- ભારતે 7 વિકેટેના નુકસાને 421 રન બનાવ્યા
- ભારતીય ટીમે 175 રનની લીડ મેળવી
- જ્યસ્વાલ, રાહુલ અને જાડેજાએ ફટકારી ફિફ્ટી
બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 421 રન છે. ભારત પાસે 175 રનની લીડ છે. જાડેજા 81 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો છે. અક્ષર પટેલે પણ તેને સારો સાથ આપ્યો છે. અક્ષર 35 રન બનાવીને અણનમ છે. ત્રીજા દિવસે પ્રથમ સેશનમાં બેટિંગ કર્યા બાદ ભારત ઈંગ્લેન્ડને બીજા દાવ માટે બોલાવી શકે છે. મેચ હવે સંપૂર્ણ રીતે ભારતના નિયંત્રણમાં છે.
ભારતની ઈનિંગ
Day-2
ભારતનો સ્કોર 400ને પાર
ભારતનો સ્કોર 400ને પાર કરી ગયો છે. હવે ભારતે પ્રથમ દાવમાં 150થી વધુ રનની લીડ મેળવી લીધી છે. રવિન્દ્ર જાડેજા 78 રન પર બેટિંગ કરી રહ્યો છે અને પોતાની સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. અક્ષર પટેલ પણ 20 રન સુધી પહોંચી ગયો છે.
અશ્વિન આઉટ: અશ્વિન એક રન બનાવીને રનઆઉટ થયો હતો. અક્ષર પટેલ ક્રિઝ પર આવ્યો છે. ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 362 રન છે. જાડેજા 61 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
કેએસ ભરત આઉટ: ભારતની છઠ્ઠી વિકેટ પડી છે. રૂટે કેએસ ભરતને આઉટ કર્યો હતો. ભારતની છઠ્ઠી વિકેટ 356ના સ્કોર પર પડી. કેએસ ભરતે 41 રન બનાવ્યા હતા. જાડેજા 60 રન બનાવ્યા બાદ એક છેડે મજબૂત રીતે ઉભો છે.
રવિન્દ્ર જાડેજાની ફિફ્ટી
રવિન્દ્ર જાડેજાએ ફિફ્ટી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાની આ 20મી અડધી સદી છે. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 339 રન છે. ભારતની લીડ 93 રન પર પહોંચી ગઈ છે અને ભારતના હાથમાં હજુ 5 વિકેટ બાકી છે.
Day-2: બીજો સેશનની રમત સમાપ્ત
ભારતીય ટીમે 76ઓવર પછી 5 વિકેટે 309 રન છે. આ રીતે ટીમ ઈન્ડિયાની લીડ વધીને 63 રન થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કેએસ ભરત ક્રિઝ પર છે. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 21 રનની પાર્ટનરશિપ કરી છે. કેએસ ભરત 9 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પોતાની ફિફટીની નજીક પહોંચી ગયો છે. તેણે 45 રન બનાવ્યા છે. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે.
કેએલ રાહુલ આઉટ: ભારતીય ટીમની પાંચમી વિકેટ પડી હતી. કેએલ રાહુલ 123 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ફોર અને 2 સિકસર ફટકારી હતી. ટોમ હાર્ટલીએ રાહુલને શિકાર બનાવ્યો હતો. હવે કેએસ ભરત બેટિંગ કરવા આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ 64.5 ઓવરમાં 288 રન બનાવ્યા છે.
જાડેજા-રાહુલ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ
ટીમ ઈન્ડિયાએ 63 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 35 રનની લીડ મેળવી લીધી છે. કેએલ રાહુલ 116 બોલમાં 86 રન બનાવીને રમી રહ્યો છે. જાડેજા 27 રન બનાવીને ક્રિઝ પર છે. આ બંને વચ્ચે 58 રનની પાર્ટનરશિપ થઈ છે.
ટીમ ઈન્ડિયાએ લીડ મેળવી
ટીમ ઈન્ડિયા માટે કેએલ રાહુલની શાનદાર બેટિંગ જારી છે. રાહુલે 57મી ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. તે 104 બોલનો સામનો કરીને 79 રન બનાવીને રમી રહ્યો છે. ભારતે 4 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ 4 રનની લીડ મેળવી લીધી છે.
ઐયર આઉટ: ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી હતી. શ્રેયસ ઐયર 35 રન બનાવીને આઉટ થયો હતો. રેહાન અહેમદે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઐયરે 63 બોલનો સામનો કરીને 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ટોમ હાર્ટલીએ ઐયરનો કેચ લીધો હતો. હવે ભારત તરફથી રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ 223 રન બનાવ્યા છે.
Day-2: પ્રથમ સેશનની રમત સમાપ્ત
ભારતે 50 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ કરતાં 24 રન પાછળ છે. કેએલ રાહુલ 55 રન બનાવીને અણનમ છે. શ્રેયસ ઐયરે 34 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે 63 રનની પાર્ટનરશિપ થઈ છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે એક વિકેટ ઝડપી છે. ટોમ હાર્ટલી અને જેક લીચને એક-એક વિકેટ મળી હતી.
કેએલ રાહુલની ફિફટી
કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયા માટે ફિફટી ફટકારી છે. તેણે 72 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. રાહુલ અને અય્યર વચ્ચે મજબૂત પાર્ટનરશિપ રહી છે. ઐયર 51 બોલમાં 29 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 48 ઓવરમાં 212 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 રનને પાર
ભારતનો સ્કોર 200 રનને પાર કરી ગયો છે. ટીમ ઈન્ડિયાએ 46 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 203 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 47 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ ઐયર 23 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે મજબૂત પાર્ટનરશિપ રહી છે.
શુભમન ગિલ આઉટ: ભારતની ત્રીજી વિકેટ પડી હતી. શુભમન ગિલ 66 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ હાર્ટલી ગિલને પોતાનો શિકાર બનાવ્યો હતો. શુભમનની આ ઇનિંગમાં 2 ફોર સામેલ હતા. ભારતે 35 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. રાહુલ 26 રન બનાવીને રમી રહ્યો છે. શ્રેયસ અય્યર હજુ ખાતું ખોલાવી શક્યો નથી.
જયસ્વાલ આઉટ: ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જો રૂટે બીજા દિવસની પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાનો બીજો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. હવે ભારતનો સ્કોર 2 વિકેટે 124 રન છે. તે જ સમયે, યશસ્વી જયસ્વાલને બરતરફ કર્યા પછી, કેએલ રાહુલ શુભમન ગિલ ક્રિઝ પર છે.
Day-1
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડની ટીમ 246 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ભારતે ગુરુવારે પ્રથમ દાવમાં દિવસના અંતે એક વિકેટના નુકસાન સાથે 119 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 76 રન શુભમન ગિલ 14 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રોહિત શર્મા 24 રન બનાવીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડે ટોસ જીત્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ થયો છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડ બેટિંગ પસંદ કરી છે. ઈંગ્લેન્ડ અને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો પણ સમાવેશ કર્યો છે.
બંને દેશની પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ(કેપ્ટન), બેન ફોક્સ(વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેક લીચ
પિચ રિપોર્ટ
હૈદરાબાદની પિચ પર સ્પિનરોને વધુ ફાયદો થવાનો છે. જેના કારણે ઈંગ્લેન્ડ અને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પિચમાંથી થોડી મદદ મળે તેવી શક્યતા છે. બીજી તરફ હૈદરાબાદમાં પણ હવામાન સ્વચ્છ રહેવાનું છે. આવી સ્થિતિમાં દર્શકો રોમાંચક મેચ જોવાના છે. બંને ટીમ આ મેચ જીતીને સિરીઝની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છે છે.










