- ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- ભારતીય ટીમની સેમીફાઈનલમાં એન્ટ્રી
શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની 302 રને જીત થઈ છે. શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી ભારતીય ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા હતા. જેથી શ્રીલંકાને જીત માટે 358 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉચ થઈ છે. ભારત માટે સૌથી વધુ 5 વિકેટ મોહમ્મદ શમીએ લીધી છે. શમીએ 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 7 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 4 બોલમાં 4 રન આપીને 1 વિકેટ લીધી છે.
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રીલંકા વિરુદ્ધ મેચમાં 5 વિકેટ લઈને શમીએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ લિસ્ટમાં ઝહીર ખાન અને શ્રીનાથ 44 વિકેટ સાથે બીજા નંબરે, જસપ્રીત બુમરાહ 33 વિકેટ સાથે બીજા નંબરે અને અનીલ કુંબલે 31 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.
શ્રીલંકાની ઈનિંગ
37/8 (15 ઓવર)- શ્રીલંકાના બેટ્સમેનોએ ભારત સામે સેરેન્ડર કર્યું છે. શ્રીલંકાનો એન્ઝેલો મેથ્યૂઝ 25 બોલમાં 12 રન કરીને અને દુષ્મંથા ચમીરા 6 બોલમાં શૂન્ય રન કરીને આઉટ થયો છે. આ બંને વિકેટ મોહમ્મદ શમીએ કરી છે. અત્યારે શ્રીલંકા માટે મહિશ તીક્ષ્ણા 13 બોલમાં 7 રન કરીને અને કાસુન રાજિથા 5 બોલમાં 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 3 ઓવરમાં 7 રન આપીને 4 વિકેટ, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 7 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી છે.
14/6 (10 ઓવર)- શ્રીલંકાના ખેલાડીઓ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 10 ઓવરમાં શ્રીલંકાની અડધી ટીમ આઉટ થઈ છે. પ્રથમ 5 ઓવરમાં શ્રીલંકાના 4 ખેલાડી આઉટ થયા હતા, જ્યારે 10મી ઓવરમાં મોહમ્મદ શમીએ 24 બોલમાં 1 રન કરનારા ચરિથ અસલાંકાને અને 1 બોલમાં શૂન્ય રન કરનારા દુશમ હેમંથાને આઉટ કર્યો છે. અત્યારે શ્રીલંકા માટે એન્ઝેલો મેથ્યૂઝ 17 બોલમાં 7 રન કરીને અને દુષ્મંથા ચમીરા 2 બોલમાં શૂન્ય રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 5 ઓવરમાં 8 રન આપીને 1 વિકેટ, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 1 ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ લીધી છે.
7/4 (5 ઓવર)- શ્રીલંકા વિરુદ્ધ ભારતીય બોલર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રથમ 5 ઓવરમાં 7 રનમાં જ શ્રીલંકાના 4 ખેલાડી આઉટ થયા છે. પથુમ નિસાંકા 1 બોલમાં શૂન્ય રન કરીને, ડિમુથ કરૂણારત્ને 1 બોલમાં શૂન્ય, સદિરા સમરવિક્રિમા 4 બોલમાં શૂન્ય રન કરીને અને કેપ્ટન કુસલ મેન્ડિસ 10 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. હવે શ્રીલંકા માટે ચરિથ અસલાંકા 9 બોલમાં શૂન્ય રન કરીને અને એન્ઝેલો મેથ્યૂઝ 5 બોલમાં 4 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 3 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 2 ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ લીધી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી વર્લ્ડકપની મેચમાં શ્રીલંકાની ઈનિંગ શરૂ થઈ છે. જેથી શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા અને ડિમુથ કરૂણારત્ને ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા છે. જેથી શ્રીલંકાને જીત માટે 358 રનો ટાર્ગેટ મળ્યો છે.
ભારતની ઈનિંગ
357/8 (50 ઓવર)-ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં ભારતની ઈનિંગ પૂર્ણ થઈ છે. ભારતે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 357 રન બનાવ્યા છે. જેથી શ્રીલંકાને જીત માટે 358 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે શુભમન ગિલે 92 બોલમાં 92, વિરાટ કોહલીએ 94 બોલમાં 88, રોહિત શર્માએ 2 બોલમાં 4, કેએલ રાહુલે 19 બોલમાં 21, સૂર્યકુમાર યાદવે 9 બોલમાં 12, શ્રેયસ અય્યરે 56 બોલમાં 82 રન અને રવિન્દ્ર જાડેજાએ 24 બોલમાં 36 રન કર્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 10 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ અને દુષ્મંથા ચમીરાએ 10 ઓવરમાં 71 રન કરીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત, કાસુન રાજિથાએ 9 ઓવરમાં 66, એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11, મહિશ તીક્ષ્ણાએ 10 ઓવરમાં 67 અને દુશન હેમંથાએ 8 ઓવરમાં 52 રન આપ્યા છે.
304/5 (45 ઓવર)- સૂર્યકુમાર યાદવ 9 બોલમાં 12 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે શ્રેયસ અય્યર 45 બોલમાં 59 રન કરીને અને રવિન્દ્ર જાડેજા 10 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 9 ઓવરમાં 61 રન આપીને 4 વિકેટ અને દુષ્મંથા ચમીરાએ 8 ઓવરમાં 47 રન કરીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત, કાસુન રાજિથાએ 7 ઓવરમાં 56, એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11, મહિશ તીક્ષ્ણાએ 10 ઓવરમાં 67 અને દુશન હેમંથાએ 8 ઓવરમાં 52 રન આપ્યા છે.
264/4 (40 ઓવર)- ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 19 બોલમાં 21 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રેયસ અય્યર 30 બોલમાં 38 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 4 બોલમાં 8 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 7 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ અને દુષ્મંથા ચમીરાએ 8 ઓવરમાં 47 રન કરીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત, કાસુન રાજિથાએ 7 ઓવરમાં 56, એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11, મહિશ તીક્ષ્ણાએ 7 ઓવરમાં 43 અને દુશન હેમંથાએ 8 ઓવરમાં 52 રન આપ્યા છે.
225/3 (35 ઓવર)- ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂપે ઝટકો લાગ્યો છે. કોહલી 94 બોલમાં 88 રન કરીને આઉટ થયો છે. હવે ભારત માટે શ્રેયસ અય્યર 15 બોલમાં 20 રન કરીને અને કેએલ રાહુલ 8 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 7 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 6 ઓવરમાં 31, કાસુન રાજિથાએ 6 ઓવરમાં 42, એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11, મહિશ તીક્ષ્ણાએ 5 ઓવરમાં 35 અને દુશન હેમંથાએ 8 ઓવરમાં 52 રન આપ્યા છે.
193/2 (30 ઓવર)- ભારતને બીજો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ 92 બોલમાં 92 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે કોહલી અત્યારે 87 બોલમાં 87 રન કરીને અને શુભમન ગિલ 92 બોલમાં રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 6 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 6 ઓવરમાં 31, કાસુન રાજિથાએ 5 ઓવરમાં 29, એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11, મહિશ તીક્ષ્ણાએ 5 ઓવરમાં 35 અને દુશન હેમંથાએ 5 ઓવરમાં 37 રન આપ્યા છે.
151/1 (25 ઓવર)-ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ભારતે 1 વિકેટના નુકસાને 151 રન બનાવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 74 બોલમાં 73 રન કરીને અને શુભમન ગિલ 75 બોલમાં 65 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, શ્રીલંકામાં એકમાત્ર દિલશાન મદુશંકાને વિકેટ મળી છે. દિલશાન મદુશંકાએ 5 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 4 ઓવરમાં 12, કાસુન રાજિથાએ 5 ઓવરમાં 29, એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11, મહિશ તીક્ષ્ણાએ 4 ઓવરમાં 33 અને દુશન હેમંથાએ 4 ઓવરમાં 24 રન આપ્યા છે.
120/1 (20 ઓવર)- ભારતનો ઓપનર શુભમન ગિલ અને વિરાટ કોહલી બંને ફિફ્ટી ફટકારીને બેટિંગ કરી રહ્યા છે, કોહલી 50 બોલમાં 50 રન કરીને અને ગિલ 52 બોલમાં 50 રન કરીને બેટિંગ કરી રહ્યો છે, બીજી તરફ શ્રીલંકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
88/1 (15 ઓવર)- શ્રીલંકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 10 ઓવરમાં શ્રીલંકાને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 45 બોલમાં 41 રન કરીને અને શુભમન ગિલ 43 બોલમાં 35 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 3 ઓવરમાં 8, કાસુન રાજિથાએ 2 ઓવરમાં 15 અને એન્ઝેલો મેથ્યુઝે 3 ઓવરમાં 11 અને મહિશ તીક્ષ્ણાએ 2 ઓવરમાં 18 રન અને દુશન હેમંથાએ 1 ઓવરમાં 3 રન આપ્યા છે.
60/1 (10 ઓવર)- શ્રીલંકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં શ્રીલંકાને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 28 બોલમાં 28 રન કરીને અને શુભમન ગિલ 30 બોલમાં 22 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 3 ઓવરમાં 8, કાસુન રાજિથાએ 2 ઓવરમાં 15 અને એન્ઝેલો મેથ્યુઝે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.
25/1 (5 ઓવર)- ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 12 બોલમાં 9 રન કરીને અને વિરાટ કોહલી 16 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 2 મેડન ઓવર નાખી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતની ઓપનિંગ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓપનર શુભમન ગિલ ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આજે મેચ જીતશે, તો ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચશે.
શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપની 33મી મેચ રમવામાં આવશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે શ્રીલંકાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત આજે મેચ જીતશે, તો સેમીફાઈનલમાં પહોંચશે.
આજે ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાની સેમીફાઇનલની ટિકિટ સુરક્ષિત કરવા પર રહેશે. અત્યાર સુધી તે આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે પોતાની તમામ મેચોમાં એકતરફી જીત નોંધાવી છે. એટલે કે જીતનો રેકોર્ડ 100% રહ્યો છે. ટીમ ઈન્ડિયા આજે પણ આવું જ પ્રદર્શન ચાલુ રાખે તેવી અપેક્ષા છે. જો કે, ટીમ ઈન્ડિયા જે મેદાન પર સ્પર્ધા કરવા જઈ રહી છે, તેની જીતની ટકાવારી વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાના જીતના રેકોર્ડ કરતા થોડી નબળી છે.
વાનખેડે સ્ટેડિયમમાં મેચ
ભારત અને શ્રીલંકાની ટીમો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમે અહીં અત્યાર સુધી 20 વનડે મેચ રમી છે. 1987થી 2023 વચ્ચે રમાયેલી આ મેચોમાં ટીમ ઈન્ડિયા માત્ર 11માં જ જીતી શકી છે. સાથે ભારતીય ટીમની 9 મેચમાં હાર થઈ છે. એટલે કે, અહીં ટીમ ઈન્ડિયાનો જીતનો રેકોર્ડ માત્ર 55% રહ્યો છે. શ્રીલંકાએ પણ અહીં 5 મેચ રમી છે. તેણે 2 જીતી છે અને 3 મેચમાં હાર થઈ છે.
વાનખેડેમાં 25 વનડે મેચ રમાઈ
આ મેદાન પર 25 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે. આ સાથે જ 11 વખત પીછો કરનારી ટીમની જીત થઈ છે. એટલે કે ટોસની ભૂમિકા મહત્વની સાબિત થઈ નથી. જો કે, આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અહીં રમાયેલી બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે મોટી જીત પ્રાપ્ત કરી છે.
વાનખેડે મેદાનના કેટલાક વિશેષ આંકડા
વાનખેડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેણે અહીં 11 મેચમાં 455 રન બનાવ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ વેંકટેશ પ્રસાદે લીધી છે. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી છે. અહીં બેટ્સમેન હેનરિક ક્લાસેન સૌથી વધુ સિક્સ ફટકારનારો બેટ્સમેન છે. તેણે માત્ર બે મેચમાં 12 સિક્સ ફટકારી છે. ક્લાસને આ વર્લ્ડકપની બે મેચમાં આ તમામ સિક્સ ફટકારી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ
શ્રીલંકા- પથુમ નિસાંકા, ડિમુથ કરૂણારત્ને, કુસલ મેન્ડિસ(કેપ્ટન), સદિરા સમરવિક્રિમા, ચરિથ અસલાંકા, એન્ઝેલો મેથ્યૂઝ, દુશન હેમંથા, મહેશ તીક્ષ્ણા, કાસુન રાજિથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા










