• ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  • રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ
  • સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ કર્યું ટેસ્ટ ડેબ્યૂ

બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર બે વિકેટના નુકસાન પર 207 રન છે. ઈંગ્લેન્ડ હવે પ્રથમ દાવમાં ભારતથી માત્ર 238 રન પાછળ છે. ડકેટ 133 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. ડકેટે મેચ પર ઈંગ્લેન્ડની પકડ મજબૂત કરી છે. ડકેટની સદીએ અશ્વિનની 500મી વિકેટની ચમક પણ ઓછી કરી દીધી છે. ત્રીજા દિવસે મેચમાં ટકી રહેવા માટે ભારતે પહેલા સેશનમાં શક્ય તેટલી વધુ વિકેટ લેવી પડશે.

Day-2: ત્રીજો સેશન

ઓલી પોપ આઉટ: સિરાજ આખરે ભારતને મોટી સફળતા અપાવી છે. સિરાજે પોપની વિકેટ લીધી હતી. પોપ 39 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, માત્ર 30 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 182 રન પર પહોંચી ગયો છે. ડકેટ 119 રન બનાવીને રમી રહ્યો છે. રૂટ ક્રિઝ પર આવી આવ્યો છે.

બેન ડકેટની સદી

ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે માત્ર 88 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી છે. 26 ઓવર પછી ડકેટ 89 બોલમાં 106 રન બનાવી રહ્યો છે. ડકેટની ઇનિંગ્સમાં 20 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 152 રન છે.

ઈંગ્લેન્ડનો સ્કોર 100ને પાર

ઈંગ્લેન્ડનો સ્કોર 100ને પાર થઈ ગયો છે. 18 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 104 રન છે. ડકેટ 65 બોલમાં 73 રન બનાવીને રમી રહ્યો છે. પોપ 10ના સ્કોર પર પહોંચી ગયો છે.

અશ્વિને ઈતિહાસ રચ્યો

અશ્વિન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. અશ્વિને 98મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ મુરલીધરનના નામે છે. મુરલીધરને માત્ર 87 ટેસ્ટમાં 500 વિકેટ ઝડપી હતી. કુંબલેએ તેની 105મી ટેસ્ટ રમતા 500 વિકેટ ઝડપી હતી.

ક્રાઉલી આઉટ: અશ્વિને તેની 500મી ટેસ્ટ વિકેટ લીધી છે. અશ્વિન 500 ટેસ્ટ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. અશ્વિને ક્રાઉલીને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ઈંગ્લેન્ડની પહેલી વિકેટ 89 રન પર પડી હતી.

ઈંગ્લેન્ડની શાનદાર શરૂઆત

ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી છે. 10 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 67 રન છે. ડકેટે માત્ર 39 બોલમાં ફિફ્ટી ફટકારી છે. ટીમ ઈન્ડિયાને ઝડપથી વિકેટ લેવાની જરૂર છે.

Day-2: બીજો સેશનની રમત સમાપ્ત

ટી બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 31 રન હતો. બેન ડકેટ 22 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે જેક ક્રાઉલી 15 બોલમાં 6 રન બનાવીને રમતમાં છે. ઇંગ્લેન્ડને પેનલ્ટીથી પાંચ રન મળ્યા હતા. હવે ઈંગ્લિશ ટીમ ભારતથી 414 રન પાછળ છે.

ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ત્યારબાદ ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગની શરૂઆત પેનલ્ટીના 5 રન સાથે કરી છે. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલી અને બેન ડકેટ ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત જસપ્રીત બુમરાહે કરી છે.

ભારતની પ્રથમ ઈનિગ સમાપ્ત

ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રન, ધ્રુવ જુરેલે 46 રન અને રવિચંદ્રન અશ્વિને 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં જસપ્રીત બુમરાહે 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. બુમરાહે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રેહાન અહેમદને બે સફળતા મળી. જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે એક-એક વિકેટ લીધી હતી.

ધ્રુવ જુરેલ આઉટ: ભારતીય ટીમે 415ના કુલ સ્કોર પર 9મી વિકેટ ગુમાવી દીધી છે. ધ્રુવ જુરેલ ડેબ્યૂ ટેસ્ટમાં ફિફટી ચૂકી ગયો હતો. જુરેલ રેહાન અહેમદના બોલ પર વિકેટની પાછળ બેન ફોકસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 2 ફોર અને 3 સિકસરની મદદથી 46 રન બનાવ્યા હતા.

અશ્વિન આઉટ: રેહાન અહેમદના બોલ પર રવિચંદ્રન અશ્વિન સીધા જેમ્સ એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો. અશ્વિને 6 ફોરની મદદથી 37 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ 408ના કુલ સ્કોર પર પડી.

ભારતનો સ્કોર 400 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 400 રનને પાર થઈ ગયો છે. રવિચંદ્રન અશ્વિન અને ધ્રુવ જુરેલ વચ્ચે 70 રનની પાર્ટનરશિપ થઈ છે. જુરેલ 32 અને અશ્વિન 37 રને રમી રહ્યા છે. અશ્વિને 6 ફોર ફટકારી છે. જ્યારે જુરેલે અત્યાર સુધીમાં બે ફોર અને એક સિકસર ફટકારી છે.

Day-2: પ્રથમ સેશન સમાપ્ત

બીજા દિવસનું પ્રથમ સત્રની રમત સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે 27 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 62 રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર હવે સાત વિકેટે 388 રન છે. બીજા દિવસે રવિન્દ્ર જાડેજા 112 રન અને કુલદીપ યાદવ 04 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિને 57 રનની પાર્ટનરશિપ કરી હતી. લંચ ટાઈમ સુધીમાં અશ્વિન 25 અને જુરેલ 31 રને અણનમ પરત ફર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી આજે જો રૂટે એક વિકેટ અને જેમ્સ એન્ડરસને એક વિકેટ ઝડપી હતી.

50 રનની પાર્ટનરશિપ

પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ધ્રુવ જુરેલ એક ફોર અને એક સિકસર સાથે 26 રન સુધી પહોંચી ગયો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન ચાર ફોરની મદદથી 25 રન પર છે. બંને વચ્ચે 121 બોલમાં 51 રનની પાર્ટનરશિપ થઈ છે.

ભારતને પાંચ રનની પેનલ્ટી

જાડેજા પ્રથમ દિવસે વિકેટની સામે દોડ્યો હતો. હવે અશ્વિન પણ સિંગલ લેવા માટે વિકેટની બરાબર સામે દોડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતને પાંચ રનની પેનલ્ટી મળી હતી. મતલબ કે ઈંગ્લેન્ડને પાંચ રન મળ્યા છે. ભારતનો સ્કોર હવે સાત વિકેટે 359 રન છે. અશ્વિન 18 રને અને જુરેલ 10 રને રમી રહ્યો છે.

ભારતનો સ્કોર 350ને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર હવે સાત વિકેટે 352 રન છે. અશ્વિન 11 રને અને જુરેલ 10 રને રમી રહ્યો છે. બંને વચ્ચે 43 બોલમાં 21 રનની ભાગીદારી થઈ છે. પ્રથમ દિવસે ત્રણ વિકેટ લેનાર માર્ક વૂડ આજે બિનઅસરકારક જોવા મળ્યો હતો.

રવિન્દ્ર જાડેજા આઉટ: જો રૂટે ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો આપ્યો છે. રવિન્દ્ર જાડેજા 112 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આજે ભારતે માત્ર પાંચ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

કુલદીપ યાદવ આઉટ: જેમ્સ એન્ડરસને બીજા દિવસની ચોથી ઓવરમાં ઈંગ્લેન્ડને છઠ્ઠી સફળતા અપાવી હતી. ભારતે 331 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. કુલદીપ યાદવ ચાર રન બનાવીને આઉટ થયો હતો. તે એન્ડરસનના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો.

ભારતના નામે રહ્યો પ્રથમ દિવસ

ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. દિવસની રમતના અંતે ભારતે 5 વિકેટના નુકસાન પર 326 રન બનાવ્યા હતા. જાડેજા 110 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ 131 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. સરફરાઝ ખાને રનઆઉટ થતા પહેલા ડેબ્યૂમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડ 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ઓલઓવર ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (C), બેન ફોક્સ (wc), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.

ભારતની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (C), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (Wk), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

  • Follow us on: