• એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમના શાનદાર રેકોર્ડ

  • ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023માં ટોપ પર
  • ભારત પાકિસ્તાન ટ્રોફીમાં જીતી ચૂક્યા છે 3-3 ટાઇટલ

ક્રિકેટ હોય ફૂટબોલ હોય કે પછી હોકી, દરેકે દરેક ગેમમાં ભારત અને પાકિસ્તાન એકબીજાના કટ્ટર પ્રતિદ્વંદ્વી રહ્યા છે. ભારતીય હોકી ટીમે તેની શાનદાર પ્રદર્શન દેખાડીને કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-0થી હરાવ્યું એટલું જ નહીં પરંતુ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર કરી દીધું. ચેન્નાઈ ખાતે રમાયેલી મેચમાં યજમાન ભારતીય ટીમનો પ્રથમ ક્વાર્ટરથી જ જોરદાર દબદબો રહ્યો હતો. ભારત પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે, પરંતુ પાકિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે જીતવાની સાથે જ બે ગોલ કરતાં વધુ સ્કોર કરવાની જરૂર હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં.

પાકિસ્તાન ટુર્નામેન્ટથી બહાર

કેપ્ટન હરમપ્રીત સિંઘે પેનલ્ટી કોર્નરમાંથી બે ગોલ કર્યા હતા. જેની સાથે જ છ ટીમોની ટુર્નામેન્ટમાં ભારત ટોચ પર રહ્યું પરંતુ આ હાર પાકિસ્તાનને પાંચમા સ્થાને ધકેલ્યું હતું. આ રીતે પાકિસ્તાન સેમીફાઈનલમાં જગ્યા બનાવવાનું ચૂકી ગયું. ભારત હવે સેમિફાઇનલમાં જાપાન સામે ટકરાશે જ્યારે બીજી સેમિફાઇનલમાં મલેશિયાનો સામનો દક્ષિણ કોરિયા સામે થશે. મેચમાં યજમાન ટીમ માટે જુગરાજ સિંહ અને આકાશદીપ સિંહે એક-એક ગોલ કર્યો હતો.

છેલ્લા ક્વાર્ટરમાં ચોથો ગોલ 

છેલ્લા ક્વાર્ટરની શરૂઆતમાં 55મી મિનિટે આકાશદીપે જબરદસ્ત ગોલ કર્યો. આ રીતે ભારતે પાકિસ્તાન પર 4-0ની લીડ બનાવી લીધી છે. નીલકાંતાએ તેની ડાબી બાજુએ મનદીપ સિંહ તરફ પાસ લંબાવ્યો. મનદીપે સર્કલમાં ઉત્તમ ડ્રિબલિંગ કૌશલ્ય બતાવ્યું અને બે ડિફેન્ડરો વચ્ચેનો બોલ આકાશદીપને પાસ કર્યો, જેણે સ્કોર કરવામાં કોઈ ભૂલ કરી ન હતી.

જુગરાજ સિંહે અપાવી ત્રીજી સફળતા

ભારતે ત્રીજો ગોલ ફટકાર્યો છે. આ વખતે પણ પેનલ્ટી કોર્નરથી ગોલ આવ્યો. કેપ્ટન હરમનપ્રીત સિંહને બદલે જુગરાજ સિંહે ભારત માટે પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરી હતી. તેણે નેટના ઉપરના ભાગે ધમાકેદાર શૉટ મારીને ભારતને ત્રીજો ગોલ અપાવ્યો છે. આ ગોલની સાથે જ ભારતને 3-0ની સરસાઈ મળી ગઈ છે.

હાફ ટાઈમ સુધી ગેમ પૂર્ણ:

ભારતે મેચમાં દબદબો જાળવી રાખ્યો. બીજા ક્વાર્ટરમાં પાકિસ્તાનને એકપણ તક આપી ન હતી. ભારતને બંને ક્વાર્ટરમાં એક-એક પેનલ્ટી કોર્નર મળ્યો અને ભારતે બંનેને ગોલમાં કન્વર્ટ કર્યા. કેપ્ટન હરમનપ્રીત સિંહનું શાનદાર પ્રદર્શન જારી છે.

સેકન્ડ ક્વાર્ટરમાં ભારતને મળ્યો વધુ એક ગોલ:

મેચના સેકન્ડ હાફની ગેમ શરૂ થતાંની સાથે જ કેપ્ટન હરમનપ્રીત સિંહે વધુ એક ગોલ ફટકારીને મેચમાં 2-0ની લીડ મેળવી લીધી છે. હરમનપ્રીત સિંહે મેચની 23મી મિનિટે વધુ એક ગોલ કર્યો હતો. ભારતે બીજા પેનલ્ટી કોર્નરને પણ ગોલમાં કન્વર્ટ કર્યો હતો. અકમલ હુસૈન માટે તેને રોકવો સરળ ન હતો. આ ગોલમાં વિવેક સાગરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

સેકન્ડ ક્વાર્ટરની ગેમ શરૂ:

ટીમ ઈન્ડિયા પોતાની લીડ જાળવી રાખવા માંગે છે. જો કે, પ્રથમ હાફની બીજી મિનિટમાં પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરવાની સુવર્ણ તક મળી હતી, પરંતુ પાડોશી ટીમ તેનો લાભ ઉઠાવી શકી ન હતી.

કેપ્ટન હરમનપ્રીત સિંહએ ફટકાર્યો પહેલો ગોલ

પાકિસ્તાન સામે ભારતે એક ગોલની લીડ મેળવી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહે પહેલો ગોલ ફટકાર્યો છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પ્રથમ ક્વાર્ટરના અંતમાં મળેલા પેનલ્ટી કોર્નરમાં કોઈ ભૂલ ન કરી અને પહેલો ગોલ ફટકારી પાકિસ્તાન પર 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટૂર્નામેન્ટમાં હરમનપ્રીતનો આ છઠ્ઠો ગોલ હતો. આ સાથે જ પ્રથમ ક્વાર્ટરની રમત પૂરી થઈ ગઈ છે.

ટુર્નામેંટની વાત કરીએ તો, ભારત જબરદસ્ત ફોર્મમાં છે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, તો બીજી બાજુ પાકિસ્તાન ટોપ-4માં રહેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જે ટૂર્નામેન્ટમાં તેમનું ભાવિ નક્કી કરશે. ભારત અને પાકિસ્તાન બંને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ત્રણ-ત્રણ ટાઇટલ સાથે સૌથી સફળ ટીમો છે.


એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમનો રેકોર્ડ

ટૂર્નામેન્ટની સફળ ટીમોમાં ભારત-પાકિસ્તાન બંનેનું નામ આવે છે. બંને પાડોશી દેશોએ ત્રણ-ત્રણ વખત ખિતાબ કબજે કર્યો છે. આ વખતે ભારત ટુર્નામેન્ટમાં ચાર મેચમાં ત્રણ જીત અને એક ડ્રો સાથે અજેય છે, ત્યારે પાકિસ્તાન એટલી જ મેચોમાં માત્ર એક જ જીત મેળવી શક્યું છે. બે મેચ ડ્રો રહી હોવા છતાં, પાકિસ્તાન માત્ર એક જીત અને એક હાર સાથે સેમિફાઇનલ માટે સંઘર્ષ કરી રહ્યું છે.

6 ટીમોની આ ટૂર્નામેન્ટમાં ભારત નંબર વનના સ્થાન સાથે સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાન ચોથા નંબર પર ચોક્કસપણે છે, પરંતુ સેમીફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.

આ 18 ખેલાડીઓ પાકિસ્તાનને હંફાવશે

ગોલકીપર્સઃ પીઆર શ્રીજેશ, કૃષ્ણ બહાદુર પાઠક

ડિફેન્ડર્સઃ જર્મનપ્રીત સિંહ, સુમિત, જુગરાજ સિંહ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ

મિડફિલ્ડર્સ: હાર્દિક સિંહ (વાઈસ-કેપ્ટન), વિવેક સાગર પ્રસાદ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા, શમશેર સિંહ

ફોરવર્ડ: આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, ગુર્જંત સિંહ, સુખજીત સિંહ, એસ. કાર્તિ

  • Follow us on: