• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
  • ભારતના 245ના જવાબમાં 256 કરીને 11 રન થી આગળ
  • પોતાની છેલ્લી સિરીઝ રમી રહેલા ડીન એલગાર 140 રન સાથે અણનમ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. મેચ લગભગ 31 ઓવર પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકાની ઈનિંગ

સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમ સામે 11 રનની લીડ મેળવી લીધી છે. ખરાબ લાઇટના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકા તરફથી ડીન એલ્ગર 140 રન બનાવીને અણનમ છે. ભારતીય બોલરોની વાત કરીયે તો જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ સિરાજ 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા, તથા પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ 1 વિકેટ મળી હતી.

દક્ષિણ આફ્રિકાને 5મો ઝટકો લાગ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર કાયલ વેરેન આઉટ થયો હતો. હવે તોફાની બેટ્સમેન ડીન એલ્ગરને સાથ આપવા માર્કો યાન્સન આવ્યો છે.

બેડિંગહામ આઉટ : સાઉથ આફ્રિકાનો બેટ્સમેન બેડિંગહામ 56 રન બનાવીને આઉટ થયો. બેડિંગહામ મોહમ્મદ સિરાજના બોલ પર આઉટ થયો. આ સાથે દક્ષિણ આફ્રિકા 3 રનથી આગળ છે.

દક્ષિણ આફ્રિકાની 3 વિકેટ પડી ગયા બાદ એલ્ગરે બેડિંગહામ સાથે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. બંનેએ સાથે મળીને સ્કોરને આગળ વધાર્યો અને નબળા બોલને નિશાન બનાવ્યા. ટી બ્રેક એટલે કે 49 ઓવર સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 194 રન બનાવી લીધા હતા.

ડીન એલ્ગર 140 બોલમાં પોતાની સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાં તેની 14મી સદી ફટકારી હતી. ભારતીય ટીમ સામે ડીન એલ્ગરની આ બીજી ટેસ્ટ સદી છે.

ભારતીય ટીમ માટે બીજું સેશન બહુ સારું રહ્યું ન હતું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરો ઘણા મોંઘા સાબિત થયા. બીજા સેશનમાં ટીમ ઈન્ડિયાને બે વિકેટ મળી પરંતુ 145 રન ખર્ચ્યા. શાર્દુલ ઠાકુર અને પ્રખ્યાત કૃષ્ણાના બોલમાં કોઈ ધાર ન હતી. બેટ્સમેનોએ કૃષ્ણાને નિશાન બનાવ્યા. ટી બ્રેક સુધી એલ્ગરે 115 રન અને બેડિંગહામે 32 રન બનાવ્યા હતા. બુમરાહને 2 વિકેટ મળી હતી.

ડીન એલ્ગરે પચાસ ફટકાર્યા પછી પણ તેની બેટિંગ ચાલુ રાખી અને જ્યારે પણ તેને તક મળે ત્યારે ચોગ્ગા ફટકાર્યા. સામાન્ય રીતે ધીમી રમતા ડીન એલ્ગરે આ ઇનિંગમાં ઝડપી બેટિંગ કરી હતી. 

ભારતીય ટીમના 245 રનના જવાબમાં રમતી વખતે આફ્રિકાએ એડન માર્કરામની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ડીન એલ્ગર અને ટોની ડીજ્યોર્જે સારી ભાગીદારી નોંધાવી હતી. જોકે, બુમરાહે ટોનીને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. તે 28 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કીગન પીટરસન 2 રન બનાવીને આઉટ થયો હતો. 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે બીજો દિવસ છે. બીજા દિવસની શરૂઆતમાં ભારત પ્રથન દાવમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યાર પછી સાઉથ આફ્રિકાએ લંચ સુધી 16 ઓવરમાં 1 વિકેટના નુકસાને 49 રન બનાવ્યા છે. આ પ્રથમ સેશમમાં મોહમ્મદ સિરાજે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી.  એડમ માર્કરમ 5 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ડીન એલ્ગર 29 રન અને ટોની ડી જોર્ઝી 16 રન બનાવીને ક્રિઝ પર છે.

માર્કરામ આઉટ: મોહમ્મદ સિરાજે પોતાની બીજી ઓવરમાં જ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. તેણે એડન માર્કરામને માત્ર પાંચના સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધો હતો.

એડન માર્કરામ અને ડીન એલ્ગર સાઉથ આફ્રિકા માટે ઓપનિંગ કરવા આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઓવર જસપ્રીત બુમરાહને સોંપી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 245 રન બનાવ્યા છે.

ભારતની પ્રથમ ઇનિંગ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. ટોસ હારીને પ્રથન બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 67.4 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ મેચમાં કેએલ રાહુલ સિવાય અન્ય બેટ્સમેનો આફ્રિકન બોલરોની સામે રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. છઠ્ઠા સ્થાને બેટિંગ કરતી વખતે કેએલ રાહુલે 137 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ફોર અને 4 સિકસ ફટકારી હતી. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 05, શુભમન ગિલ 02 અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ઇનિંગ સંભાળી હતી. આ પછી બંનેએ પ્રથમ સેશનમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી અને સ્કોર 91 સુધી પહોંચાડ્યો હતો. આ પછી બીજા સેશનની પહેલી જ ઓવરમાં ઐયર આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. રબાડાએ અય્યરને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી રબાડાએ કિંગ કોહલીને પણ આઉટ કર્યો હતો. કોહલીએ 5 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો કગીસો રબાડાને 5 સફળતા મળી છે. જ્યારે ડેબ્યૂ કરનાર નાંન્દ્રે બર્ગરે 3 વિકેટ ઝડપી છે. ગેરાલ્ડ કોએત્ઝી અને માર્કો જેન્સનને 1-1 વિકેટ મળી છે.

રાહુલે સર્જયો રેકોર્ડ

કેએલ રાહુલે સેન્ચુરિયનમાં શાનદાર બેટિંગ કરીને 133 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન રાહુલે 14 ફોર અને 4 સિકસર ફટકારી હતી. કેએલ રાહુલ નાન્દ્રે બર્ગનો શિકાર બન્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી છે. કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે જોરદાર બેટિંગ કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સાઉથ આફ્રિકામાં વિકેટ-કીપર બેટ્સમેન તરીકે, તે ભારત માટે ટેસ્ટમાં એક ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા રિષભ પંતે અણનમ 100 રન બનાવ્યા હતા.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે બીજો દિવસ છે. આજે વરસાદના કારણે 25 મિનિટ મેચ મોડી શરૂ થઈ છે. ભારત તરફથી કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ ક્રિઝ પર આવ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ ઓવરની શરૂઆત કરી છે.

વરસાદના કારણે મેચમાં વિલંબ

મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ મેચના અડધા કલાક પહેલા વરસાદ શરૂ થયો અને મેદાન પર કવર ઢાંકવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે નિર્ધારિત સમયથી બીજા દિવસની રમત શરૂ કરવામાં વિલંબ થશે.

પ્રથમ દિવસની રમત સમાપ્ત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. મેચ લગભગ 31 ઓવર પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 70 રન બનાવીને ક્રિઝ પર ઊભો છે. આ સાથે સાઉથ આફ્રિકાના બોલરોએ ખતરનાક પ્રદર્શન કર્યું છે. કગિસો રબાડાને 5, નાન્દ્રે બર્ગરને 2 તથા માર્કો જેન્સનને 1 વિકેટ મળી છે.

ભારતનું ખરાબ પ્રદર્શન

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 05, શુભમન ગિલ 02 અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ઇનિંગ સંભાળી હતી. આ પછી બંનેએ પ્રથમ સેશનમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી અને સ્કોર 91 સુધી પહોંચાડ્યો હતો. આ પછી બીજા સેશનની પહેલી જ ઓવરમાં ઐયર આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. રબાડાએ અય્યરને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી રબાડાએ કિંગ કોહલીને પણ આઉટ કર્યો હતો. કોહલીએ 5 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. બીજા સેશનના અંત સુધીમાં ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા


  • Follow us on: