શ્રીલંકાએ વનડે સિરીઝની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે સિરીઝ પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96 રનની ઇનિંગ રમી હતી. કુસલ મેન્ડિસે 59 રનનું યોગદાન આપ્યું હતું. પથુમ નિસાન્કાએ 45 રનની ઇનિંગ રમી હતી. આ સાથે શ્રીલંકાએ 2-0થી સિરીઝ જીતી લીધી છે. શ્રીલંકાએ , 27 વર્ષ બાદ ભારતને ODI સિરીઝમાં હરાવ્યું છે.


  • Follow us on: