરમાં પ્રથમ વિકેટ લીધી હતી. ઓવરના બીજા બોલ પર સ્ટાર બેટ્સમેન જો રૂટ બોલને ડિફેન્સ કરવાનો પ્રયાસ કરતી વખતે LBW આઉટ થયો હતો. જો રૂટે 56 બોલમાં 26 રન બનાવ્યા હતા.

જોની બેરસ્ટો આઉટ: જોની બેરસ્ટોએ તેની 100મી ટેસ્ટ મેચમાં 44મી ઓવરમાં કુલદીપ યાદવના બીજા બોલ પર સિક્સર ફટકારીને 6000 રનનો આંકડો પાર કર્યો હતો. પરંતુ ચોથા બોલ પર ઇંગ્લિશ વિકેટકીપર બેટ્સમેન બહાર જતા બોલ પર ડ્રાઇવ રમવાનો પ્રયાસ કરતી વખતે વિકેટકીપર જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. બેરસ્ટોએ 18 બોલમાં 2 ફોર અને 2 સિકસની મદદથી 29 રન બનાવ્યા હતા.

જેક ક્રોલી આઉટ: કુલદીપ યાદવે ભારતને ત્રીજી સફળતા અપાવી છે. કુલદીપ યાદવે ખતરનાક બેટ્સમેન જેક ક્રોલીને બોલ્ડ આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો, ક્રોલી 108 બોલમાં 11 ફોર અને 1 સિકસની મદદથી 79 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં ઈંગ્લેન્ડ તરફથી જોની બેરેસ્ટો અને જો રૂટ બેટિંગ કરી રહ્યા છે. ઈંગ્લેન્ડનો સ્કોર 41 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 152 રન છે.

Day-1: પ્રથમ સેશનની રમત સમાપ્ત

ઈંગ્લેન્ડે લંચ બ્રેક સુધી 25.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને 100 રન બનાવ્યા છે. ઓપનર બેન ડકેટ 27 અને ઓલી પોપ 11 રન બનાવીને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રોલી 61 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો બંને સફળતા કુલદિપ યાદવને મળી છે.

ઓલી પોપ આઉટ: કુલદીપ યાદવે 26મી ઓવરમાં ભારતને વધુ એક સફળતા અપાવી હતી. ઓવરનો ત્રીજો બોલ રમવાનો પ્રયાસ કરતી વખતે ઓલી પોપ સ્ટમ્પ આઉટ થયો હતો. ઓલી પોપ 24 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

જેક ક્રોલીની ફિફ્ટી

જેક ક્રોલીએ 24મી ઓવરમાં કુલદીપ યાદવના બીજા બોલ પર ફોર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જેક ક્રોલી 64 બોલમાં 9 ફોરની મદદથી 51 રન બનાવ્યા છે.

બેન ડકેટ આઉટ: ભારત તરફથી કુલદીપ યાદવ 18મી ઓવરમાં ફેંકવા માટે આવ્યો હતો. આ ઓવરમાં બેન ડકેટે આક્રમક શૈલી અપનાવી હતી. પ્રથમ પાંચ બોલમાં બે ફોર ફટકાર્યા બાદ છેલ્લા બોલ પર કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. બેન ડકેટે 58 બોલમાં 27 રન બનાવીને શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. હાલમા ઓલી પોપ અને જેક ક્રોલી ક્રિઝ પર છે.

50 રનની પાર્ટનરશિપ

ઈંગ્લેન્ડને જેક ક્રોલી અને બેન ડકેટે મજબૂત શરૂઆત અપાવી છે. બંને વચ્ચે 60 રનની પાર્ટનરશિપ થઈ છે. હાલમાં બેન ડકેટ 23 અને જેક ક્રોલી 36 રને રમી રહ્યા છે. ઈંગ્લેન્ડનો સ્કોર 18 ઓવર બાદ વિના વિકેટે 64 રન છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેથી ઓપનિંગ માટે ઝેક ક્રોલી અને બેન ડકેટ ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી ઓવરની શરૂઆત જસપ્રીત બુમરાહે કરી છે.

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાળામાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલી રોબિન્સનની જગ્યાએ માર્ક વૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર જોવા મળ્યા છે. જસપ્રિત બુમરાહ ધર્મશાળા ટેસ્ટમાં પરત ફર્યો છે, જ્યારે રજત પાટીદાર ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે જેને સ્થાને દેવદત પડિકલે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, જોની બેરસ્ટો, ઓલી પોપ, બેન ડકેટ, જો રૂટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન, શોએબ બશીર.

આર અશ્વિન અને જોની બેરસ્ટોની આ ખાસ મેચ

 ટીમ ઈન્ડિયા માટે આર અશ્વિન અને ઈંગ્લેન્ડ માટે જોની બેરસ્ટો પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ માટે આ મેચ ખૂબ જ ખાસ બનવાની છે. જોકે, જોની બેરસ્ટો માટે આ સિરીઝ એટલી ખાસ રહી નથી જેટલી ઇંગ્લેન્ડની ટીમને તેની પાસેથી અપેક્ષા હતી. આર અશ્વિન માટે પણ આ સીરિઝ સારી રહી છે. આવી સ્થિતિમાં હવે આ બંને ખેલાડીઓ પોતાની 100મી ટેસ્ટ મેચને વધુ ખાસ બનાવવા માંગશે.

  • Follow us on: