• ભારત પ્રથમ દાવમાં 436 રનમાં ઓલઆઉટ
  • ઈંગ્લેન્ડના બીજા દાવમાં 6 વિકેના નુકસાને 316 રન
  • ઈંગ્લેન્ડે 126 રનની મેળવી લીડ, પોપના 148* રન

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચની ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 316 રન છે. ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 126 રનની લીડ મળી ગઈ છે. ઈંગ્લેન્ડ માટે દિવસનો હીરો ઓલી પોપ હતો જેણે 148 રનની અણનમ ઈનિંગ રમી હતી. પોપના કારણે જ ઈંગ્લેન્ડની મેચમાં વાપસી થઈ છે. જો કે મેચનું પરિણામ ચોથા દિવસે જ આવે તેવી શક્યતા છે. આ પહેલા ત્રીજા દિવસના પહેલા સેશનમાં જ ભારતનો દાવ 436 રન પર સમેટાઈ ગયો હતો. ભારતને પ્રથમ દાવમાં 190 રનની લીડ મળી હતી. 

ઈંગ્લેન્ડનો બીજો દાવ

Day-3: ત્રીજો સેશન સમાપ્ત

આ મેચની ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 316 રન છે. ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 126 રનની લીડ મળી ગઈ છે. ઈંગ્લેન્ડ માટે દિવસનો હીરો ઓલી પોપ હતો જેણે 148 રનની અણનમ ઈનિંગ રમી હતી. પોપના કારણે જ ઈંગ્લેન્ડની મેચમાં વાપસી થઈ છે. 

બેન ફોફસ આઉટ: અક્ષર પટેલે ભાગીદારી તોડી છે. ફોફસ 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ 275ના સ્કોર પર પડી હતી. રેહાન ક્રિઝ પર આવ્યો છે. પોપ 125 રન બનાવીને મક્કમ છે. ઈંગ્લેન્ડ પાસે 85 રનની લીડ છે.

ઓલી પોપની શાનદાર સદી

પોપે શાનદાર ઇનિંગ રમી અને 154 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પોપે મુશ્કેલ સંજોગોમાં શાનદાર ઈનિંગ રમી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 245 રન છે. ઈંગ્લેન્ડ પાસે 55 રનની લીડ છે. ફોક્સ 30 રન બનાવીને પોપને સારો સાથ આપી રહ્યો છે.

ઈંગ્લેન્ડે લીડ મેળવી

ઈંગ્લેન્ડે બીજા દાવમાં 1 રનની લીડ મેળવી લીધી છે. ભારતને 190 રનની લીડ મળી હતી. પરંતુ ઇંગ્લેન્ડ ઇનિંગ્સની હાર ટાળવામાં સફળ રહ્યું છે. ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 191 રન છે. પોપ 77 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

Day-3: બીજો સેશન સમાપ્ત

ઇંગ્લેન્ડે ટી બ્રેક સુધી બીજા દાવમાં 5 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. તે હવે ભારત કરતા 18 રન પાછળ છે. ઓલી પોપ 7 ફોરની મદદથી 47 રન બનાવીને અણનમ છે. બેન ફોક્સ 2 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયા માટે બીજો સેશન સારો રહ્યો હતો. અશ્વિન અને જાડેજાને 2-2 સફળતા મળી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી છે.

બેન સ્ટોક્સ આઉટ: ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી હતી. બેન સ્ટોક્સ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 37 ઓવર બાદ 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. ઓલી પોપ 60 રન બનાવીને રમી રહ્યો છે.

ઓલી પોપની ફિફટી

ઈંગ્લેન્ડ માટે ઓલી પોપ સારી બેટિંગ કરી રહ્યો છે. તે 68 બોલમાં 57 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 34 ઓવરમાં 156 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સ 4 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ ભારતથી 34 રન પાછળ છે.

જોની બેયરસ્ટો આઉટ: ઈંગ્લેન્ડની ચોથી વિકેટ જોની બેયરસ્ટોના રૂપમાં પડી હતી. બેયરસ્ટોએ 24 બોલનો સામનો કરીને 10 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે 28 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા.

જો રૂટ આઉટ: ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો છે. જો રૂટ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે રૂટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 117 રન બનાવી લીધા છે. ઓલી પોપ 33 રન બનાવીને રમી રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ ભારતથી 73 રન પાછળ છે.

બેન ડકેટ આઉટ: ઈંગ્લેન્ડની બીજી વિકેટ પડી. બેન ડકેટ 52 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ડકેટ આ પહેલા પણ એક વખત આઉટ થવાથી બચી ગયો હતો. ઈંગ્લેન્ડે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા. ઓલી પોપ 31 રન બનાવીને રમી રહ્યો છે. જો રૂટ હજુ સુધી પોતાનું ખાતું ખોલાવી શક્યો નથી.

Day-3: પ્રથમ સેશન સમાપ્ત

ઈંગ્લેન્ડે 15 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. બેન ડકેટ 42 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે. ઓલી પોપ 16 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતને એકમાત્ર વિકેટ રવિચંદ્રન અશ્વિને આપાવી છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ ભારતથી 101 રન પાછળ છે.

જેક ક્રોલી આઉટ: અશ્વિને ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. જેક ક્રોલી 33 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. રોહિત શર્માએ ક્રોલીનો કેચ પકડ્યો હતો.

વિકેટની શોધમાં ભારતીય બોલરો

ઈંગ્લેન્ડ માટે ક્રોલી અને ડકેટ વચ્ચે સારી પાર્ટનરશિપ રહી છે. આ બંનેએ 39 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડે 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી નથી. ડકેટ 9 રને અને ક્રોલી 30 રને રમી રહ્યો છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે. ભારતીય બોલરો હજુ સુધી આ જોડી તોડી શક્યા નથી.

ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ

ઈંગ્લેન્ડનો બીજો દાવ શરૂ થઈ ગયો છે. જેક ક્રાઉલી અને બેન ડકેટ ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યા છે. ભારતે પ્રથમ ઓવર જસપ્રિત બુમરાહને સોંપી છે. ટીમ ઈન્ડિયા પાસે 190 રનની લીડ છે.

ભારતનો પ્રથમ દાવ સમાપ્ત

આજે (27 જાન્યુઆરી) મેચનો ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયા 436 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગમાં 190 રનની લીડ થઈ ગઈ છે. પ્રથમ ઇનિંગમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 87 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 79 રનમાં 4 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલએ 86 રન, યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં માત્ર 246 રન બનાવ્યા હતા. ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડનું બેઝબોલ ક્રિકેટ સંપૂર્ણપણે પડી ભાંગ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ થયો છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડ બેટિંગ પસંદ કરી છે. ઈંગ્લેન્ડ અને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો પણ સમાવેશ કર્યો છે.

બંને દેશની પ્લેઈંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ(કેપ્ટન), બેન ફોક્સ(વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેક લીચ

પિચ રિપોર્ટ

હૈદરાબાદની પિચ પર સ્પિનરોને વધુ ફાયદો થવાનો છે. જેના કારણે ઈંગ્લેન્ડ અને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ સ્પિનરોનો પણ સમાવેશ કર્યો છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પિચમાંથી થોડી મદદ મળે તેવી શક્યતા છે. બીજી તરફ હૈદરાબાદમાં પણ હવામાન સ્વચ્છ રહેવાનું છે. આવી સ્થિતિમાં દર્શકો રોમાંચક મેચ જોવાના છે. બંને ટીમ આ મેચ જીતીને સિરીઝની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છે છે.

  • Follow us on: