- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ
- ભારતે 5 મેચની ટેસ્ટ સીરિઝ 4-1થી જીતી લીધી
- આ સીરિઝમાં યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતના ઘણા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સીરિઝની સૌથી ખાસ વાત એ હતી કે ભારતના ઘણા મહાન ખેલાડીઓ બહાર હોવા છતાં ભારતે સીરિઝ જીતી હતી. આ કારણે ટીમ ઈન્ડિયાએ યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાઓએ કેપ્ટન અને કરોડો ચાહકોને નિરાશ કર્યા નથી અને દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે ભારતના ત્રણ યુવા ખેલાડીઓ એવા છે જેમણે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
યશસ્વી જયસ્વાલનું રમવાનું નિશ્ચિત
આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડી ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ છે. ખેલાડીએ આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને સાઉથ આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝમાં પણ રમવાની તક મળી હતી. આ સીરિઝમાં સારો દેખાવ કર્યા બાદ તેને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના બેટથી કમાલ કરી છે કે કરોડો ભારતીયો તેના ફેન બની ગયા છે. યશસ્વી જયસ્વાલે આ સીરિઝમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. તે એક સીરિઝ સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિરીઝમાં પોતાના બેટથી સૌથી વધુ રન બનાવ્યા છે. આ કારણથી ખેલાડીએ ટીમમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે.
સરફરાઝ ખાનની જગ્યા પણ કન્ફર્મ
યશસ્વી જયસ્વાલ સિવાય અન્ય એક ખેલાડી સરફરાઝ ખાન છે, જેણે શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. સરફરાઝને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ મેચની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી ખેલાડીએ ત્રીજી ટેસ્ટમાં પણ ફિફ્ટીની ઇનિંગ રમી હતી. તેણે આ શાનદાર પ્રદર્શન સાથે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
ધ્રુવ જુરેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું
અન્ય યુવા ખેલાડી ધ્રુવ જુરેલે પણ ઈંગ્લેન્ડના ધજાગરા કર્યા છે. તેને ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી હતી. આ મેચમાં જુરેલે પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. ચોથી ટેસ્ટ મેચમાં જ્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ ખેલાડીએ 90 રનની શાનદાર ઇનિંગ રમી અને ભારતને જીત તરફ દોરી ગયો હતો. આ કારણથી ધ્રુવે પણ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. શક્ય છે કે આમાંથી કેટલાક ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન હોય, પરંતુ તેમને ચોક્કસ ટીમમાં રાખવામાં આવશે.