ભારત-દક્ષિણ આફ્રિકાની ચોથી ટી-20 મેચમાં સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી અને સદી ફટકારી, પરંતુ આ મેચમાં એક દર્દનાક ઘટના બની, પચાસ રન પૂરા કર્યા બાદ સંજુએ સિક્સર ફટકારી, પરંતુ બોલ મહિલા દર્શકને વાગ્યો. મેચ જોવા આવેલી આ દર્શકના બોલ લાગવાથી રડી રડીને બેહાલ થઇ ગયા હતા. હવે આ મહિલા ફેનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


સંજુ સેમસને આફ્રિકા વિરૂદ્ધ T20 શ્રેણીમાં ચાર ઇનિંગ્સ રમી છે 

સંજુ સેમસને આફ્રિકા વિરૂદ્ધ T20 શ્રેણીમાં ચાર ઇનિંગ્સ રમી છે જેમાંથી તે બે વખત શૂન્ય પર આઉટ થયો હતો અને બે વખત સદી ફટકારી હતી. આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં તેણે શાનદાર બેટિંગ કરી અને જોરદાર સદી ફટકારી. તે ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. તે ઈનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે કોઈપણ મુશ્કેલી વિના પોતાની સદી પૂરી કરી હતી.

સંજુનો બોલ મહિલાને વાગ્યો

સંજુ સેમસને ચોથી T20 મેચમાં 56 બોલમાં 109 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 9 સિક્સ સામેલ હતી. 10મી ઓવરમાં સંજુએ ટ્રિસ્ટન સ્ટબ્સના પહેલા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. તેણે ડીપ મિડ-વિકેટ પર બીજી સિક્સ ફટકારી. જે સ્ટેડિયમમાં ઉભેલી મહિલાના મોં પર લાગી હતી. આ કારણે તે દર્દથી રડવા લાગી અને તેની આંખોમાંથી આંસુ પડતાં જોવા મળ્યા. ત્યારે કોઈએ મહિલા પ્રશંસકને તેના ગાલ પર બરફ લગાવવા કહ્યું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સંજુએ કર્યો કમાલ

સંજુ સેમસને આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં પણ 107 રનની ઇનિંગ રમી હતી. હવે ચોથી T20 મેચમાં તેણે 109 રન બનાવ્યા હતા. તે T20Iમાં એક જ ટીમ સામે બે સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેની પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું.

  • Follow us on: