• ધર્મશાળા ટેસ્ટમાં કુલદિપ યાદવે શાનદાર બોલિંગ કરી
  • કુલદિપ પાંચમી ટેસ્ટના પહેલા દિવસે પાંચ વિકેટ ઝડપી
  • કુલદીપનો આ બોલ પડ્યા બાદ 10.9° સુધી ફર્યો

ભારતીય ટીમના સ્ટાર ચાઈનામેન બોલર કુલદીપ યાદવે ધર્મશાળા ટેસ્ટના પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપ યાદવે પાંચમી ટેસ્ટના પહેલા દિવસે પાંચ વિકેટ ઝડપી હતી, પરંતુ તેનો એક બોલ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. કેટલાક ફેન્સ તો આ બોલને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ પણ કહી રહ્યા છે. કુલદીપ યાદવે આ બોલ ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલીની સામે ફેંક્યો હતો. જેનો તે સમયે 106 બોલ રમી ચૂકેલા જેક ક્રોલી પાસે પણ જવાબ નહોતો.

કુલદીપના બોલ પર ચાહકોની પ્રતિક્રિયા

ફેન્સ કુલદીપ યાદવના આ બોલના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલાક ફેન્સ આ બોલને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' પણ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવનો વીડિયો શેર કરતી વખતે એક ફેન્સે લખ્યું કે કુલદીપ યાદવનો બોલ ઓફ ધ સેન્ચ્યુરી. એક ફેન્સે લખ્યું કે કુલદીપ યાદવ જાદુગર છે. ફેન્સ કુલદીપ યાદવના આ બોલના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણા ફેન્સ આ બોલને ઓસ્ટ્રેલિયાના દિવંગત શેન વોર્નનો સદીનો બોલ ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક ફેન્સ તેને તે બોલ કરતા વધુ સારો કહી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કુલદીપ યાદવનો આ બોલ પડ્યા બાદ 10.9° સુધી ફર્યો હતો.

વોર્ને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ ફેંક્યો હતો

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિવંગત લેગ સ્પિનર ​​શેન વોર્ને 4 જૂન 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે પ્રભાવશાળી બોલ ફેંક્યો હતો. જે બોલ ઓફ ધ સેન્ચ્યુરી કહેવાતો હતો. શેન વોર્નનો આ જાદુઈ બોલ ચાહકોને આજે પણ યાદ છે. તમને જણાવી દઈએ કે શેન વોર્ને આ બોલ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન માઈક ગેટિંગની સામે ફેંક્યો હતો. જેનો તેની પાસે જવાબ નહોતો. વોર્નનો આ જાદુઈ બોલ લેગ સ્ટમ્પ પર પિચ કરવામાં આવ્યો હતો. જે પછી તે ટર્ન થઈને ગેટિંગના ઓફ સ્ટમ્પ સાથે અથડાયો. વોર્નના આ બોલનો જવાબ વિશ્વના ભાગ્યે જ કોઈ બેટ્સમેન પાસે હશે. માઈક ગેટિંગની સાથે મેદાન પર હાજર પ્રશંસકો અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે શું થયું.

ધર્મશાળા ટેસ્ટમાં કુલદીપ યાદવનો દબદબો

કુલદીપ યાદવે વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની ધર્મશાલા ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે સમયે કુલદીપ યાદવે પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. 7 વર્ષ બાદ આ જ મેદાન પર કુલદીપ યાદવે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને આ વખતે તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે કુલદીપ યાદવે 12 ટેસ્ટમાં 51 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ સામેની આ સીરિઝમાં કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી છે. કુલદીપના બોલનો કોઈ ઈંગ્લિશ બેટ્સમેન પાસે જવાબ નહોતો.

  • Follow us on: