- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ
- ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 3-1ની સરસાઈ મેળવી
- મેચના બે દિવસ પહેલા રિંકુ સિંહ ધર્મશાળા પહોંચ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાશે. મેચના બે દિવસ પહેલા ટીમ ઈન્ડિયાનો યુવા વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ પણ ધર્મશાળા પહોંચી ગયો છે. જે બાદ ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રિંકુ સિંહ સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરશે? તમને જણાવી દઈએ કે, રિંકુ સિંહ ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે પરંતુ તેણે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી.
KKR ટીમના પૂર્વ કોચને મળ્યો
રિંકુ સિંહને પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, તેથી તેના માટે છેલ્લી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવું શક્ય નથી. રિંકુ સિંહ મેચ જોવા ધર્મશાળા આવ્યો હશે. વાસ્તવમાં, રિંકુ સિંહે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને ધર્મશાળામાં તેના આગમનની માહિતી આપી હતી. વાસ્તવમાં, ધર્મશાલા પહોંચ્યા પછી, રિંકુ સિંહ પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અને તેની IPL ટીમ KKRના કોચ બ્રેન્ડન મેક્કુલમને મળ્યો હતો. રિંકુ સિંહે બ્રેન્ડન મેક્કુલમ પાસેથી ઘણું શીખ્યું છે.
ટીમ ઈન્ડિયાએ સીરિઝ પર કબ્જો કર્યો
સીરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને સતત ત્રણ મેચ જીતીને સીરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી. હવે છેલ્લી મેચ જીતીને ટીમ ઈન્ડિયા 4-1થી શ્રેણી પર કબજો કરવા ઈચ્છશે. છેલ્લી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. પાંચમી ટેસ્ટ મેચમાં અન્ય ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે.
દેવદત્ત પડિકલ ધર્મશાળા ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે. રજત પાટીદારની જગ્યાએ દેવદત્તને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. રજત પાટીદારને પણ આ સીરિઝમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ રજત આ તકનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. જે બાદ તેને ટીમમાંથી બહાર થવાનો ખતરો છે.