- ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T-20 મેચ
- પ્રથમ બંને મેચ વેસ્ટ ઈન્ડીઝ જીત્યું
- બંને દેશ વચ્ચે 5 મેચની રમાશે સીરિઝ
ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી ત્રીજી T-20 મેચમાં ભારતીય ટીમની 7 વિકેટે જીતી થઈ છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વેસ્ટ ઈન્ડીઝે 20 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા. જેથી 160 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી છે. ભારત માટે સૌથી વધુ 44 બોલ પર 83 રન સૂર્યકુમાર યાદવે કર્યા છે. જ્યારે તિલક વર્માએ અણનમ 37 બોલ પર 49 રન કર્યા છે. સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ અણનમ 15 બોલ પર 20 રન કર્યા છે. આ જીત સાથે ભારતે આ સીરિઝ જીવંત રાખી છે. આ મેચ જીતવા છતાં હજુ પણ વેસ્ટ ઈન્ડીઝ 2-1થી સીરિઝમાં આગળ છે. હવે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ચોથી T-20 મેચ 12 ઓગસ્ટે રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ બે મેચમાં વેસ્ટ ઈન્ડીઝની જીત થઈ છે. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડીઝની 4 રને જીત થઈ હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝની 2 વિકેટે જીત થઈ હતી. એ પહેલાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ અને વનડે સીરિઝ રમવામાં આવી હતી. આ બંને સીરિઝમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી.
ભારતની ઈનિંગ
154/3 (17 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે 17મી ઓવર અલ્ઝારી જોસેફે નાખી છે. જેમાં જોસેફે 6 રન આપ્યા છે.
148/3 (16 ઓવર)- રોમારિયો શેફર્ડે એક ફોર અને એક સિક્સ સાથે 13 રન આપ્યા છે.
135/3 (15 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝના બોલર રોસ્ટન ચેઝે પોતાની છેલ્લી ઓવર નાખી છે. જેમાં રોસ્ટને 5 રન આપ્યા છે. જેથી 15 ઓવર બાદ ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાને 135 રન થયો છે.
130/3 (14 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝના બોલર અકિલ હુસેને પોતાની છેલ્લી ઓવર નાખી છે. જેમાં અકિલે 1 ફોર સાથે 7 રન આપ્યા છે. જેથી ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાને 130 રન થયો છે.
123/3 (13 ઓવર)- ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ 44 બોલ પર 88 રન કરીને આઉટ થયો છે. આ વિકેટ અલ્ઝારી જોસેફે લીધી છે. જેથી અત્યારે ભારત માટે કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્મા બેટિંગ કરી રહ્યા છે.
114/2 (12 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી ત્રીજી T-20 મેચમાં 12 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 12 ઓવર બાદ ભારતે 2 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ 41 બોલ 77 પર રન વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યા છે, જ્યારે તિલક વર્માએ 20 બોલ પર 26 રન કર્યા છે. આ સાથે જ ભારતની ઓપનિંગ જોડી ફરી ફ્લોપ સાબિત થઈ છે. ઓપનર યશસ્વી જયસ્વાલ 1 રન પર આઉટ થયો છે, જ્યારે શુભમન ગિલ 11 બોલ પર 6 રન કરીને આઉટ થયો છે. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામા આવે તો, ઓબેલ મેકકોયે 2 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે અલ્ઝારી જોસેફે 2 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી છે. હવે ભારતને જીતવા માટે 47 બોલ પર 45 રનની જરૂર છે.
106/2 (11 ઓવર)- ભારતીય ટીમે 100 રનનો આંકડો પાર કર્યો છે. રોસ્ટન ચેઝે પોતાની ઓવરમાં 9 રન આપ્યા છે. જેથી 11 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 106 રન થયો છે.
97/2 (10 ઓવર)- રોમારિયો શેફર્ડ 10મી ઓવરમાં થોડો મોંઘો સાબિત થયો છે. શફર્ડે આ ઓવરમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 13 રન આપ્યા છે. જેથી 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 97 રન થયા છે.
84/2 (9 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે 9મી ઓવર નાખવા રોસ્ટન ચેઝ આવ્યો છે. જેમાં રોસ્ટને માત્ર 5 રન આપ્યા છે.
79/2 (8 ઓવર)- ભારતનો વાઈસ-કેપ્ટન સૂર્યકુમાર યાદવ આક્રામક બન્યો છે. સૂર્યકુમાર યાદવે 23 બોલ પર 50 રન કર્યા છે. જેમાં સૂર્યકુમારે 7 ફોર અને 2 સિક્સ ફટકારી છે. વેસ્ટ ઈન્ડીઝ માટે આ ઓવર રોમારિયો શેફર્ડે નાખી હતી. જેમાં શેફર્ડે 2 ફોર સાથે 10 રન આપ્યા છે.
69/2 (7 ઓવર)-રોસ્ટેન ચેઝે આ ઓવરમાં 1 ફોર અને 1 નો બોલ સાથે 9 રન આપ્યા છે. જેથી 7 ઓવર બાદ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 69 રન થયો છે.
60/2 (6 ઓવર)- 160 રનના ટોર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના બંને ઓપનર આઉટ થયા છે. આજની મેચમાં ડેબ્યૂ કરનારો યશસ્વી જયસ્વાલ 1 રનમાં આઉટ થયો છે, જ્યારે શુભમન ગિલ 11 બોલ પર 6 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે સૂર્યકુમાર યાદવ 18 બોલ પર 36 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાથે તિલક વર્મા 6 બોલ પર 15 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડીઝના બોલરની વાત કરવામાં આવે તો, અલ્ઝારી જોસેફે 2 ઓવરમાં 11 રન આપીને એક વિકેટ લીધી છે, જ્યારે ઓબેદ મેકકોયે 2 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે અકિલ હુસેને 2 ઓવરમાં 16 રન આપ્યા છે.
43/2 (5 ઓવર)- ઈનિંગની 5મી ઓવરમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. ભારતનો ઓપનર શુભમન ગિલ 11 બોલ પર 6 રન કરીને આઉટ થયો છે. અલ્ઝારી જોસેફે ગિલને આઉટ કર્યો છે. હવે ભારત માટે સૂર્ય કુમાર યાદવ અને તિલક વર્મા બેટિંગ કરી રહ્યા છે
33/1 (4 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે ચોથી ઓવર અકીલ હુસેને નાખી હતી. આ ઓવરમાં અકીલે 7 રન આપ્યા છે.
26/1 (3 ઓવર)- અલ્ઝારી જોસેફે વેસ્ટ ઈન્ડીઝ માટે સફળ ઓવર નાખી છે. જોસેફે પોતાની ઓવરમાં માત્ર 1 રન આપ્યો છે.
25/1 (2 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝના બોલર અકિલ હુસેને પોતાની પ્રથમ અને ઈનિંગની બીજી ઓવરમાં 1 નો બોલ સાથે 9 રન આપ્યા છે.
16/1 (1 ઓવર)- ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો છે. આજની મેચમાં ડેબ્યૂ કરનારો યશસ્વી જયસ્વાલ 1 રન પર આઉટ થયો છે. ઓબેદ મેકકોયે જયસ્વાલને આઉટ કર્યો છે. હવે ભારત માટે શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ બેટિંગ કરી રહ્યા છે.
વેસ્ટ ઈન્ડીઝે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 159 રન કર્યા છે. જેથી ભારતને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે. વેસ્ટ ઈન્ડીઝ માટે સૌથી વધુ રન 42 બોલ પર 42 રન ઓપનર બ્રૈંડન કિંગે કર્યા છે, જ્યારે કાયલ મેયર્સે 20 બોલ પર 25 રન, જોન્સન ચાર્લેસે 14 બોલ પર 12, વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને 12 બોલ પર 20, કેપ્ટન રોવમેન પોવેલે 19 બોલ પર 40 રન, હેટમાયરે 8 બોલ પર 9 રન અને રોમારિયો શેફર્ડે 5 બોલ પર 2 રન કર્યા છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી છે. કુલદીપે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી છે, જ્યારે અક્ષર પટેલે 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે મુકેશ કુમારે 2 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.
વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ
159/5 (20 ઓવર)- પોતાની બીજી અને ઈનિંગની છેલ્લી ઓવર મુકેશ કુમારે નાખી છે. આ ઓવરમાં મુકેશ કુુમારે 11 રન આપ્યા છે.
148/5 (19 ઓવર)- અર્શદીપ સિંહ પોતાની આ ઓવરમાં થોડો મોંઘો સાબિત થયો છે. અર્શદીપે 19મી ઓવરમાં 2 સિક્સ અને 2 વાઈડ સાથે 17 રન આપ્યા છે.
131/5 (18 ઓવર)- પોતાની પ્રથમ ઓવર નાખવા આવેલા મુકેશ કુમારે ભારતને 5મી સફળતા અપાવી છે. મુકેશ કુમારે 8 રન આપીને શિમરન હેટમાયરને આઉટ કર્યો છે. હેટમાયર 8 બોલ પર 9 રન કરીને આઉટ થયો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે કેપ્ટન રોવમેન પોવેલ અને રોમારિયો શેફર્ડ બેટિંગ કરી રહ્યા છે.
123/4 (17 ઓવર)- અર્શદીપે પોતીની બીજી અને ઈનિંગની 17મી ઓવર નાખી છે. જેમાં અર્શદીપે 1 ફોર સાથે 10 રન આપ્યા છે.
113/4 (16 ઓવર)- યુઝવેન્દ્ર ચહલે પોતાની છેલ્લી ઓવરમાં 7 રન આપ્યા છે. જેથી 16 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 4 વિકેટના નુકસાને 113 રન થયો છે.
105/4 (15 ઓવર)- કુલદીપ યાદવે પોતાની છેલ્લી ઓવરમાં ભારતને બે સફળતા અપાવી છે. કુલદીપે માત્ર 1 રન આપીને વેસ્ટ ઈન્ડીઝના 2 ખેલાડી આઉટ કર્યા છે. વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન 12 બોલ પર 20 રન બનાવીને આઉટ થયો છે. સાથે ઓપનર બ્રૈડન કિંગ 42 બોલ પર 42 રન કરીને આઉટ થયો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે કેપ્ટન રોવમેન પોવેલ અને હેટમાયર બેટિંગ કરી રહ્યા છે.
105/2 (14 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝની ટીમે 100 રનનો આંકડો પાર કર્યો છે. ભારત માટે ઓવર નાખવા આવેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 રન આપ્યા છે. જેથી વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 2 વિકેટના નુકસાને 05 રન થયો છે.
93/2 (13 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝનો વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન આક્રામ બન્યો છે. નિકોલસ પૂરને 13મી ઓવરમાં એક સિક્સ અને એક ફોર ફટકારી છે. ભારત માટે આ ઓવર કુલદીપ યાદવે નાખી છે. જેમાં કુલદીપે 13 રન આપ્યા છે.
80/2 (12 ઓવર)- ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી ત્રીજી T-20 મેચમાં 12 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 12 ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝે 2 વિકેટના નુકસાને 80 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડીઝનો ઓપનર કાયલ મેયર્સ 20 બોલ પર 25 રન કરીને આઉટ થયો છે, જ્યારે જોનસન ચાર્લ્સ 14 બોલ પર 12 રન કરીને આઉટ થયો છે. અત્યારે વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રૈંડન કિંગ 35 બોલ પર 34 રન કરીને અને નિકોલસ પૂરન 4 બોલ પર 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે, ભારતના બોલરની વાત કરવામા આવે તો, ભારત માટે અક્ષર પટેલે 4 ઓવર નાખી છે. જેમાં અક્ષરે 24 રન આપીને 1 વિકેટ લીધી છે,જ્યારે કુલદીપ યાદવે 1 ઓવરમાં 14 રન આપીને એક વિકેટ લીધી છે. સાથે યુઝવેન્દ્ર ચહલે 3 ઓવર નાખીને 26 રન આપ્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 ઓવરમાં 7 રન આપ્યા છે અને અર્શદીપ સિંહે 1 ઓવરમાં 6 રન અને
76/2 (11 ઓવર)- કુલદીપ યાદવે ભારતને બીજી સફળતા અપાવી છે. જોનસલ ચાર્લ્સ 14 બોલ પર 12 રન કરીને આઉટ થયો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રૈંડન કિંગ અને નિકોલસ પૂરન બેટિંગ કરી રહ્યા છે.
73/1 (10 ઓવર)- અક્ષર પટેલે પોતાની છેલ્લી ઓવર નાખી છે. જેમાં અક્ષરે માત્ર 6 રન આપ્યા છે.
67/1 (9 ઓવર)- યુઝવેન્દ્ર ચહલેે પોતાની ત્રીજી અને ઈનિંગની 9મી ઓવર નાખી છે. આ ઓવરમાં ચહલે એક સિક્સ સાથે 11 રન આપ્યા છે.
56/1 (8 ઓવર)- અક્ષર પટેલે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. 20 બોલ પર 25 બોલ રન કરીને રમતો વેસ્ટ ઈન્ડીઝનો ઓપનર કાયલ મેયર્સ આઉટ થયો છે. હવે વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રૈંડન કિંગ અને જોનસન ચાર્લ્સ બેટિંગ કરી રહ્યા છે.
50/0 (7 ઓવર)- ભારત માટે 7મી અને પોતાની પ્રથમ ઓવર નાખવા આવેલો કુલદીપ યાદવ મોંઘો બોલર સાબિત થયો છે. કુલદીપે પોતાની પ્રથમ ઓવરમાં 1 સિક્સ અને 1 ફોર સાથે 12 રન આપ્યા છે.
38/0 (6 ઓવર)- ભારત માટે યુઝવેન્દ્ર ચહલે ઓવર નાખી છે. આ ઓવર બાદ વેસ્ટ ઈન્ડીઝે 38 રન બનાવ્યા છે. બ્રૈંડન કિંગે 22 બોલ પર 21 રન કરીને બેટિંગ કરી રહ્યો છે, જ્યારે કાયલ મેયર્સ 15 બોલ પર 20 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. 50 રન બનાવ્યા છે. ભારતના બોલરની વાત કરવામા આવે તો, ભારત માટે અર્શદીપ સિંહે 1 ઓવરમાં 16 રન આપ્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 1 ઓવરમાં 3 રન આપ્યા છે. અક્ષર પટેલે 2 ઓવરમાં 12 રન અને યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 17 રન આપ્યા છે.
32/0 (5 ઓવર)- ભારત માટે 5મી ઓવર અક્ષર પટેલે નાખી હતી. જેમાં અક્ષરે માત્ર 2 રન આપ્યા છે.
30/0 (4 ઓવર)- ભારતના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલની ઓવર મોંઘી સાબિત થઈ છે. ચહલે પોતાની ઓરમાં 11 રન આપ્યા છે.
19/0 (3 ઓવર)- ભારતના ઓલરાઉન્ડર અક્ષર પટેલની ઓવર થોડી મોંઘી સબિત થઈ છે. અક્ષર પટેલે પોતાની પ્રથમ ઓવરમાં 10 રન આપ્યા છે.
