- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ
- રાજકોટમાં યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી
- જયસ્વાલે બેક ટુ બેક મેચોમાં બેવડી સદી ફટકારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફરી એકવાર કમાલ કરી છે. જયસ્વાલે ફરી એકવાર બેવડી સદી ફટકારી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પણ જયસ્વાલના બેટમાંથી બેવડી સદી જોવા મળી હતી, હવે ફરી એકવાર જયસ્વાલે રાજકોટમાં પણ આ સિદ્ધિ મેળવી છે. તેણે બેક ટુ બેક મેચોમાં બેવડી સદી ફટકારી છે. આ ખેલાડીએ આજે 231 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી છે. આ દરમિયાન 14 ફોર અને 10 સિકસ ફટકારી હતી
ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ સિકસ
યશસ્વી જયસ્વાલે મેચના ત્રીજા દિવસે સદી ફટકારી હતી, પરંતુ તે પછી તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો અને તેને મેદાન છોડવું પડ્યું હતું. આ કારણે ઈંગ્લેન્ડને લાગ્યું કે જયસ્વાલનો ઈજાગ્રસ્ત થઈ ગયો છે, પરંતુ બેટ્સમેન એક જ દિવસમાં ફિટ થઈ ગયો અને ગિલ આઉટ થતાં જ તે ચોથા દિવસે ફરી બેટિંગ કરવા મેદાનમાં પહોંચ્યો. જયસ્વાલે આવતાની સાથે જ તોફાની ઇનિંગ રમવાનું શરૂ કર્યું હતું. જયસ્વાલે આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. જયસ્વાલ ટેસ્ટ મેચમાં સૌથી વધુ સિકસર ફટકારનાર ખેલાડી બની ગયો છે. જયસ્વાલે આ મેચમાં અત્યાર સુધી 10 સિક્સર ફટકારી છે. તેણે નવજોત સિંહ સિદ્ધુ અને મયંક અગ્રવાલનો રેકોર્ડ તોડ્યો છે. બંને ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ 8 સિક્સર ફટકારી હતી.
બેક ટુ બેક મેચોમાં બેવડી સદી (ભારત)
- વિનોદ કાંબલી: 224 vs Eng મુંબઈ WS | 227 વિ ઝિમ દિલ્હી (1992/93)
- વિરાટ કોહલી: 213 vs SL નાગપુર | 243 વિ એસએલ દિલ્હી (2017/18)
- યશસ્વી જયસ્વાલ: 209 વિ એન્જી વિઝાગ | 200* વિ એન્જી રાજકોટ (2023/24)
ભારત માટે બીજી ઇનિંગમાં બેવડી સદી
- 203*એમએકે પટૌડી વિ ENG દિલ્હી 1964
- 200*D સરદેસાઈ વિરુદ્ધ WI મુંબઈ BS 1965
- 220 એસ ગાવસ્કર વિ WI પોર્ટ ઓફ સ્પેન 1971
- 221 એસ ગાવસ્કર વિ ENG ધ ઓવલ 1979
- 281 VVS લક્ષ્મણ વિ Aus કોલકાતા 2001
- 212 વસીમ જાફર વિ WI સેન્ટ જોન્સ 2006
- 200*યશસ્વી જયસ્વાલ વિ. ENG. રાજકોટ 2024
ભારત માટે ટેસ્ટ શ્રેણીમાં ડાબા હાથના બેટર દ્વારા સૌથી વધુ રન
- 545 યશસ્વી જયસ્વાલ વિ ENG 2024
- 534 સૌરવ ગાંગુલી વિ PAK 2007
- 463 ગૌતમ ગંભીર વિ AUS 2008
- 445 ગૌતમ ગંભીર વિ NZ 2009
બે બેવડી સદી સહિત 3 સદી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં યશસ્વી જયસ્વાલની આ ત્રીજી સદી છે. જયસ્વાલે ત્રણેય સદીઓને લાંબી ઇનિંગ્સમાં બદલી નાખી છે. જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી, આ મેચમાં પણ જયસ્વાલે 171 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ પછી જયસ્વાલે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે તેની બીજી સદી ફટકારી, જયસ્વાલે આ સદીને પણ બેવડી સદીમાં ફેરવી હતી. હવે ફરી એકવાર જયસ્વાલે રાજકોટમાં ત્રીજી સદી ફટકારી છે. યશસ્વીએ પણ આ સદીને બેવડી સદીમાં બદલી નાખી છે.