- હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે શુભમન ગિલની શાનદાર બેવડી સદી
- રોહિત-ઈશાને શુભમનનો લીધો ઇન્ટરવ્યુ, 200 ક્લબમાં કર્યું સ્વાગત
- મારુ પ્રી મેચ રુટિન ઈશાન ખરાબ કરી દે છે: શુભમન
હૈદરાબાદમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ODI સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. મેચ બાદ રોહિત શર્મા અને ઈશાન કિશને ગિલ સાથેનો વીડિયો BCCIએ શેર કર્યો છે.

શુભમન ગિલની શાનદાર બેવડી સદી
બુઘવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે 12 રનથી વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઓપનર શુભમન ગિલની શાનદાર બેવડી સદીની મદદથી 349 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં કિવી ટીમ 337 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
રોહિત-ઈશાન કિશને શુભમનનો લીધો ઇન્ટરવ્યુ
હૈદરાબાદમાં પ્રથમ મેચમાં શુભમન ગિલે શાનદાર બેવડી સદી નોંધાવી હતી. ઈશાન કિશને પણ ગત ડિસેમ્બર માસમાં ODI બેવડી સદી નોંધાવી હતી. મેચ બાદ રોહિત શર્માએ બંને સાથે વાતો કરી હતી અને જેનો વીડિયો BCCI એ શેર કર્યો હતો.
પ્રી મેચ રુટિનના સવાલ પર ઈશાનની પોલ ખોલી
રોહિત શર્મા ગિલને તેની ઇનિંગ વિશે પુછી રહ્યો હતો એ દરમિયાન ઈશાને પ્રી મેચ રુટિનના સંદર્ભમાં સવાલ કર્યો હતો અને જેના જવાબમાં શુભમને ખુલાસો કર્યો અને કહ્યું કે, મારુ પ્રી મેચ રુટિન ઈશાન ખરાબ કરી દે છે. મને તે સુવા નથી દેતો. આઈપીએડ પર તે ઈયરપોડ્સ નથી લગાવતો, ફુલ વોલ્યુમ મૂવી ચાલી હોય છે. હું તેને ગાળ આપીને બોલુ છું ભાઈ અવાજ ઓછો કરી દે અથવા ઈયરપોડ્સ લગાવી લે. તો એ કહે છે, તુ મારા રુમમાં સૂઈ રહ્યો છે. મારી મરજીથી ચાલશે. બસ આ જ મારી પ્રી મેચ રુટિન છે અને દરરોજ અમારી લડાઈ થાય છે.

200 ક્લબમાં કર્યું સ્વાગત
ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ત્રણ વાર બેવડી સદી નોંધાવી છે. ODI ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રોહિત શર્માના નામે નોંધાયેલો છે. જે તેણે શ્રીલંકા સામે નોંધાવતા 264 રન ફટકાર્યા હતા. ODIમાં બેવડી સદી નોંધાવનારા બેટ્સમેનોની ક્લબમાં સામેલ થવા બદલ રોહિતે શુભમનનું સ્વાગત કર્યુ હતું. મજાકના અંદાજમાં રોહિતે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કીશનને પૂછ્યુ હતુ કે, બેવડી સદી નોંધાવ્યા બાદની ત્રણ મેચમાં તે મોટી ઇનિંગ નથી રમી શક્યો. જવાબમાં ઈશાને કહ્યુ કે, કેપ્ટન તમે છો ભૈયા. આ સાંભળીને ત્રણેય હસવા લાગે છે. ઈશાન કિશને ડીસેમ્બરમાં બાંગ્લાદેશ સામે બેવડી સદી નોંધાવી હતી. જે ODIમાં સૌથી ઝડપી બેવડી સદી હતી. જેના થોડા દિવસો બાદ જ ગિલે પણ બેવડી સદી ફટકારી હતી.









