- વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ
- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
- ભારતે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં કરી એન્ટ્રી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતની 70 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં એન્ટ્રી લીધી છે. આ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 397 રન બનાવ્યા હતા. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 398 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ રનમાં 327 ઓલઆઉટ થઈ છે.
ન્યૂઝીલેન્ડના બેટ્સમેનનું પ્રદર્શન
ભારતે આપેલા 398 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમમાં સૌથી વધુ 119 બોલમાં 134 રન ડેરિલ મિચેલે કર્યા છે, જ્યારે ડેવોન કોનવેએ 15 બોલમાં 13, રચિન રવિન્દ્રએ 22 બોલમાં 13, કેન વિલિયમસને 73 બોલમાં 69, ટોમ લાથમે 2 બોલમાં શૂન્ય, ગ્લેન ફિલિપ્સે 33 બોલમાં 41, માર્ક ચેપમેને 5 બોલમાં 2, મિચેલ સેંટનરે 10 બોલમાં 9 રન, ટિમ સાઉથીએ 10 બોલમાં 9 રન અને લોકી ફર્ગ્યૂશને 3 બોલમાં 6 રન કર્યા છે.
ભારતના બોલરનું પ્રદર્શન
મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ, જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 64 રન આપીને 1 વિકેટ, મોહમ્મદ સિરાઝે 9 ઓવરમાં 78 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 56 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 63 રન આપ્યા છે.
ન્યૂઝીલેન્ડની ઈનિંગ
306/6 (45 ઓવર)- જસપ્રીત બુમરાહે ભારતને 5મી અને કુલદીપ યાદવે છઠ્ઠી સફળતા અપાવી છે. બુમરાહે 33 બોલમાં 41 રન કરનારા ગ્લેન ફિલિપ્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે, જ્યારે કુલદીપે 5 બોલમાં 2 રન કરનારા માર્ક ચેપમેનને આઉટ કર્યો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલ 117 બોલમાં 134 રન કરીને અને મિચેલ સેંટનર 4 બોલમાં 5 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 8 ઓવરમાં 48 રન આપીને 4 વિકેટ, જસપ્રીત બુમરાહે 9 ઓવરમાં 59 રન આપીને 1 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 56 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 8 ઓવરમાં 71 અને રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 63 રન આપ્યા છે.
266/4 (40 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચ ભારત તરફ થઈ છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલે 107 બોલમાં 126 રન કરીને અને ગ્લેન ફિલિપ્સ 22 બોલમાં 19 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 8 ઓવરમાં 48 રન આપીને 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 45, મોહમ્મદ સિરાઝે 7 ઓવરમાં 51, રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 63 અને કુલદીપ યાદવે 8 ઓવરમાં 50 રન કર્યા છે.
224/4 (35 ઓવર)- મોહમ્મદ શમીએ ભારતને વધુ 2 સફળતા અપાવી છે. શમીએ 73 બોલમાં 69 રન કરનારા કેન વિલિયમસન અને 2 બોલમાં શૂન્ય રન કરનારા ટોમ લાથમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે ડેરિલ મિચેલ 90 બોલમાં 103 રન કરીને અને ગ્લેન ફિલિપ્સ 9 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 45, મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 34, રવિન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં 56 અને કુલદીપ યાદવે 8 ઓવરમાં 50 રન કર્યા છે.
199/2 (30 ઓવર)- ભારતના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 20 ઓવરથી ભારતના એક પણ બોલરને વિકેટ મળી નથી. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસન 67 બોલમાં 58 રન કરીને અને ડેરિલ મિચેલ 77 બોલમાં 90 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 6 ઓવરમાં 31, મોહમ્મદ સિરાઝેએ 5 ઓવરમાં 34, કુલદીપ યાદવે 8 ઓવરમાં 50 અને રવિન્દ્ર જાડેજાએ 7 ઓવરમાં 49 રન આપ્યા છે.
161/2 (25 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ન્યૂઝીલેન્ડે 2 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવે 15 બોલમાં 13 રન કરીને અને રચિન રવિન્દ્ર 22 બોલમાં 13 રન કરીને આઉટ થયો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસન 56 બોલમાં 48 રન કરીને અને ડેરિલ મિચેલ 58 બોલમાં 62 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 23, મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 34, કુલદીપ યાદવે 5 ઓવરમાં 29 અને રવિન્દ્ર જાડેજાએ 6 ઓવરમાં 40 રન આપ્યા છે.
124/2 (20 ઓવર)- ભારતીય બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 10 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસન 41 બોલમાં 42 રન કરીને અને ડેરિલ મિચેલ 43 બોલમાં 41 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 23, મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 34, રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 14 અને કુલદીપ યાદવે 3 ઓવરમાં 18 રન આપ્યા છે.
87/2 (15 ઓવર)- ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રન લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસન 29 બોલમાં 23 રન કરીને અને ડેરિલ મિચેલ 25 બોલમાં 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 3 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 23 રન, મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 34 રન અને રવિન્દ્ર જાડેજાએ 2 ઓવરમાં 10 રન આપ્યા છે.
46/2 (10 ઓવર)- મોહમ્મદ શમીએ ભારતને 2 સફળતા અપાવી છે. શમીએ 15 બોલમાં 13 રન કરનારા ડેવોન કોનવે અને 22 બોલમાં 13 રન કરનારા રચિન રવિન્દ્રને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસન 18 બોલમાં 4 રન કરીને અને ડેરિલ મિચેલ 5 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 3 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 23 રન અને મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.
30/0 (5 ઓવર)- ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવે અને રચિન રવિન્દ્ર ઓપનિંગ કરવા માટે આવ્યા છે. વર્લ્ડકપ 2023માં પ્રથમ વખત એવું બન્યું કે, પ્રથમ 5 ઓવરમાં ભારતને એક પણ સફળતા મળી નથી. અત્યારે ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવે 14 બોલમાં 13 રન કરીને અને રચિન રવિન્દ્ર 16 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 22 રન અને મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.
ભારતની ઈનિંગ
397/4 (50 ઓવર)-ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતે 4 વિકેટના નુકસાને 397 રન બનાવ્યા છે. જેથી ન્યૂઝીલેન્ડને જીત માટે 398 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં 47, શુભમન ગિલે 66 બોલમાં 80, વિરાટ કોહલીએ 113 બોલમાં 117, શ્રેયસ અય્યરે 70 બોલમાં 105, સૂર્યકુમાર યાદવે 2 બોલમાં 1 અને કેએલ રાહુલે 20 બોલમાં 39 રન કર્યા છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 10 ઓવરમાં 100 રન આપીને 3 વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટે 10 ઓવરમાં 86 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મિચેલ સેંટનરે 10 ઓવરમાં 51, લોકી ફર્ગ્યૂશને 8 ઓવરમાં 65, રચિન રવિન્દ્રએ 7 ઓવરમાં 60 અને ગ્લેન ફિલિપ્સે 5 ઓવરમાં 33 રન આપ્યા છે.
341/2 (45 ઓવર)- ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી 113 બોલમાં 117 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે શ્રેયસ અય્યર 62 બોલમાં 90 રન કરીને અને કેએલ રાહુલ 1 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 7 ઓવરમાં 67 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 8 ઓવરમાં 64, મિચેલ સેંટનરે 10 ઓવરમાં 51, લોકી ફર્ગ્યૂશને 8 ઓવરમાં 65, રચિન રવિન્દ્રએ 7 ઓવરમાં 60 અને ગ્લેન ફિલિપ્સે 5 ઓવરમાં 33 રન આપ્યા છે.
વિરાટે સચિનને રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કોહલીએ પોતાના વનડે કરિયરની 50મી સદી ફટકારી છે. સાથે જ વિરાટે એક વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને વર્ષ 2003ના વર્લ્ડકપમાં 673 રન બનાવ્યા હતા.
287/1 (40 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 102 બોલમાં 95 રન કરીને અને શ્રેયસ અય્યર 43 બોલમાં 60 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 6 ઓવરમાં 54 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 8 ઓવરમાં 64, મિચેલ સેંટનરે 10 ઓવરમાં 51, લોકી ફર્ગ્યૂશને 7 ઓવરમાં 54, રચિન રવિન્દ્રએ 4 ઓવરમાં 30 અને ગ્લેન ફિલિપ્સે 5 ઓવરમાં 33 રન આપ્યા છે.
248/1 (35 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 25 ઓવરમાં ન્યૂઝીલેન્ડને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 85 બોલમાં 80 રન કરીને અને શ્રેયસ અય્યર 31 બોલમાં 38 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 6 ઓવરમાં 54 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 6 ઓવરમાં 42, મિચેલ સેંટનરે 8 ઓવરમાં 44, લોકી ફર્ગ્યૂશને 6 ઓવરમાં 44, રચિન રવિન્દ્રએ 4 ઓવરમાં 30 અને ગ્લેન ફિલિપ્સે 5 ઓવરમાં 33 રન આપ્યા છે.
214/1 (30 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 20 ઓવરમાં ન્યૂઝીલેન્ડને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 71 બોલમાં 65 રન કરીને અને શ્રેયસ અય્યર 15 બોલમાં 19 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 5 ઓવરમાં 42 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 5 ઓવરમાં 35, મિચેલ સેંટનરે 7 ઓવરમાં 44, લોકી ફર્ગ્યૂશને 6 ઓવરમાં 44, રચિન રવિન્દ્રએ 4 ઓવરમાં 30 અને ગ્લેન ફિલિપ્સે 3 ઓવરમાં 18 રન આપ્યા છે.
178/1 (25 ઓવર)- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 1 વિકેટના નુકસાને 178 રન કર્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 29 બોલમાં 47 રન કરીને આઉટ થયો છે, જ્યારે ઓપનર શુભમન ગિલ 65 બોલમાં 78 રન કરીને રિટાયર્ટ હર્ટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 51 બોલમાં 45 રન કરીને અને શ્રેયસ અય્યર 5 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 29, મિચેલ સેંટનરે 7 ઓવરમાં 43, લોકી ફર્ગ્યૂશને 4 ઓવરમાં 38, રચિન રવિન્દ્રએ 3 ઓવરમાં 18 અને ગ્લેન ફિલિપ્સે 3 ઓવરમાં 18 રન આપ્યા છે.
150/1 (20 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 10 ઓવરથી ન્યૂઝીલેન્ડને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે શુભમન ગિલ 57 બોલમાં 74 રન કરીને અને વિરાટ કોહલી 34 બોલમાં 26 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 29, મિચેલ સેંટનરે 5 ઓવરમાં 33, લોકી ફર્ગ્યૂશને 3 ઓવરમાં 30, રચિન રવિન્દ્રએ 2 ઓવરમાં 13 અને ગ્લેન ફિલિપ્સે 2 ઓવરમાં 14 રન આપ્યા છે.
118/1 (15 ઓવર)- ન્યૂઝીલેન્ડના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મેચમાં રોહિત શર્માના આઉટ થવા બાદ શુભમન ગિલ આક્રામક બન્યો છે. શુભમન અત્યારે ફિફ્ટી ફટકારીને બેટિંગ કરી રહ્યો છે. ભારત માટે શુભમન ગિલ 44 બોલમાં 52 રન કરીને અને વિરાટ કોહલી 17 બોલમાં 16 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 29, મિચેલ સેંટનરે 3 ઓવરમાં 18, લોકી ફર્ગ્યૂશને 3 ઓવરમાં 30 અને રચિન રવિન્દ્રએ 1 ઓવરમાં 10 રન આપ્યા છે.
84/1 (10 ઓવર)- ભારતનો કેપ્ટન રોહિત શર્મા 29 બોલમાં 47 રન કરીને આઉટ થયો છે. ટિમ સાઉથીએ રોહિતને આઉટ કર્યો છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 26 બોલમાં 30 રન કરીને અને વિરાટ કોહલી 5 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટિમ સાઉથીએ 3 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 29, મિચેલ સેંટનરે 1 ઓવરમાં 11 અને લોકી ફર્ગ્યૂશને 2 ઓવરમાં 18 રન આપ્યા છે.
47/0 (5 ઓવર)- ભારત માટે ઓપનિંગ કરવા આવેલા બંને ઓપનર્સે આક્રામક અંદાજમાં બેટિંગ શરૂ કરી છે, બીજી તરફ ન્યૂઝીલેન્ડના બોલર્સ વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે રોહિત શર્મા 18 બોલમાં 34 રન કરીને અને શુભમન ગિલ 12 બોલમાં 11 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ટ્રેન્ટ બોલ્ટે 3 ઓવરમાં 26 રન અને ટિમ સાઉથીએ 2 ઓવરમાં 21 રન આપ્યા છે.
વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂધીલેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચમાં ભારતને ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ રમવામાં આવશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે ભારતે જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપની લીગ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને સામને આવી હતી. જેમાં ભારતે સરળતાથી ન્યૂઝીલેન્ડને માત આપી હતી.
વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2019ના વર્લ્ડકપમાં આ બંને ટીમ આમને-સામને આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને માત આપી હતી. જેથી આજે ભારતીય ટીમ 2019નો હિસાબ બરાબર કરવા માટે મેદાને ઉતરશે.
વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમનો દબદબો
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં કુલ 10 વખત આમને-સામને આવી છે. જેમાંથી ન્યૂઝીલેન્ડે 5 મેચ જીતી છે, જ્યારે ભારતીય ટીમની 4 મેચમાં જીત થઈ છે. આ ઉપરાંત 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, 2003 બાદ ભારતે ICC ઈવેન્ટ્સમાં માત્ર 1 વખત ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ જીત વર્લ્ડકપ 2023માં મેળવી છે.
વનડેમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડેમાં હેડ ટૂ હેડના આંકડા પર નજર કરવામાં આવે તો, રોહિત સેનાની બોલબાલા રહી છે. 50 ઓવરના ફોર્મેટમાં બંને ટીમ કુલ 117 વખત આમને-સામને આવી આવી છે. જેમાંથી 59 મેચમાં ભારતીય ટીમની અને 50 મેચમાં ન્યૂઝીલેન્ડની જીત થઈ છે. આ ઉપરાંત 7 મેચના પરિણામ આવ્યા નથી.
લીગ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં એક વખત ન્યૂઝીલેન્ડને હરાવી ચૂકી છે. ધર્મશાળામાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડની ટીમે 273 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારત માટે મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ 95 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
વાનખેડેમાં 25 વનડે મેચ રમાઈ
આ મેદાન પર 25 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે. આ સાથે જ 11 વખત પીછો કરનારી ટીમની જીત થઈ છે. એટલે કે ટોસની ભૂમિકા મહત્વની સાબિત થઈ નથી.
વાનખેડે મેદાનના કેટલાક વિશેષ આંકડા
વાનખેડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેણે અહીં 11 મેચમાં 455 રન બનાવ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ વેંકટેશ પ્રસાદે લીધી છે. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન(કેપ્ટન), ડેરિલ મિચેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ, મિચેલ સેંટનર, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન










