ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય બોલરોએ કરિશ્માઈ પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને 6 રનથી જીત અપાવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રોહિત સેના માત્ર 119 રન બનાવી શકી હતી. જવાબમાં પાકિસ્તાનનો સ્કોર એક સમયે 13મી ઓવરમાં બે વિકેટે 73 રન સુધી પહોંચી ગયો હતો. આમ છતાં ભારતીય બોલરોએ પલટવાર કર્યો હતો. 120 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ માત્ર 113 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 અને હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી.

Team India New T-20iના કેપ્ટનના નામની થશે જાહેરાત, સૂર્યાને કોણ કરશે રિપ્લેસ?









