• બોલિંગ કોચે મુકેશ કુમારની કરી પ્રશંસા
  • મુકેશ કુમારને ત્રણેય ફોર્મેટ માટે યોગ્ય ગણાવ્યો
  • મુકેશને ત્રણેય ફોર્મેટમાં રમવાની તક મળી

ભારતીય બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ ફાસ્ટ બોલર મુકેશ કુમારની પ્રશંસા કરી કરી છે. તેમણે કહ્યું કે, મુકેશ ત્રણેય ફોર્મેટ માટે યોગ્ય ખેલાડી છે. જેથી આગળની ટૂર્નામેન્ટનું આયોજન તે પ્રકારે જ કરવામાં આવશે.


'મુકેશની પ્રગતિ જોઈને ખુશી થાય છે'

વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન આ ફોસ્ટ બોલરને ત્રણેય ફોર્મેટમાં રમવાની તક મળી છે. ફ્લોરિડામાં ચોથી T-20 મેચ પહેલાં મ્હામ્બ્રેએ મુકેશની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. મહામ્બ્રેએ કહ્યું હતું કે, મુકેશ જે પ્રકારે પ્રગતિ કરે છે, તેને જોઈને હું ખુશ છું. આપણે આવા ખેલાડીઓની જરૂર છે. જે તમારા પ્રતિદ્વંદી સામે મેચ રમીને વિકેટ લેવાનો પ્રયાસ કરે છે. મહામ્બ્રેએ વધુમાં કહ્યું કે, મુકેશ કુમારે તમામ ફોર્મેટમાં રમી શકે છે, પરંતુ આપણે તેને સપોર્ટ કરવો પડશે. મુકેશ ઘરેલૂ ક્રિકેટમાં અનેક મેચ રમ્યો છે. જેના કારણે મુકેશની બોલિંગ મજબૂત થઈ છે.



આજની મેચ નિર્ણાયક

વેસ્ટ ઈન્ડીઝની ધીમી વિકેટની સરખામણી કરીને બોલિંગ કોચે અમેરિકાની પિચ બેટ્સમેનને મદદરૂપ થવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ થોડી અલગ છે. અહીં માટી કાળા કલરની છે. આ બેટિંગ માટે સારી વિકેટ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 5 મેચની T-20 અત્યારે રમાઈ રહી છે. જેમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ બંને ટીમ 2-2 મેચ જીતી છે. જેથી આજની મેચ નિર્ણાયક સાબિત થશે.

  • Follow us on: