- દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ
- દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાઇ રહી છે મેચ
- બોલરોના નામે રહ્યો બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થઈ છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝની પ્રથમ મેચ હારી ગઈ છે. આ સાથે સાઉથ આફ્રિકામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાનો અહીં રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. અહીં ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 4માં હાર થઈ છે અને 2 મેચ ડ્રો રહી છે. એટલે કે તે આજ સુધી કેપટાઉનમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. ભારતીય ટીમ કેપટાઉનમાં પોતાના ખરાબ રેકોર્ડને પણ સુધારવાનો પ્રયાસ કરશે.
બીજો દિવસ
ભારતની ઇનિંગ
ભારતીય ટીમે કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. ટીમ ઈન્ડિયા બે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં હાર્યા બાદ પાછળ રહી ગઈ હતી. હવે 7 વિકેટે શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં પોતાને હારથી બચાવી લીધી છે. જો કે ભારતીય ટીમ આ શ્રેણી જીતી શકી ન હતી અને ફરી એકવાર આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું અધૂરું રહી ગયું હતું. પરંતુ કેપટાઉનમાં આ જીત સાથે ભારતે ઈતિહાસ રચી દીધો છે. ઉપરાંત, કેપટાઉનમાં આ પ્રથમ વખત બન્યું છે કે માત્ર ભારત જ નહીં પરંતુ કોઈ એશિયન ટીમે અહીં ટેસ્ટ મેચમાં આફ્રિકાને હરાવ્યું હોય.
ગિલ આઉટ: શુભમન ગિલના રૂપમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. રબાડાના બોલ પર ગિલ આઉટ થયો છે. આ સાથે ભારતનો સ્કોર 57/2 થયો છે. ભારતે જીતવા માટે 22 રનની જરૂર છે.
જયસ્વાલ આઉટ: ભારતની પ્રથમ વિકેટ પડી છે. યશસ્વી જયસ્વાલ 28 રન બનાવીને આઉટ થયો છે. નાન્દ્રે બર્ગરના બોલમાં સ્ટબ્સના હાથે આઉટ થયો હતો જયસ્વાલ.
યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. ભારતે સિરીઝ ડ્રો કરવા માટે 79 રનની જરૂર છે.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ
ઓલ આઉટ: બુમરાહે બીજી ઇનિંગમાં 6 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે દક્ષિણ આફ્રિકા ઓલ આઉટ થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં 176 રન બનાવ્યા છે. આ સાથે SA એ 78 રનની લીડ હાંસલ કરી છે. દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટ્સમેન એડન માર્કરમે 106 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ડીન એલ્ગર (12), ડેવિડ બડિંગહામ (11) અને માર્કો યાન્સને (11) રન બનાવ્યા હતા. આ શિવાય દક્ષિણ આફ્રિકાનો કઇ ખેલાડી ડબલ ડીજીટ સુધી પહોંચી શક્યો ન હતો. ભારતની બોલિંગની વાત કરીયે તો જસપ્રીત બુમરાહે સૌથી વધુ 6 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે મુકેશ કુમારને 2 તથા પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજને 1 - 1 સફળતા મળી હતી.
રબાડા આઉટ: પ્રથમ ઓવરમાં મોંઘો સાબિત થયા બાદ પ્રસિદ્ધ ક્રિષ્નાએ બીજી ઓવરના પહેલા જ બોલે કગીસો રબાડાને આઉટ કર્યો. આ સાથે દક્ષિણ આફ્રિકાએ 163 ના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી છે.
માર્કરમ આઉટ: એડન માર્કરમે ભારતીય ટીમની ચિંતા વધારી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાની એક ઓવરમાં 20 રન લીધા બાદ માર્કરમે સદી પુરી કરી હતી. સિરાજે બોલિંગમાં આવતાની સાથે જ રોહિત શર્માના હાથે માર્કરમને આઉટ કરાવ્યો હતો. માર્કરમ 106 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 162/8 પર પહોંચ્યો છે.
માર્કરમની સદી: દક્ષિણ આફ્રિકાના માટે ઓપનિંગ બેટ્સમેન એડન માર્કરમ તારણહાર બન્યો છે. એડન માર્કરમે 99 બોલમાં શતક ફટકાર્યું છે. આ સાથે દક્ષિણ આફ્રિકાને ટેસ્ટમાં 60 રનની લીડ મળી છે.
મહારાજ આઉટ: બુમરાહના બોલ પર કેશવ મહારાજ આઉટ. આ સાથે બુમરાહે બીજી ઇનિંગમાં 5 વિકેટ પુરી કરી છે.
યાન્સન આઉટ: જસપ્રીત બુમરાહના બોલ પર માર્કો યાન્સન 11 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે બુમરાહે પોતાના નામે 4 વિકેટ કરી છે. મેચમાં દક્ષિણ આફ્રિકા 5 રનથી આગળ છે.
કાયલ આઉટ: બુમરાહ આજે અલય લયમાં જોવા મળ્યો હતો. બુમરાહે આજના દિવસે કાયલ વેરેનના નામે પોતાની બીજી વિકેટ લીધી હતી. આ સાથે બુમરાહે કુલ 3 વિકેટ પોતાના નામે કરી છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 85/5 પર પહોંચ્યો છે.
બડિંગહામ આઉટ: બીજા દિવસની શરૂઆતમાં જ ભારતને વધુ એક સફળતા મળી છે. બુમરાહના બોલ પર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ બડિંગહામે કિપર કેએલ રાહુલના હાથમાં કેચ આપી દીધો હતો. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 67/4 પર પહોંચ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ થઇ ગઇ છે. એડન માર્કરમ અને ડેવિડ બડિંગહામ ક્રિઝ પર આવ્યા છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ આજના દિવસનો પ્રથમ બોલ નાખશે. આફ્રિકાએ 3 વિકેટ ગુમાવી 62 રન બનાવ્યા છે. એડન માર્કરમ (36) અને ડેવિડ બડિંગહામ (12) ક્રીઝ પર છે.
જીતી શકે છે ભારતીય ટીમ
બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પકડ મજબૂત જોવા મળી રહી છે. હાલમાં બીજી ઇનિંગમાં ભારતીય ટીમે માત્ર 62 રનમાં દક્ષિણ આફ્રિકાના 3 બેટ્સમેનોને આઉટ કર્યા છે. જો ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાને જલ્દી ઓલઆઉટ કરે તો તે આસાનીથી મેચ જીતી શકે છે. બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો હતો. બન્ને ટીમો ઓલ આઉટ થયા બાદ દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ શરૂ થઇ હતી.
બંને દેશની પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wc), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર
દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર (C), એડન માર્કરમ, ટોની ડી જોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બડિંગહામ, કાયલ વેરેન (wc), માર્કો યાન્સન, કેશવ મહારાજ, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગિડી
પિચ રિપોર્ટ
ન્યુલેન્ડ્સની પિચ પર સારી માત્રામાં ઘાસ છે. સામાન્ય રીતે આટલું ઘાસ અહીં ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને સારી મદદ મળવાની આશા છે. હવામાન પણ ફાસ્ટ બોલરોને મદદ કરતું જણાય છે. વાસ્તવમાં, મેચ દરમિયાન હળવો પવન ફૂંકાશે, જેના કારણે બોલ વધુ સ્વિંગ થશે. મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરો ચોક્કસપણે પ્રભુત્વ જમાવશે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરોની ભૂમિકા પણ મહત્વની રહેશે.













