• વનડે મેચમાં કેએલ રાહુલ રહેશે ટીમના કેપ્ટન
  • આકાશ દીપ અને અય્યરને મળશે ચાન્સ
  • 17, 19 અને 21 ડિસેમ્બરે રમાશે મેચ

ટી-20 શ્રેણી 1-1થી ડ્રો થયા બાદ હવે આવતીકાલ (રવિવાર)થી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કેએલ રાહુલ વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તો સાથે જ એડન માર્કરમ દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. તો અહીં જાણી લો ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ, બંને ટીમોની ટીમ અને મેચના સમયની પણ વિગતો.

જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે રમાશે. ODI શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. બીજી અને ત્રીજી વનડે સાંજે 4.30 કલાકે શરૂ થશે. બીજી ODI મેચ 19 ડિસેમ્બરે ગકેબેરહામાં અને ત્રીજી અને અંતિમ ODI મેચ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.

ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું?

તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની તમામ મેચો લાઈવ જોઈ શકો છો. જ્યારે મોબાઈલ પર મેચ જોનારા દર્શકો ડિઝનીપ્લસ હોટસ્ટાર પર તમામ મેચો ફ્રીમાં લાઈવ જોઈ શકશે.

વનડે સીરીઝ માટે ભારતની ટીમ

ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કે એલ રાહુલ (કેપ્ટન અને વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને આકાશ દીપ.

વનડે સીરીઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ

એડન માર્કરમ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાંદ્રે બર્ગર, ટોની ડી જોરજી, રીઝા હેંડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી મપોંગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એંડીલે ફેહલુકવાયો, તબરેજ શમ્સી, રાસી વેન ડેર ડુસેન, કાઈલ વેરિન અને લિજાદ વિલિયમ્સ.

આવું રહેશે વનડે સીરીઝનું શિડ્યુલ

  • પહેલી વનડે - 17 ડિસેમ્બર- જોહાન્સબર્ગ
  • બીજી વનડે - 19 ડિસેમ્બર - ગકેબેરહા
  • ત્રીજી વનડે - 21 ડિસેમ્બર - પાર્લ 

  • Follow us on: