- ભારતીય ક્રિકેટ ટીમ બીજી ODI મેચ રમવા રાયપુર પહોંચી
- ખેલાડીઓને જોવા એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ જામી
- શુભમન-ઈશાન કિશન સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા
ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ રમવા રાયપુર પહોંચી ગઈ છે. આ દરમિયાન ટીમના ખેલાડીઓને જોવા માટે એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયા માટે ODIમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલ અને ઈશાન કિશન આ દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.
ટીમ ઇન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ
મેચની ODI સિરીઝની પહેલી મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, જેમાં શુભમન ગિલની શાનદાર બેવડી સદી અને મહોમ્મદ સિરાજની દમદાર બોલિંગના સહારે ભારતે ન્યુઝીલેન્ડને 12 રન હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા સિરીઝમાં હાલ 1-0થી આગળ છે અને બીજી મેચમાં જો ટીમ જીત મેળવશે તો સિરીઝ પર પણ કબજો કરી લેશે, જ્યારે બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ પર જીતનું દબાણ રહેશે.

શુભમન-ઈશાનનો સ્ટાઇલિશ અવતાર
ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર અને બેવડી સદી ફટકારનાર શુભમન ગિલ અને ઈશાન કિશન પર આગામી મેચમાં બધાની નજર રહેશે. મેચ પહેલા જ્યારે ટીમ રાયપુર પહોંચી ત્યારે ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ટીમનું સ્વાગત કરવા અને તેમના ફેવરિટ ક્રિકેટરને જોવા મોટી સંખ્યામાં ફેન્સ ઉપસ્થિત રહ્યા હતા. ચાહકોમાં યુવા સ્ટાર શુભમન ગિલ-ઈશાન કિશનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. બંને ખેલાડીઓ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા.









