• આજે 19મી એશિયન ગેમ્સ 2023નો ત્રીજો દિવસ
  • ભારતે અત્યાર સુધી 2 ગોલ્ડ સહિત 11 મેડલો જીત્યા
  • મહિલા ક્રિક્રેટ ટીમે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે

23 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સની શરુઆત થઈ ગઈ છે. એશિયન ગેમ્સમાં કુલ 45 દેશોના 10,000થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં 40 વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટમાં 1,000થી વધુ મેડલ માટે સ્પર્ધાઓ યોજાઈ રહી છે અને 481 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં કુલ 11 મેડલ જીત્યા છે. ચાલો જાણીએ કે આજે 26 સપ્ટેમ્બરે ભારતનું શેડ્યૂલ કેવું છે.

19મી એશિયન ગેમ્સ 2023ના બે દિવસ વીતી ગયા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ભારતે પહેલા દિવસે 5 અને બીજા દિવસે 6 મેડલ જીત્યા હતા. ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ બીજા દિવસે શૂટિંગમાં આવ્યો હતો. આ પછી મહિલા ભારતીય ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ જીત્યો હતો. ચાલો જાણીએ કે 26 સપ્ટેમ્બર એટલે કે આજે ત્રીજા દિવસે ભારતનું શેડ્યૂલ કેવું છે.

શૂટિંગ

સવારે 6:30- અનંત જીત નારુકા, ગુરજોત ખંગુરા, અંગદ વીર સિંહ બાજવા, મેન્સ સ્કેટ.

ગનીમત સેખોં, દર્શના રાઠોડ, પરિનાઝ ધાલીવાલ, મેન્સ સ્કેટ.

રિધમ સાંગવાન, ઈશા સિંહ અને મનુ ભાકર, મહિલા 25 મીટર પિસ્તોલ.

દિવ્યાંશ સિંઘ પંવાર અને રમિતા 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ (ક્વોલિફિકેશન).

બોક્સિંગ

સવારે 6:15 - પુરુષોની 92 કિગ્રા પ્લસ વજન વર્ગ - નરેન્દ્ર.

બપોરે 12:30 - મેન્સ 57 કિગ્રા વજન વર્ગ - સચિન સિવાચ.

હોકી

સવારે 6:30 - મેન્સ પૂલ: ભારત VS સિંગાપોર.

જુડો

સવારે 7:30- પુરુષોની 100 કિગ્રા વજન વર્ગ- અવતાર સિંહ.

મહિલા- 78 કિલોગ્રામ ભારત વર્ગથી ઓછુ – ઈન્દુબાલા દેવી મૈબમ.

મહિલા- 78 કિલોગ્રામ વજન વર્ગથી વધુ - ટુલિકા માન.

સેલિંગ

સવારે 8:30 થી ઘણી ઈવેન્ટ્સ.

સ્વિમિંગ

સવારે 7:30 થી કેટલીક ઈવેન્ટ્સ.

ચેસ

12:30 PM - પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ 5,6 અને 7 - વિદિત ગુજરાતી અને અર્જુન એરિગાઈસી.

મહિલા વ્યક્તિગત રાઉન્ડ 5,6 અને 7- કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલ્લી.

સ્કૈશ

સવારે 7:30 થી - મેન્સ ટીમ ઈવેન્ટ - ભારત VS સિંગાપુર.

મહિલા ટીમ ઈવેન્ટ- ભારત vs પાકિસ્તાન.

સાંજે 4:30 કલાકે - મેન્સ ઈવેન્ટ - ભારત vs કતાર.

ફેસિંગ

સવારે 6:30- મહિલા વ્યક્તિ- ભાવાની દેવી.

ટ્રેક સાયકલિંગ

સવારે 7:30 થી ઘણી ઈવેન્ટ્સ

ટેનિસ

સવારે 7:30 વાગ્યાથી ઘણી સિંગલ્સ અને ડબલ્સની કેટલીક મેચો.

વુશુ

સાંજે 5 કલાકે - પુરૂષોની 70 કિગ્રા વજન વર્ગ સૂરજ યાદવ

પુરુષોની 60 કિગ્રા વજન વર્ગમાં સૂર્ય ભાનુ પ્રતાપ સિંહ રાય.

  • Follow us on: