ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વોર્મઅપ મેચ માટે ટોસ થયો છે. ભારતે આ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરે થશે.
વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વર્લ્ડકપ માટે વોર્મઅપ મેચ શરૂ થઈ છે. ગઈકાલે પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે વોર્મઅપ મેચ રમવામાં આવી હતી, ત્યારે આજે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વોર્મઅપ મેચ રમવા મેદાને ઉતરશે. આ વોર્મઅપ મેચ આસામના ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ક્યાં જોઈ શકાશે મેચ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ટીવીમાં સ્ટાર સ્ટોર્ટ્સના ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ, સ્ટાર સ્પોર્ટ્સ એચડી-1 અને સ્ટાર સ્પોર્ટ્સ એચડી 2 પર લાઈવ પ્રસારણ થશે. સાથે OTT પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં જોવા મળશે. વર્લ્ડકપની તમામ મેચ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં જોવા મળશે. આજની મેચ માટે ટોસ બપોરે 1.30 કલાક કરવામાં આવશે. સાથે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.
મેચમાં વરસાદ બની શકે વિઘ્ન
આજે ગુવાહાટીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુવાહાટીમાં 50થી 55 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ મેચ બપોરે 2 કલાકે શરૂ કરવામાં આવશે.
રવિચંદ્રન અશ્વિનને ટીમમાં મળ્યું સ્થાન
વર્લ્ડકપ 2023 પહેલાં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર થયો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને ટીમમાં રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. સાથે રવિચંદ્રન અશ્વિનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝની પ્રથમ 2 મેચમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જેથી વનડે વર્લ્ડકપમાં પણ આર.અશ્વિનને તક આપવામાં આવી છે.
વર્લ્ડકપ માટે બંને દેશની ટીમ-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ
ઈંગ્લેન્ડ-જોસ બટલર(કેપ્ટન), મોઈન અલી, ગસ એટકિંસન, જોની બેયરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જો રૂટ, હૈરી બ્રૂક, બેન સ્ટોક્સ, રીસ ટોપલે, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ.