- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ
- ભારતને સાઉથ આફ્રિકાએ ઇનિંગ્સ અને 32 રને હરાવ્યું
- ભારતીય ટીમ પ્રથમ દાવમાં 245 રનમાં ઓલઆઉટ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે ત્રીજો દિવસ હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ માત્ર ત્રણ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
કોહલી આઉટ, ભારત મેચ હારી ગયું
ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 32 રને હારી ગઈ છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. હવે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા પર રહેશે.
વિરાટ કોહલીના રૂપમાં ભારતને 10મો ઝટકો લાગ્યો છે. માર્કો યાનસેનના બોલની સામે તેણે શાનદાર શોટ લગાવ્યો, પરંતુ કાગિસો રબાડાએ દોડતી વખતે શાનદાર કેચ પકડ્યો. કોહલી 82 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં 163 રનની લીડ મળી હતી. ભારત બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
શાર્દુલ ઠાકુર આઉટ
કાગીસો રબાડાએ શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાને સાતમો ફટકો પડ્યો છે. હવે ભારતનો સ્કોર 7 વિકેટે 105 રન છે. ભારતીય ટીમે ઇનિંગ્સની હારથી બચવા માટે 58 રન બનાવવા પડશે.
વિરાટ કોહલીની ફિફ્ટી
વિરાટ કોહલીએ પચાસ રનનો આંકડો સ્પર્શી લીધો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની ધરતી પર છઠ્ઠી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. વિરાટ કોહલી 62 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. હાલમાં ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટે 102 રન છે.
KL રાહુલ પછી રવિ અશ્વિન પેવેલિયન પરત
કેએલ રાહુલ બાદ રવિ અશ્વિન પેવેલિયન તરફ ગયો છે. હવે ભારતીય ટીમ પર ઇનિંગ્સ હારવાનો ખતરો છે. ટીમ ઈન્ડિયાના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે, પરંતુ સ્કોરબોર્ડ પર માત્ર 97 રન છે. ભારતીય ટીમને ઇનિંગ્સની હારથી બચવા માટે 66 રનની જરૂર છે. અત્યારે વિરાટ કોહલી અને શાર્દુલ ઠાકુર ક્રિઝ પર છે.
KL રાહુલ પેવેલિયન પરત ફર્યો
પ્રથમ દાવમાં સદી ફટકારનાર કેએલ રાહુલ પેવેલિયન પરત ફર્યો છે. કેએલ રાહુલને નંદ્રે બર્જરે આઉટ કર્યો હતો. કેએલ રાહુલે 24 બોલમાં 4 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાનો પાંચમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો હતો. હવે ભારતનો સ્કોર 5 વિકેટે 96 રન છે. હાલ ભારતીય ટીમ 67 રનથી પાછળ છે. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને રવિ અશ્વિન ક્રિઝ પર છે.
માર્કો યેન્સેન શ્રેયસ અય્યરને આઉટ કર્યો
શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યો છે. આ રીતે ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યરે 12 બોલમાં 6 રન બનાવ્યા હતા. હવે ભારતનો સ્કોર 4 વિકેટે 72 રન છે. હાલમાં ભારતીય ટીમ 91 રન પાછળ છે.
શુભમન ગિલ પેવેલિયન પરત ફર્યો
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. માર્કો યુનસેને શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુભમન ગિલે 37 બોલમાં 26 રનનું યોગદાન આપ્યું હતું. હવે ભારતનો સ્કોર 3 વિકેટે 52 રન છે. હાલ ભારતીય ટીમ 111 રનથી પાછળ છે.
ભારતનો બીજો દાવ
ભારતનો સ્કોર 2 વિકેટે 39 રન છે. હાલ ભારતીય ટીમ 124 રનથી પાછળ છે. અત્યારે શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. વિરાટ કોહલી 8 રન બનાવીને અણનમ છે. શુભમન ગિલ 17 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે જ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ પેવેલિયન તરફ આગળ વધી ગયા છે.
જયસ્વાલ આઉટ: ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. નાન્દ્રે બર્ગરે યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે 18 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ રીતે બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા છે. હવે ભારતનો સ્કોર 2 વિકેટે 13 રન છે.
રોહિત આઉટ: ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો છે. કાગિસો રબાડાએ રોહિત શર્માને બોલ્ડ આઉટ કર્યો હતો. રોહિત શર્મા શૂન્ય પર આઉટ થયો હતો. હાલમાં ભારતનો સ્કોર 1 વિકેટે 5 રન છે. જ્યારે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ 408 રન પર સમાપ્ત થઈ ગઈ છે. તેથી ભારતનો બીજો દાવ શરૂ થયો છે. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી ઓવરની શરૂઆત કગીસો રબાડાએ કરી છે.
સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ સમાપ્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ 408 રન પર સમાપ્ત થઈ ગઈ છે. આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા હજુ પણ ઈજાગ્રસ્ત છે, જેના કારણે તે બેટિંગ કરવા આવ્યો નથી. સાઉથ આફ્રિકાએ 9 વિકેટના નુકસાન પર 408 રન બનાવ્યા છે. તેણે ભારત સામે 163 રનની લીડ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકા તરફથી ડિન એલ્ગરે કપ્તાની ઈનિંગ રમતા 207 બોલમાં 28 ફોરની મદદથી 185 રન બનાવ્યા હતા. જ્યારે માર્કો યાન્સને 147 બોલમાં 11 ફોર અને 1 સિકસની મદદથી 84 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ બેડિંગહામે 56 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી છે. જ્યારે મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી છે. આ સિવાય શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિ અશ્વિનને 1-1 સફળતા મળી છે.
રબાડા આઉટ: જસપ્રીત બુમરાહે કગીસો રબાડાને બોલ્ડ આઉટ કર્યો હતો. કગીસો રબાડાએ 9 બોલમાં 1 રન બનાવ્યો હતો. હવે સાઉથ આફ્રિકાનો સ્કોર વિકેટ પર 396 રન છે. આ સાથે જ જસપ્રીત બુમરાહને ત્રીજી સફળતા મળી હતી.
ત્રીજા દિવસનો પ્રથમ સેશન સમાપ્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. સાઉથ આફ્રિકા પ્રથમ દાવમાં લંચ સુધીમાં 100 ઓવરમાં 7 વિકેટના નુકસાને 392 રન બનાવ્યા છે. આ સાથે સાઉથ આફ્રિકાએ 147 રનની લીડ મેળવી છે. આફ્રિકા તરફથી ડિન એલ્ગરે કપ્તાની ઈનિંગ રમતા 207 બોલમાં 185 રન બનાવીને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. જ્યારે કોએત્ઝી 18 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં માર્કો યાન્સન 120 બોલમાં 9 ફોર અને 1 સિકસની મદદથી 72 રન અને રબાડા 1 રન બનાવીને ક્રિઝ પર છે.ભારત તરફથી અત્યાર સુધી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ ઝડપી છે. આ સિવાય શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણ અને રવિ અશ્વિનને 1-1 સફળતા મળી છે.
કોએત્ઝી આઉટ: ભારતીય ટીમને સાતમી વિકેટ ગેરાલ્ડ કોઅત્ઝીના રૂપમાં મળી છે. રવિ અશ્વિને કોએત્ઝીને શિકાર બનાવ્યો હતો. કોએત્ઝી 18 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે આફ્રિકાનો સ્કોર 7 વિકેટે 391 રન છે.
ભારતને મળી મોટી સફળતા
શાર્દુલ ઠાકુરે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિન એલ્ગરને પોતાનો શિકાર બનાવીને ભારતને મોટી સફળતા અપાવી છે. એલ્ગરે શાનદાર કપ્તાની ઈનિંગ રમતા 287 બોલમાં 185 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 28 ફોર ફટકારી છે. એલ્ગરે માર્કો યાન્સન સાથે 119 રનની પાર્ટનરશિપ કરી હતી. એલ્ગર બેવડી સદી ચૂક્યો હતો. પરંતુ એક રેકોર્ડ તેના નામે કર્યો છે. ભારત સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ સ્થાને હર્સલ ગિબ્સ છે. આફ્રિકાએ 360ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી છે. જોકે આફ્રિકાને પ્રથમ દાવમાં 115 રનની લીડ મળી છે. યાન્સન 60 રન બનાવીને ક્રિઝ પરછે.
માર્કો યાન્સન અને એલ્ગર વચ્ચે 50 રનની પાર્ટનરશિપ
સાઉથ આફ્રિકાએ 79 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા. ટીમે 55 રનની લીડ મેળવી લીધી છે. ડીન એલ્ગર 155 રન બનાવીને રમી રહ્યો છે. જેન્સને 60 બોલમાં 26 રન બનાવ્યા છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. આ બંને વચ્ચે 51 રનની ભાગીદારી થઈ છે.
સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ડીન એલ્ગરે શાનદાર બેટિંગ કરતા 150 રનનો આંકડો પાર કર્યો છે. તે 25 ફોરની મદદથી 154 રન બનાવીને ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા છે. માર્કો જેન્સન 19 રન બનાવીને રમી રહ્યો છે.
સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય કપ્તાને જસપ્રીત બુમરાહને ઓવર સોંપી છે. સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગર અને માર્કો જેન્સન બેટિંગ કરી રહ્યા છે.
બીજા દિવસની રમત સમાપ્ત
સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમ સામે 11 રનની લીડ મેળવી લીધી છે. ખરાબ લાઇટના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. બીજા દિવસે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકા તરફથી ડીન એલ્ગર 140 રન બનાવીને અણનમ છે. ભારતીય બોલરોની વાત કરીયે તો જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ સિરાજ 2-2 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા, તથા પ્રસિદ્ધ ક્રિષ્નાને પણ 1 વિકેટ મળી હતી
ભારતનો પ્રથમ દાવ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. ટોસ હારીને પ્રથન બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 67.4 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આ મેચમાં કેએલ રાહુલ સિવાય અન્ય બેટ્સમેનો આફ્રિકન બોલરોની સામે રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. છઠ્ઠા સ્થાને બેટિંગ કરતી વખતે કેએલ રાહુલે 137 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 14 ફોર અને 4 સિકસ ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્મા 05, શુભમન ગિલ 02 અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ઇનિંગ સંભાળી હતી. આ પછી બીજા સેશનની પહેલી જ ઓવરમાં ઐયર આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. રબાડાએ અય્યરને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી રબાડાએ કિંગ કોહલીને પણ આઉટ કર્યો હતો. કોહલીએ 5 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો કગીસો રબાડાને 5 સફળતા મળી છે. જ્યારે ડેબ્યૂ કરનાર નાંન્દ્રે બર્ગરે 3 વિકેટ ઝડપી છે. ગેરાલ્ડ કોએત્ઝી અને માર્કો જેન્સનને 1-1 વિકેટ મળી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા










