• એશિયન ગેમ્સ 2023માં ભારતનો મેડલો જીતવાનો સિલસિલો
  • મહિલા શુટીંગ ટીમે એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
  • પુરૂષોની લાઇટવેઈટ ડબલ્સ સ્કલ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ જીતવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહિલા શુટીંગ ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટ જીતી હતી જ્યારે રોઈંગ ટીમે પુરૂષોની લાઇટવેઈટ ડબલ્સ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતે બે સિલ્વર મેડલ જીત્યા
23 સપ્ટેમ્બરે એશિયન ગેમ્સ 2023ની સત્તાવાર શરૂઆત થયા બાદ, ભારતે આજે મેડલ જીતવાની પ્રક્રિયા શરૂ કરી છે. શૂટિંગમાં ભારતની મહિલા ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે રોઇંગમાં, અરુણ લાલ જાટ અને અરવિંદ સિંહ પુરુષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સની ફાઇનલમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.

મહિલા શૂટિંગ ટીમે જીત્યો સિલ્વર મેડલ
ભારતની મહિલા શૂટિંગ ટીમ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં 1886ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. આ ઇવેન્ટમાં ભારત તરફથી રમિતા, મેહુલી ઘોષ અને આશિ ચોકસીએ ભાગ લીધો હતો. જ્યારે ચીનની ટીમ 1896.6ના સ્કોર સાથે પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઈવેન્ટમાં મંગોલિયાની ટીમ 1880 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી.

ભારતે રોઈંગમાં બીજો સિલ્વર મેડલ જીત્યો
ભારતે આ એશિયન ગેમ્સમાં રોઈંગમાં તેનો બીજો સિલ્વર મેડલ જીત્યો. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડી પુરૂષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સ ફાઇનલમાં 6:28:18ના સમય સાથે બીજા સ્થાને રહી હતી. આ જ ઈવેન્ટમાં ચીનની ટીમ 6:23:16ના સમય સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ઉઝબેકિસ્તાનની ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

ભારત આજે અનેક મહત્વપૂર્ણ ઈવેન્ટ્સમાં ભાગ લેશે
19મી એશિયન ગેમ્સમાં ભારત આજે અનેક મહત્વપૂર્ણ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. તેમજ મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ટીમ ભારેત સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ મેચ જીતતાની સાથે વધુ એક મેડલ નિશ્ચિત થઈ ગયો છે. હોકીમાં ટીમનો સામનો ઉઝબેકિસ્તાનની ટીમ સાથે થશે. બોક્સિંગમાં પણ વિવિધ ભારની સીરિઝઓમાં સ્પર્ધાઓ યોજાશે. રોઈંગમાં ભારતને હજુ પણ કેટલીક વધુ ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની આશા છે.

ફાઇનલમાં મહિલા ક્રિકેટ ટીમ
ભારતની મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 9મી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. જેમિમાહ રોડ્રિગ્સ 20 રન બનાવીને અણનમ રહી હતી. શેફાલી વર્માએ 17 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત થઈ ગયો.

હોકીમાં ઉઝબેકિસ્તાન આગળ
ભારતીય પુરુષ હોકી ટીમ ઉઝબેકિસ્તાન સામે ટકરાશે. પ્રથમ ક્વાર્ટર બાદ ભારત 2-0થી આગળ છે. લલિત ઉપાધ્યાયે 7મી મિનિટે ભારત માટે પહેલો ગોલ કર્યો હતો. જો ભારત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતશે તો તેને પેરિસ ઓલિમ્પિકની સીધી ટિકિટ મળી જશે.

  • Follow us on: