• ભારત સહિત આ ટીમોએ નોંધાવી સેમિફાઈનલ માટે દાવેદારી
  • ભારતે સતત ત્રણ મેચ જીતી સેમિફાઈનલ માટે દાવેદારી નોંધાવી છે
  • સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ મેચો જીતવી પડશે

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે. મંગળવારે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે 15મી મેચ રમાશે. જો અત્યાર સુધીના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારત ટોપ પર છે. તેણે ત્રણ મેચ રમી છે અને તે તમામ જીતી છે. જો ભારતીય ટીમ આવું જ પ્રદર્શન જાળવી રાખશે તો તેના માટે સેમિફાઇનલનો રસ્તો આસાન બની જશે. ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ પણ સેમિફાઇનલ માટે દાવેદારી નોંધાવી છે.

ભારતે સતત ત્રણ મેચો જીતી

ભારતે પ્રથમ ત્રણ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. જેમાંથી બે મેચ મોટી ટીમો સામે હતી. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી અફઘાનિસ્તાનનો 8 વિકેટે પરાજય થયો હતો. જ્યારે અમદાવાદમાં પાકિસ્તાનનો 7 વિકેટે પરાજય થયો હતો. ભારતે સળંગ ત્રણ મેચ જીતીને સેમિફાઇનલમાં જવાનો દાવો કર્યો છે.

સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ મેચો જીતવી પડશે

ભારત ત્રણ ટીમો સામે હરીફાઈ કરી રહ્યું છે જેઓ ખતરનાક ફોર્મમાં છે અને તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડે તેની ત્રણેય મેચ જીતી છે. હવે તે ભારતનો સામનો કરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે મેચ રમાશે. આ પછી ભારત 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા સાથેની મેચ 5 નવેમ્બરે રમાશે. આ ત્રણેય મેચ ભારત માટે ઘણી મહત્વની રહેશે. આ મેચો ભારતને જીતવી જરૂરી રહેશે.

ભારતની સાથે આ ટીમો પણ સેમીફાઈનલની દાવેદાર છે

વર્લ્ડ કપના વર્તમાન પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડના 6 પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા ત્રીજા નંબર પર છે. તેણે બે મેચ રમી છે અને બંનેમાં મોટા માર્જિનથી જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું. ઓસ્ટ્રેલિયાનો 134 રને પરાજય થયો હતો. આથી ભારતની સાથે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ સેમીફાઈનલના દાવેદાર છે. 

  • Follow us on: