T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલમાં આજે ભારતનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઇ. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગ બાદ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની જોરદાર બોલિંગથી ભારતે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને હરાવીને T20 વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત હવે શનિવારે ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









