• દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બની વિચિત્ર ઘટના
  • ચાલુ મેચ દરમિયાન એક કૂતરો મેદાનમાં ઘૂસી આવ્યો
  • આ પહેલા T20 સિરીઝમાં એક સાપ મેદાનમાં આવ્યો હતો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન કંઈક એવું થયું જે સામાન્ય રીતે ઈન્ટરનેશનલ મેચમાં થવાની અપેક્ષા નથી હોતી. ચુસ્ત બંદોબસ્ત રાખ્યા બાદ પણ ચાલુ મેચમાં એક કૂતરો મેદાનમાં પહોંચી ગયો હતો.

ભારતે T20 બાદ ODI શ્રેણી પણ જીતી

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર પ્રદર્શન કરતા T20 બાદ વનડે શ્રેણી પણ જીતી લીધી. ત્રણ મેચની શ્રેણીની નિર્ણાયક વનડેમાં ભારતે 7 વિકેટે એકતરફી જીત હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાની ઘાતક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 99 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને ટ્રોફી જીતી લીધી.


સ્ટેડિયમમાં બંદોબસ્તને લઇ ઉઠ્યા સવાલ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન કંઈક એવું થયું જે સામાન્ય રીતે ઈન્ટરનેશનલ મેચમાં થવાની અપેક્ષા નથી હોતી. કોટલા ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક કૂતરો ચાલુ મેચમાં મેદાનમાં ઘુસી ગયો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે તેને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો હતો પરંતુ બહાર જતા પહેલા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો.

શ્રેયસ અય્યરે કૂતરાને ભગાડ્યો

જ્યારે કૂતરો મેદાનમાં પ્રવેશ્યો ત્યારે શ્રેયસ ઐયર તેને ભગાડતો જોવા મળ્યો હતો. મેચ દરમિયાન લેવામાં આવેલી તસવીરમાં શ્રેયસ કૂતરાને બહાર જવા માટે ઈશારો કરતો જોવા મળે છે. કૂતરાએ કેમેરામેનને પણ ખૂબ હેરાન કર્યા. તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે કૂતરો બાઉન્ડ્રીની નજીક બેઠેલા કેમેરામેન પાસે ઉભો રહ્યો અને પછી તેમને પરેશાન કરવા લાગ્યો.


મેચ દરમિયાન સાપ ઘુસી ગયો હતો

ODI સીરિઝની અંતિમ મેચમાં જ્યાં કૂતરો મેદાનમાં ઘુસ્યો ત્યાં બીજી તરફ T20 સિરીઝની એક મેચમાં મેદાનમાં સાપ ઘુસી ગયો હતો. મેચની T20 સીરીઝની બીજી મેચમાં મેદાન પર એક સાપ સરકતો જોવા મળ્યો હતો. જેના કારણે લગભગ 10 મિનિટે મેચ રોકવી પડી હતી.

  • Follow us on: