• એશિયન ગેમ્સની ભારતીય ટીમની જર્સીનો ફોટો સામે આવ્યો
  • જર્સીમાં ઋતુરાજ, જયસ્વાલ અને રિંકૂ સિંહ જોવા મળ્યા
  • એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડ છે કેપ્ટન

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હશે. સાથે એશિયન ગેમ્સનું આયોજન ચીનમાં થશે, ત્યારે એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીની પ્રથમ તસ્વીર સામે આવી છે. એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સીમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને રિંકૂ સિંહ જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર ફેન્સને એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ખુબ પસંદ આવી રહી છે. જો કે, આ જર્સી ભારતીય સીનિયર ટીમથી બિલકુલ અલગ છે. સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ચીન એશિયન ગેમ્સની મેજબાની કરશે

ઉલ્લેખનીય છે કે, ચીનમાં થનારી આગાની 19મી એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટમાં ભારતની મહિલા અને પુરુષ બંને ટીમ ભાગ લઈ રહી છે. સારી રેંકિંગ હોવાના કારણે બંને ટીમ પોતાના ઈવેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં મેચ રમવા ઉતરશે. એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ઈવેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ 26 સપ્ટેમ્બરે રમવામાં આવશે. સાથે પુરુષ ક્રિકેટ ઈવેન્ટની શરૂઆત 28 સપ્ટેમ્બરથીલ થશે અને 7 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમવામાં આવશે.

એશિયન ગેમ્સ માટે ભારતીય સ્ક્વોડ-

ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકૂ સિંહ, જિતેશ શર્મા(વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રથસિમરન સિંહ(વિકેટકીપર).

  • Follow us on: