15 નવેમ્બરે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ચાર મેચોની T20 સિરીઝની છેલ્લી અને ચોથી મેચ રમવા જઈ રહી છે. ભારતીયે ટીમે બે મેચ જીતીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. તેથી, હવે સૂર્યકુમાર યાદવ એન્ડ કંપની આ મુકાબલો જીતીને સિરીઝ જીતવા પર રહેશે.
સાઉથ આફ્રિકાની ટીમની નજર 2-2થી ડ્રો સાથે સિરીઝને સમાપ્ત કરવા પર રહેશે. આવી પરિસ્થિતિમાં બંને ટીમો વચ્ચે ફરી એકવાર રસપ્રદ મેચ જોવા મળી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચોથી મેચ દરમિયાન હવામાન અને પીચની સ્થિતિ શું હશે?
પિચ કોને કરશે મદદ?
બેટ્સમેનોએ અત્યાર સુધી સિરીઝમાં પ્રભુત્વ જમાવ્યું છે. ત્રણેય મેચમાં બેટ્સમેનોએ પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ દરમિયાન સંજુ સેમસન અને તિલક વર્માના બેટમાંથી પણ સદીઓ જોવા મળી હતી. આ કારણે ફેન્સના મનમાં એક સવાલ છે કે ચોથી ટી-20 મેચમાં બેટ્સમેન કે બોલરનો દબદબો રહેશે? તો તમને જણાવી દઈએ કે પિચ કોને મદદ કરશે.
ચોથી T20 મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં સિક્સ અને ફોરનો જોરદાર વરસાદ જોવા મળી શકે છે. મેદાન પર સારા બાઉન્સને કારણે બોલ બેટ પર સરળતાથી આવી જાય છે. તેથી ચોથી મેચમાં પણ બેટ્સમેન બોલરો પર પ્રભુત્વ જમાવી શકે છે. પરંતુ સ્પિનરોને પણ પીચમાંથી ઘણી મદદ મળે છે.
જાણો શું કહે છે સ્ટેડિયમના આંકડા
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ અને બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમોએ સમાન વર્ચસ્વ મેળવ્યું છે. કારણ કે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 13 મેચ જીતી છે, જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ પણ માત્ર 13 મેચ જીતવામાં સફળ રહી છે. આ મેદાનનો સર્વોચ્ચ સ્કોર 260 રનનો રહ્યો છે. હવે એવી અપેક્ષા છે કે ચોથી T20 મેચમાં રનનો વરસાદ થઈ શકે છે.
શું વરસાદ બગાડશે ગેમ?
Accuweather.comના રિપોર્ટ મુજબ શુક્રવારે વરસાદથી રમત બગાડવાની સંભાવના છે. જોહાનિસબર્ગમાં આવતીકાલે 70 ટકા વરસાદની સંભાવના છે. આ સિવાય ભેજનું પ્રમાણ 55 ટકા રહેશે અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જો મેચ દરમિયાન વરસાદ પડે તો બોલરોને બોલિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બેટ્સમેનો માટે રન બનાવવા થોડા મુશ્કેલ હશે.