9/0 (2 ઓવર)- અર્શદીપ સિંહે ત્રીજી T-20 મેચની પોતાની પ્રથમ ઓવરમાં જ વાઈડ બોલ નાખી છે. અર્શદીપે એક વાઈડ સાથે આ ઓવરમાં 9 રન આપ્યા છે.
3/0 (1 ઓવર)- વેસ્ટ ઈન્ડીઝ માટે બ્રૈંડન કિંગ, કાયલ મેયર્સ ઓપનિંગ કરવા આવ્યા છે. ભારત માટે આ ઓવર કેપ્ટન હાર્દિક પંડ્યાએ નાખી છે. જેમાં હાર્દિકે 3 રન આપ્યા છે.
વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીત્યો
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 સીરિઝની ત્રીજી મેચ માટે ટોસ થયો છે. આ ટોસ વેસ્ટ ઈન્ડીઝે જીત્યો છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ગુયાનામાં રમવામાં આવશે. આ અગાઉ બંને દેશ વચ્ચે બે T-20 મેચ રમવામાં આવી હતી. આ બંને મેચમાં ભારતીય ટીમની હાર થઈ હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમની 4 રને હાર થઈ હતી, જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમની 2 વિકેટે હાર થઈ હતી.
પ્રથમ 2 મેચમાં વેસ્ટ ઈન્ડીઝની થઈ જીત
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 સીરિઝની શરૂઆતની બંને મેચમાં વેસ્ટ ઈન્ડીઝની જીત થઈ છે. પ્રથમ મેચમાં મેજબાન વેસ્ટ ઈન્ડીઝે 4 રને મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝની 2 વિકેટે જીત થઈ છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં 2-0થી આગળ થયું છે.
ભારતીય ટીમે આજની મેચ જીતવી પડશે
આ T-20 સીરિઝને જીવીત રાખવા માટે ભારતીય ટીમે કોઈ પણ સંજોગોમાં આજની મેચ જીતવી પડશે. ભારતીય ટીમે આજે મેચ જીતશે, તો આ સીરિઝ જીવંત રહેશે. જો ભારતીય ટીમ આજની મેચ હારશે, તો ભારતીય ટીમ મેચ હારવા સાથે સીરિઝ પણ ગુમાવશે.
ભારતીય બેટ્સમેનોએ નિરાશાનજક પ્રદર્શન કર્યું
આ T-20 સીરિઝની પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની હાર માટે સૌથી મોટું કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 145 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી, જ્યારે બીજી મેચમાં 20 ઓવરમાં ટીમ ઈન્ડિયા 152 રન જ બનાવી શકી હતી.
જયસ્વાલે કર્યું ડેબ્યૂ
ભારતીય ટીમ માટે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે T-20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું છે. BCCIએ જયસ્વાલનો ફોટો ટ્વીટ કર્યો છે. જેમાં BCCIએ લખ્યું કે, યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા માટે T-20 ફોર્મેટમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. જયસ્વાલના ડેબ્યૂ સાથે કુદલીપ યાદવની ટીમમાં ફરી વાપસી થઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને રવિ બિશ્નોઈને સ્થાન મળ્યું નથી.
ભારત-વેસ્ટ ઈન્ડીઝ હેડ ટૂ હેટ
| દેશ | મેચ | જીત | હાર |
| ભારત | 10 | 7 | 3 |
| વેસ્ટ ઈન્ડીઝ | 10 | 3 | 7 |
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ,સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સંજૂ સેમસન(વિકેટકીપર), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ
વેસ્ટ ઈન્ડીઝ- બ્રૈંડન કિંગ, કાયલ મેયર્સ, જોનસન ચાર્લ્સ, નિકોલસ પૂરન(વિકેટકીપર), શિમરન હેટમાયર, રોવમેન પોવેલ(કેપ્ટન), રોમારિયો શેફર્ડ, રોસ્ટેન ચેઝ, અકીલ હુસેન, અલ્ઝારી જોસેફ, ઓબેદ મેકકોય.










