કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 230 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડુનિથ વેલ્લાલાગે 67 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પથુમ નિસાન્કાએ 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી બોલિંગ દરમિયાન અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાએ આપેલા લક્ષ્યનો પીછો કરતા ભારતે 47.5 ઓવરમાં ઓલઆઉટ થતાં 230 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 58 રનની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલ 31 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષરે 33 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 24 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ દુબેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.










